• ભારતે ન્યૂઝીલેન્ડને સેમિફાઇનલમાં 70 રને હરાવ્યું
  • ભારતની જીત માટે આ ખેલાડીઓની મહત્વની ભૂમિકા
  • આજે કોલકાતામાં વર્લ્ડ કપની બીજી ફાઇનલ રમાશે

15 નવેમ્બરના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની સેમી ફાઇનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાનીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતની આ જીત માટે ટીમના આ ખેલાડીઓની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે.

જીતનો શ્રેય જાય છે આ ખેલાડીઓને...

[[$googlead]]

વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને મોહમ્મદ શમીના બળ પર ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમીફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની જીતમાં પાંચ ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલી અને અય્યરે સદી ફટકારી હતી. જ્યારે શમીએ 7 વિકેટ લીધી હતી. શુભમન ગિલે 80 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જીત બાદ પોતની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે ટીમના ખેલાડીઓના વખાણ કર્યા હતા.

[[$alsoread]]

કોહલી-અય્યરની સદી

ભારતની જીતમાં કોહલી અને શ્રેયસે મહત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ સદી ફટકારી હતી. કોહલીએ 113 બોલમાં 117 રન બનાવ્યા હતા. તેમણે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે શ્રેયસે 70 બોલમાં 105 રન બનાવ્યા હતા. તેમણે 8 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ભારતે બંનેની સદીના આધારે 397 રન બનાવ્યા હતા.

શુભમન અને રોહિતે સારી શરૂઆત આપી 

કેપ્ટન રોહિત અને શુભમને ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી. રોહિતે 29 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. શુભમને અણનમ 80 રન બનાવ્યા હતા. ગિલે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ભારતની જીતમાં કોહલી અને અય્યરની સાથે આ બંનેનું પણ મહત્વ હતું.

મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ

ટીમ ઈન્ડિયાની જીતનો હીરો બનેલા શમીએ 7 વિકેટ ઝડપી હતી. તેમણે 9.5 ઓવરમાં 57 રન આપ્યા હતા. શમીએ એવા સમયે ભારતને વિકેટ અપાવી જ્યારે સંકટની સ્થિતિ સર્જાઈ રહી હતી. વિલિયમસન અને મિચેલ વચ્ચે મજબૂત ભાગીદારી બની હતી. શમીએ વિલિયમસનને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. તે 69 રન બનાવીને આઉટ થયો હતો. મિચેલ 134 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શમીએ ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ટોમ લાથમ, ટીમ સાઉથી અને લોકી ફર્ગ્યૂસનને આઉટ કર્યા હતા.

  • Follow us on: