• આવતીકાલે વર્લ્ડકપની પ્રથમ સેમીફાઈનલ મેચ
  • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે મેચ
  • સેમીફાઈનલ મેચ પહેલાં રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન

વનડે વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમીફાઇનલ મેતને લઈને ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ છે. પ્રથમ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ આમને સામને આવશે, ત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેક્ટિસ સેશન પહેલા મીડિયા સાથે ચર્ચા કરી હતી. જેમાં તેમણે ટીમના વાતવરણથી લઈને બોલિંગ વિકલ્પ સુધીના દરેક વિષય પર ખૂલીને વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે ભારત પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું ત્યારે ટીમમાં કોઈ પણ ખેલાડી જન્મ્યો નહતો. 2011ના વર્લ્ડકપમાંથી અડધાથી વધુ ખેલાડીઓ હાજર ન હતા. હવે ઇતિહાસમાં જે થયું તે થયું અમારૂં લક્ષ્ય માત્ર વર્લ્ડકપ જીતવા પર છે.

દિવાળીની પાઠવી શુભેચ્છા

રોહિત શર્માએ દેશવાસીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવીને પોતાની વાતની શરૂઆત કરી હતી. રોહિત શર્માએ કહ્યું હતું કે, જ્યારે તમે ટૂર્નામેન્ટની કોઈ પણ મેચ રમતા હોય ત્યારે તમારા પર ખૂબ પ્રેશર હોય છે. ટીમમાં બહારનો અવાજ સાંભળવા કરતા રમત પર ધ્યાન આપી જીત મેળવવી જોઈએ. છઠ્ઠા બોલિંગ વિકલ્પ અંગે તેમણે કહ્યું કે, હાર્દિકને ઇજા થતા અમારૂં પ્લાનિંગ બગડી ગયું હતું. જો કે, વિકલ્પ હોવો જરૂરી છે.

ટીમના વાતાવરણ અંગે રોહિત શર્માએ શું કહ્યું?

રોહિતે કહ્યું કે, જ્યારે 1983માં વર્લ્ડકપ જીત્યો હતો ત્યારે ટીમના એકપણ ખેલાડીનો જન્મ પણ નહોતો થયો. 2011માં જીત દરમિયાન પણ અનેક ખેલાડીઓ બહાર હતા. અમે ભૂતકાળને ભૂલી વર્તમાનમાં કઈ રીતે શ્રેષ્ઠ પ્રદર્શન થાય શકે તેવી રીતે મહેનત કરીએ છીએ. ટીમના વાતાવરણ અંગે રોહિતે કહ્યું કે, ટીમનું વાતાવરણ શરૂઆતથી જ ઘણું સારૂં રહ્યું છે. અમે ટીમના વાતાવરણને સરળ રાખવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા.

  • Follow us on: