• ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
  • પ્રથમ મેચ વરસાદના કારણે થઈ હતી રદ
  • ભારતીય ટીમે મહામુકાબલો જીત્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 રાઉન્ડની મેચમાં ભારતની 228 રને જીત થઈ છે. ભારત માટે કુપલદીપ યાદવે 8 ઓવરમાં 25 રન આપીને 5 વિકેટ લીધી છે. સાથે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલે અણનમ સદી ફટકારી હતી. કોહલીએ 94 બોલ પર 122 અને રાહુલે 106 બોલ પર 122 રન બનાવ્યા હતા. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ભારતીય ટીમે 356 રન બનાવ્યા હતા. જેની સામે પાકિસ્તાનની ટીમ માત્ર 128 રન બનાવી શકી છે.

પાકિસ્તાનની ઈનિંગ

[[$googlead]]

119/7(30 ઓવર)- ભારતના બોલર્સે પાકિસ્તાન પર દબાવ યથાવત્ રાખ્યો છે. 26થી 30 ઓવરમાં ભારતીય બોલર્સે 18 રન આપીને 2 વિકેટ લીધી છે. કુલદીપ યાદવે 10 બોલમાં 6 રન કરનારા શાબાદ ખાનને અને 35 બોલમાં 23 રન કરનારા ઈફ્તિખાર અહમદને આઉટ કર્યો છે. હવે પાકિસ્તાન માટે ફહીમ અશરફ 3 બોલ પર 2 રન કરીને અને શાહીન અફરીદી 3 બોલ પર 0 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન ઓવર સાથે 5 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 18 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 23 રન આપ્યા છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 5 ઓવરમાં 14 રન આપ્યા છે. સાથે જ શાર્દુલ ઠાકુરે 3 ઓવરમાં 14 રન આપ્યા છે. આ ઉપરાંત કુલદીપ યાદવે 7 ઓવરમાં 18 રન આપીને 4 વિકેટ લીધી છે, તથા રવિન્દ્ર જાડેજાએ 5 ઓવર નાખી છે. જેમાં જાડેજાએ 26 રન આપ્યા છે.

[[$alsoread]]

101/5(25 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતા મહામુકાબલામાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ છે. 25 ઓવર બાદ પાકિસ્તાને 5 વિકેટના નુકસાને 101 રન બનાવ્યા છે. આ 25 ઓવરમાં 2 વખત મેચ અટકાવવામાં આવી હતી. એક વખત વરસાદના કારણે મેચ સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે બીજી વખત રવિન્દ્ર જાડેજાની ઓવરમાં આગા સલમાન થયો હતો. જેથી થોડા સમય માટે મેચ સ્થગિત કરાઈ હતી. અત્યારે પાકિસ્તાન માટે ઈફ્તિખાર અહમદ 17 બોલ પર 10 રન કરીને અને શાબાદ ખાન 3 બોલ પર 2 રન બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન ઓવર સાથે 5 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 18 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 23 રન આપ્યા છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 5 ઓવરમાં 14 રન આપ્યા છે. સાથે જ શાર્દુલ ઠાકુરે 3 ઓવરમાં 14 રન આપ્યા છે. આ ઉપરાંત કુલદીપ યાદવે 4 ઓવરમાં 8 રન આપીને 2 વિકેટ લીધી છે, તથા રવિન્દ્ર જાડેજાએ 3 ઓવર નાખી છે. જેમાં જાડેજાએ 18 રન આપ્યા 

79/4 (20 ઓવર)- ભારતીય બોલર્સે 16થી 20 ઓવરમાં પાકિસ્તાનને માત્ર 14 રન આપ્યા છે. સાથે એક વિકેટ લીધી છે. અત્યારે પાકિસ્તાન માટે આગા સલમાન 20 બોલ પર 13 રન કરીને અને ઈફ્તિખાર અહમદ 3 બોલ પર 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન ઓવર સાથે 5 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 18 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 23 રન આપ્યા છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 5 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે 3 ઓવરમાં 14 અને કુલદીપ યાદવે 2 ઓવરમાં 4 રન આપીને 1 વિકેટ લીધી છે.

65/3 (15 ઓવર)- વરસાદ બાદ ભારત અને પાકિસ્તાનની મેચ ફરી શરૂ થઈ છે. વરસાદ બાદ ભારતીય બોલર્સનો દબદબો જોવા મળ્યા છે. છેલ્લી 5 ઓવરમાં પાકિસ્તાને વધારાની 2 વિકેટ ગુમાવી છે. જેમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર મોહમ્મદ રિઝવાન છે. અત્યારે પાકિસ્તાન માટે ફખર જમાન 31 બોલ પર 18 રન કરીને અને આગા સલમાન 12 બોલ પર 9 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન ઓવર સાથે 5 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 18 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 23 રન આપ્યા છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 10 રન અને શાર્દુલ ઠાકુરે 2 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે.

43/1 (10 ઓવર)- પાકિસ્તાની બેટ્સમેન સામે ભારતીય બોલરનો દબદબો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાને 1 વિકેટના નુકસાને 43 રન બનાવ્યા છે. અત્યારે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 20 બોલ પર 10 રન કરીને અને પાકિસ્તાનનો ઓપનર ફખર જમાન 22 બોલ પર 14 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે 1 મેડન ઓર સાથે 5 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 18 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 23 રન આપ્યા છે.

17/1( 5 ઓવર)- પાકિસ્તાને પ્રથમ 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી છે. ભારતના સ્ટાર બેટ્સમેન જસપ્રીત બુમરાહે 18 બોલ પર 9 રન કરનારા ઈમામ-ઉલ-હકને આઉટ કર્યો છે. અત્યારે પાકિસ્તાન માટે ફખર જમાન 8 બોલ પર 0 રન કરીને અને પાકિસ્તાની ટીમનો કેપ્ટન બાબર આઝમ 4 બોલ પર 0 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે જસપ્રીત બુમારાહે 3 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 9 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે 2 ઓવરમાં 8 રન આપ્યા છે.

ભારતની ઈનિંગ

356/2(50 ઓવર)-ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચમાં ભારતે 50 ઓવર બાદ 356 રન કર્યા છે. જેથી પાકિસ્તાનને જીતવા માટે 357 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે વિરાટ કોહલીએ બોલ 94 પર અણનમ 122 રન કર્યા છે. સાથે કેએલ રાહુલે પણ 106 બોલ પર અણનમ 111 રન કર્યા છે. આ ઉપરાંત રોહિત શર્માએ 49 બોલ પર 56 અને શુભમન ગિલે 52 બોલ પર 58 રન કર્યા છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન શાહ અફરીદીએ 10 ઓવર નાખી છે. જેમાં 79 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે નસીમ શાહે 1 મેડન ઓવર સાથે 9.2 ઓવર નાખી છે. જેમાં નસીમે 53 રન આપ્યા છે. સાથે ફહીમ અશરફે 10 ઓવરમાં 74 રન આપ્યા છે. આ ઉપરાંત હારિસ રઉફે 3 ઓવરમાં 18, શાબાદ ખાને 1 મેડન સાથે 10 ઓવર નાખી છે. જેમાં શાબાદે 71 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે ઈફ્તિખાર અહમદે 5.4 ઓવરમાં 52 રન આપ્યા છે.

રાહુલ કોહલીએ સદી ફટકારી

કેએલ રાહુલ બાદ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ સદી ફટકારી છે. કોહલીએ 84 બોલ પર 100 રન પૂર્ણ કર્યા છે. સાથે જ કોહલીએ વનડેમાં સૌથી ઝડપી 13 હજાર રન પણ પૂર્ણ કર્યા છે. આ અગાઉ કેએલ રાહુલે 100 બોલ પર 100 રન પૂર્ણ કર્યા હતા.

300/2(45 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતા મહામુકાબલામાં વિરાટ કોહલી અને કેએલ રાહુલ આક્રામક બન્યા છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 73 બોલ પર 83 રન કરીને અને કેએલ રાહુલ 96 બોલ પર 95 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન શાહ અફરીદીએ 8 ઓવર નાખી છે. જેમાં 61 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે નસીમ શાહે 1 મેડન ઓવર સાથે 8 ઓવર નાખી છે. જેમાં નસીમે 39 રન આપ્યા છે. સાથે ફહીમ અશરફે 9 ઓવરમાં 56 રન આપ્યા છે. આ ઉપરાંત હારિસ રઉફે 3 ઓવરમાં 18, શાબાદ ખાને 1 મેડન સાથે 10 ઓવર નાખી છે. જેમાં શાબાદે 71 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે ઈફ્તિખાર અહમદે 5 ઓવરમાં 46 રન આપ્યા છે

251/2 (40 ઓવર)- ભારત માટે રોહિત, ગિલ અને રાહુલ બાદ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ફિફ્ટી ફટકારી છે. ભારતના ટોપ ઓર્ડરના ચારેય બેટ્સમેને 50 રન કર્યા છે. અતયારે ભારત માટે વિરાટ કોહલી 58 બોલ પર 57 અને કેએલ રાહુલ 81 બલો પર 72 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. આ અગાઉ ગઈકાલે રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલે પણ ફિફ્ટી ફટકારી હતી.


225/2 (35 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચમાં 35 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 24.1 ઓવરથી આ મેચ શરૂ કરવામાં આવી હતી, ત્યારે લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી કરનારા કેએલ રાહુલે ફિફ્ટી પૂર્ણ કરી છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 44 બોલ પર 40 રન કરીને અને કેએલ રાહુલ 65 બોલ પર 62 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. આજની મેચમાં પાકિસ્તાનના બોલર વિકેટ લેવા માટે હજુ સંઘર્ષ કરી રહ્યા છે. પાકિસ્તાન માટે અત્યાર સુધી માટે શાહીન શાહ અફરીદીએ 7 ઓવર નાખી છે. જેમાં 52 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે નસીમ શાહે 1 મેડન ઓવર સાથે 7 ઓવર નાખી છે. જેમાં નસીમે 33 રન આપ્યા છે. સાથે ફહીમ અશરફે 5 ઓવરમાં 25 રન આપ્યા છે. આ ઉપરાંત હારિસ રઉફે 3 ઓવરમાં 18, શાબાદ ખાને 1 મેડન સાથે 8 ઓવર નાખી છે. જેમાં શાબાદે 62 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે ઈફ્તિખાર અહમદે 3 ઓવરમાં 26 રન આપ્યા છે.


175/2 (30 ઓવર)- રિઝર્વ ડેના દિવસે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલે ભારત માટે સારી શરૂઆત કરી છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી બોલ પર રન કરીને અને કેએલ રાહુલ બોલ રન કરીને બેટિંગ કરી રહ્યા છે. આમ બંને બેટ્સમેન વચ્ચે પાર્ટનરશિપ 50 રનને પાર થઈ છે. પાકિસ્તાન માટે શાહીન શાહ અફરીદીએ 6 ઓવર નાખી છે. જેમાં 45 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે શાબાદ ખાને 1 મેડન સાથે 7 ઓવર નાખી છે. જેમાં શાબાદે 48 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે નસીમ શાહે 1 મેડન ઓવર સાથે 7 ઓવર નાખી છે. જેમાં નસીમે 33 રન આપ્યા છે. આ ઉપરાંત ફહીમ અશરફે 4 ઓવરમાં 18, હારિસ રઉફે 3 ઓવરમાં 18 અને ઈફ્તિખાર અહમદે 1 ઓવરમાં 4 રન આપ્યા છે.


