ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મુલાકાતી ટીમ સિરીઝમાં 1-0થી આગળ રહી હતી. જો કે આ હાર બાદ ભારતીય ટીમના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો હતો. આ પહેલા આવો રેકોર્ડ 19 વર્ષ પહેલા ભારતીય ટીમના નામે નોંધાયેલો હતો.
ભારતીય ટીમના નામે નોંધાયો આ રેકોર્ડ
પ્રથમ દાવમાં 46 રનથી પાછળ પડ્યા બાદ ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં શાનદાર વાપસી કરી અને 462 રનનો જંગી સ્કોર બનાવ્યો. જો કે તેમ છતાં ટીમ ઈન્ડિયાને મેચના પાંચમા દિવસે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ પોતાની ધરતી પર 462 રનનો વિશાળ સ્કોર બનાવ્યા બાદ પણ હારી ગઈ હતી. આવું પહેલીવાર બન્યું જ્યારે ભારતીય ટીમ 462 રન બનાવીને પણ હારી ગઈ. અગાઉ આવું વર્ષ 2005માં થયું હતું, જ્યારે ભારતે બેંગલુરુમાં પાકિસ્તાન સામે 449 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે 19 વર્ષ બાદ મોટો ફેરફાર થયો છે.
ભારત માટે ઘરઆંગણે હારનો સર્વોચ્ચ ઇનિંગ સ્કોર
- 462 વિ ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2024
- 449 વિ પાકિસ્તાન, બેંગલુરુ, 2005
- 436 વિ ઈંગ્લેન્ડ, હૈદરાબાદ, 2024
- 424 વિ ઓસ્ટ્રેલિયા, બેંગલુરુ, 1998
- 412 વિ ઈંગ્લેન્ડ, ચેન્નાઈ, 1985
ન્યુઝીલેન્ડે આ મેચ 8 વિકેટે જીતી
ભારતીય ટીમ પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ તરફથી રિષભ પંતે સૌથી વધુ 20 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 402 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ વતી રચિન રવિન્દ્રએ 157 બોલમાં 134 રન બનાવ્યા હતા. ભારતે બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી અને સરફરાઝ ખાનના 150 અને રિષભ પંતના 99 રનની મદદથી 462 રન બનાવ્યા હતા. 107 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમે 8 વિકેટ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.