ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જે પુણેમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 259 રનમાં સમેટાઈ ગયો હતો જ્યારે દિવસની રમતના અંતે ભારતે એક વિકેટના નુકસાને 16 રન બનાવી લીધા હતા. ટીમ ઈન્ડિયા હાલ પ્રથમ દાવમાં 243 રનથી પાછળ છે. પુણે ટેસ્ટમાં વોશિંગ્ટન સુંદર પ્રથમ દિવસનો સ્ટાર ખેલાડી હતો, જેણે કિવી ટીમના 7 બેટ્સમેનોને આઉટ કરીને પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.


ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ

ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કેપ્ટન લાથમ ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો જેને 15 રનના સ્કોર પર અશ્વિને આઉટ કર્યો હતો. વિલ યંગ પણ માત્ર 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ તે પછી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રની 62 રનની ભાગીદારીએ કિવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. કોનવેએ 76 રનની અડધી સદી અને રવિન્દ્રએ 65 રનની અડધી સદી રમી હતી.


રોહિત શર્મા ડકનો શિકાર

એક સમયે ન્યૂઝીલેન્ડે 3 વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા, પરંતુ અહીંથી વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. મુલાકાતી ટીમના છેલ્લા 6 માંથી 5 બેટ્સમેન બે આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા. ન્યુઝીલેન્ડની ઈનિંગની છેલ્લી 6 વિકેટ 62 રનમાં જ પડી ગઈ હતી. જ્યારે ભારતીય દાવની શરૂઆત થઈ ત્યારે કેપ્ટન રોહિત શર્મા ખાતું પણ ખોલી શક્યો નહોતો, જેને ટિમ સાઉદીએ ક્લીન બોલ્ડ કર્યો હતો.

વોશિંગ્ટન અને અશ્વિને તબાહી મચાવી

રવિચંદ્રન અશ્વિને ન્યુઝીલેન્ડની પ્રથમ વિકેટ લીધી હતી, પરંતુ તે પછી વોશિંગ્ટન સુંદરે કમાન સંભાળી હતી અને કીવી ટીમની બેટિંગ લાઇન અપની કમર તોડી નાખી હતી. સુંદરે રચિન રવિન્દ્રની પ્રથમ વિકેટ લીધી, જેણે 65 રન બનાવ્યા અને તે પછી કિવી બેટ્સમેનો સુંદરની સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા. 23.1 ઓવરમાં બોલિંગ કરીને તેણે 59 રન આપ્યા અને કુલ 7 વિકેટ લીધી. જ્યારે અશ્વિને 24 ઓવર નાખી અને 3 વિકેટ લીધી. અશ્વિને હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ઓસ્ટ્રેલિયાના નાથન લિયોનને પાછળ છોડી દીધો છે, જેની પાસે હાલમાં 530 વિકેટ છે.

  • Follow us on: