• આવાતીકાલે વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચ રમાશે
  • ભારત અને પાકિસ્તાન આવશે આમને-સામને
  • પાકિસ્તાનના ખેલાડીઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરી નેટ પ્રેક્ટિસ

આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ યોજાશે. આ પહેલા પાકિસ્તાન અને ભારતની ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. આજે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પત્રકાર પરિષદ કરી હતી, ત્યારે પાકિસ્તાનના ખેલાડીઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી છે. જેનો વીડિયો સામે આવ્યો છે.

પાક.ખેલાડીઓએ 3 કલાક પ્રેક્ટિસ કરી

[[$googlead]]

પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ, શાહીન અફરિદી સહિતના ખેલાડીઓએ 3 કલાક સુધી નેટમાં પ્રેક્ટિસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ડેન્ગયૂના કારણે વર્લ્ડકપની શરુઆતની મેચ ગુમાવનારા શુભમન ગિલે પણ ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી. જેથી આવતીકાલની મેચમાં શુભમન ગિલ રમતો જોવા મળી શકે છે.

[[$alsoread]]

બંને દેશ વચ્ચે કુલ 134 વનડે મેચ રમાઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 134 વનડે મેચ રમાઈ છે. જેમાંથી ભારતની 56 મેચમાં, જ્યારે પાકિસ્તાનની 73 મેચમાં જીત થઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ODI મેચના ઈતિહાસમાં 5 મેચ એવી છે. જેમાં કોઈ પરિણામ આવ્યું નથી. સાથે આજ સુધી ભારત અને પાકિસ્તાનની એક પણ મેચ ડ્રો થઈ નથી.

  • Follow us on: