• સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડની 70 રને હાર
  • ભારતની વર્લ્ડ કપની ફાઈનલમાં એન્ટ્રી
  • ન્યૂઝીલેન્ડે ICC પર લગાવ્યો આરોપ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 26 નવેમ્બરના રોજ વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને 70 રને હરાવી દીધું અને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ન્યૂઝીલેન્ડ હાર પચાવી ન શક્યું

વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ 70 રનથી મોટી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી હતી. મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓ સારા ફોર્મમાં હતા. ભારતીય ટીમ માટે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી. જ્યારે મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરીને કુલ સાત વિકેટ ઝડપી હતી. જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

હાર બાદ વિવાદ થયો શરુ

એવું લાગે છે કે ન્યૂઝીલેન્ડના મીડિયા હાઉસ સેમી ફાઈનલ મેચમાં મળેલી હારને પચાવી શક્યા નથી. ભારત અને ન્યૂ્ઝીલેન્ડની મેચ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મેચ પહેલા કહેવામાં આવ્યું હતું કે જે પીચ પર મેચ રમાવાની હતી તે મેચ શરૂ થવાના થોડા સમય પહેલા જ બદલી દેવામાં આવી હતી.

ન્યુઝીલેન્ડના મીડિયા હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 'ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ નવી પીચ પર રમવાની હતી, પરંતુ મેચ એવી પીચ પર રમાઈ હતી જ્યાં બે મેચ રમાઈ ચૂકી હતી.' પિચને લઈને નવો વિવાદ શરૂ થયો છે.

ICC પર લગાવ્યો આરોપ

ન્યૂઝીલેન્ડની ન્યૂઝ વેબસાઈટે આ વિવાદ પર ICCના એક નિવેદનને હાઈલાઈટ કરતા લખ્યું છે કે, 'આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું છે કે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પિચો બદલવામાં આવી છે અને તેઓ સેમિફાઈનલ દરમિયાન થયેલા ફેરફારોથી વાકેફ હતા. પિચમાં ફેરફાર હોમ ટીમના ફાયદા માટે કરવામાં આવી રહ્યો છે.

ન્યૂઝીલેન્ડના એક અખબારે તેના એક અહેવાલમાં લખ્યું છે કે ભારતે ન્યૂઝીલેન્ડને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકી દીધું છે. એટલું જ નહીં, અખબારે લખ્યું છે કે ટીમ ઈન્ડિયાએ અમુક હદ સુધી 2019 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે.

  • Follow us on: