- 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ
- નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
- પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે ભારતને આપી સલાહ
ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં રવિવારે સાંજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. આ મેચ પહેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કામરાન અકમલે ટીમ ઈન્ડિયાને એક સૂચન આપ્યું છે. તેણે કહ્યું કે ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં સમસ્યા છે. કામરાનનું માનવું છે કે વિરાટ કોહલીએ ઓપનિંગ ન કરવું જોઈએ. જો કોહલી ઓપનિંગ કરશે તો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.
કામરાન અકમલે આપ્યું નિવેદન
અકમલે ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરને લઈને સૂચનો આપ્યા છે. તેણે કહ્યું, “મને લાગે છે કે ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર યોગ્ય નથી. વિરાટ કોહલી નંબર 3 પર રહીને મેચ પૂરી કરી શકે છે. ટીમ ઈન્ડિયા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યશસ્વી જયસ્વાલ ઓપન કરી શકે છે. જો કોહલી ઓપનિંગ કરશે તો ટીમ ઈન્ડિયાને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો ભારતીય ટીમ કોહલીને ઓપનિંગ કરશે તો તે તેમની ભૂલ હશે.
આયર્લેન્ડ સામે કોહલીએ કરી હતી ઓપનિંગ
T20 વર્લ્ડકપ પહેલા એવી ચર્ચા હતી કે ટીમ ઈન્ડિયા કોહલીને ઓપનિંગ કરવાની તક આપી શકે છે. કોહલીએ IPL 2024માં જોરદાર પ્રદર્શન કર્યું છે. અહીં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ઓપનિંગ કરી રહ્યો હતો. પરંતુ T20 વર્લ્ડ પમાં સ્થિતિ અલગ હશે. કોહલીએ આયર્લેન્ડ સામે ઓપનિંગ કરી હતી. તે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. રિષભ પંત ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો.
ભારત પ્લેઈંગ-11માં કરી શકે છે ફેરફાર
ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામેની મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. ભારતીય ટીમ સંજુ સેમસન અથવા યશસ્વી જયસ્વાલને તક આપી શકે છે. યશસ્વીને રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે. સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. ટીમ ઈન્ડિયા બોલિંગ આક્રમણમાં જસપ્રિત બુમરાહની સાથે મોહમ્મદ સિરાજને પણ જગ્યા આપી શકે છે.