• ગૌતમ ગંભીર કોઇને પસંદ નથી: આફ્રિદી
  • શાહિદ આફ્રિદી સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો
  • ભારતીય પ્રશંસકો ગૌતમ પર કરેલી ટિપ્પણીને લઇને આફ્રિદી સામે ગુસ્સે ભરાયા

ભારતીય ટીમે ધમાકેદાર સ્ટાઈલમાં પાકિસ્તાનની ટીમને 5 વિકેટે હરાવ્યું હતું. છેલ્લી ઓવર સુધી દિલ ધડકતી મેચમાં ભારતે હાર્દિક પંડ્યાના જોર પર જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો હતો. હવે ભારત જીતતાની સાથે જ પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીએ ગૌતમ ગંભીર માટે ગુસ્સામાં એક મોટી વાત કહી છે.

શાહિદ આફ્રિદીએ આપ્યુ વિવાદિત નિવેદન

પાકિસ્તાનના શાહિદ આફ્રિદી અને ગૌતમ ગંભીર મેદાન પર અને મેદાનની બહાર એકબીજાને ટોણા મારતા જોવા મળે છે. હવે એક ટીવી કાર્યક્રમમાં બોલતા શાહિદ આફ્રિદીએ કહ્યું કે એવું નથી કે મારી કોઈ ભારતીય ખેલાડી સાથે ઝઘડો થયો હોય. હા, સોશિયલ મીડિયા પર ક્યારેક ગૌતમ ગંભીરને લઈને કેટલીક ચર્ચાઓ થતી રહે છે. મને લાગે છે કે ગૌતમ એક એવું પાત્ર છે જે ભારતીય ટીમમાં કોઈને પસંદ નથી. આ પછી શાહિદ આફ્રિદી સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો. ભારતીય પ્રશંસકો ગૌતમ પર કરેલી ટિપ્પણીને લઇને આફ્રિદી સામે ગુસ્સે ભરાયા.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન

ગૌતમ ગંભીર તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તેણે પોતે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. તે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ક્રિકેટ રમ્યો હતો. ગંભીર હંમેશા ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત આપવા માટે પ્રખ્યાત છે. ગૌતમ ગંભીરે ભારત માટે 58 ટેસ્ટ મેચ, 147 ODI મેચ અને 37 T20 મેચ રમી છે.

પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યુ

એશિયા કપની મેચમાં ભારત તરફથી બોલરો અને બેટ્સમેનોએ શાનદાર રમત બતાવી હતી. પાકિસ્તાને ભારતને જીતવા માટે 148 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જે ભારતે 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી ભુવનેશ્વર કુમારે 4, હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. આ સાથે જ અર્શદીપ સિંહને 2 વિકેટ મળી અને એક વિકેટ અવેશ ખાનના ખાતામાં ગઈ. ભારત તરફથી વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ 35-35 રન બનાવ્યા હતા. અંતમાં હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી.


  • Follow us on: