- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ
- મુંબઈના વાનખેડે સ્ટેડિમમાં બંને વચ્ચે મેચ
- અન્ય ક્ષેત્રની હસ્તીઓ વર્લ્ડકપની મેચ નિહાળવા આવી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની પ્રથમ સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે, ત્યારે મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ઘણા સેલિબ્રિટીઓથી ભરેલું છે. જેમાં ક્રિકેટ અને ફૂટબોલ સહિત અન્ય ઘણા ક્ષેત્રોના પ્રખ્યાત ચહેરાઓ મેચ નિહાળી રહ્યા છે.
ડેવિડ બેકહામ,સચિન તેંડુલકર,રણબીર કપૂર...
ઈંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલર ડેવિડ બેકહામ મેચ જોવા પહોંચ્યા છે. આ ઉપરાંત પૂર્વ ભારતીય સુપરસ્ટાર સચિન તેંડુલકર વાનખેડેની બાલ્કનીમાં હાજર છે. આ ઉપરાંત બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ભારત-ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલ મેચ જોવા માટે આવ્યો છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં અન્ય ક્ષેત્રના ઘણા જાણીતા ચહેરાઓ હાજર છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને સૂર્યકુમાર યાદવની પત્નીઓ પણ સ્ટેડિયમમાં મેચ જોઈ રહી છે.
ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
આ મેચની વાત કરવામાં આવે તો, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ફરી ટીમને તોબડતોડ શરૂઆત અપાવી છે. રોહિત શર્માએ 29 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. ભારતીય કેપ્ટનને ટિમ સાઉથીએ આઉટ કર્યો હતો. આ પહેલા રોહિત શર્મા અને શુભમન ગિલે 8.2 ઓવરમાં 71 રન જોડીને ટીમને સારી શરૂઆત અપાવી હતી.