- વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે
- બંને ટીમના ચાહકો પોતપોતાની ટીમ વિશે ફની મીમ્સ શેર કર્યા
- યુઝર્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ રસપ્રદ પોસ્ટ કરી રહ્યા છે
જે ક્ષણની કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા તે સમય હવે આવી ગયો છે. થોડા સમય બાદ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ થવાની છે. કરોડો ચાહકોની નજર આ મેચ પર ટકેલી છે. જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ટકરાતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર વાતાવરણ પણ અલગ હોય છે.
બંને ટીમના ચાહકો પોતપોતાની ટીમ વિશે ફની મીમ્સ શેર કરતા રહે છે. હવે મેચ પહેલા ફરી એકવાર યુઝર્સ ભારત-પાક મેચને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ રસપ્રદ પોસ્ટ કરી રહ્યા છે. જેને જોઈને તમે પણ હસવાનું રોકી નહીં શકો.