155/2 (27 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી મેચ શરૂ થઈ છે. ભારત માટે વિરાટ કોહલી 21 બોલ પર 12 અને કેએલ રાહુલ 40 બોલ પર 21 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. આજે  પાકિસ્તાન માટે શાબાદ ખાન, નસીમ શાહ, ફહીમ અશરફે બોલિંગ કરી કરી છે. ઉલ્લેખનીય છે કે, આજની મેચ 50 ઓવરની રમવામાં આવશે. એટલે ઓવરમાં ઘટાડો કરવામાં આવ્યો નથી.

ગઈકાલે રમવામાં આવેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે પૂર્ણ થઈ શકી નહતી. ગઈકાલે 24.1 ઓવરની રમત પૂર્ણ થઈ હતી. જેથી મેચને આજે રમવાનો નિર્ણય લીધો હતો, ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી મેચ શરૂ થઈ છે. ભારત માટે વિરાટ કોહલી અને કેએલ રાહુલ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે, જ્યારે પાકિસ્તાન માટે શાબાદ ખાન બોલિંગ કરવા આવ્યો છે.


ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે વરસાદના કારણે સ્થગિત કરવમાં આવેલી મેચ આજે 04:40 કલાકે શરૂ કરવામાં આવશે. સાથે આજની મેચમાં ઓવર પણ ઘટાડવામાં આવશે નહીં. જેથી ફેન્સને 50 ઓવરની રમત જોવા મળશે.

10-09-2023

147/2 (24.1 ઓવર)- 24 ઓવર બાદ વરસાદ આવ્યો છે. જેથી આવતીકાલે રિઝર્વ ડેના દિવસે ફરી મેચ રમાશે. આજે 24.1 ઓવર સુધી ભારતે 2 વિકેટના નુકસાને 147 રન બનાવ્યા છે. ભારતનો કેપ્ટન રોહિત શર્મા 49 બોલમાં 56 રન કરીને અને ઓપનર શુભમન ગિલ 52 બોલમાં 58 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 16 બોલ પર 8 રન કરીને અને કેએલ રાહુલ 28 બોલ પર 17 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન અફરીદીએ 5 ઓવર નાખી છે. જેમાં 37 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે શાબાદ ખાને 6.1 ઓવરમાં 45 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે નસીમ શાહે 1 મેડન ઓવર સાથે 5 ઓવર નાખી છે. જેમાં નસીમે 23 રન આપ્યા છે. આ ઉપરાંત ફહીમ અશરફે 3 ઓવરમાં 15 અને હારિસ રઉફે 5 ઓવરમાં 27 રન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજની મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

135/2 (ઓવર 20)- 17મી ઓવરમાં ભારતને પ્રથમ અને 18મી ઓવરમાં ભારતને બીજો ઝટકો લાગ્યો છે. 17મી ઓવરમાં પાકિસ્તાની સ્પિનર શાદાબ ખાને કેપ્ટન રોહિત શર્માને આઉટ કર્યો છે. રોહિત 56 રન બનાવીને આઉટ થયો છે, જ્યારે 18મી ઓવરમાં શાહિને ભારતીય ઓપનર શુભમન ગિલને 58 રન પર આઉટ કર્યો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 8 બોલ પર 5 રન કરીને અને કેએલ રાહુલ 11 બોલ પર 9 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન શાહ અફરીદીએ 5 ઓવર નાખી છે. જેમાં 37 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે શાબાદ ખાને 4 ઓવરમાં 42 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે નસીમ શાહે 1 મેડન ઓવર સાથે 5 ઓવર નાખી છે. જેમાં નસીમે 23 રન આપ્યા છે. આ ઉપરાંત ફહીમ અશરફે 3 ઓરમાં 15 અને હારિસ રઉફે 3 ઓવરમાં 18 રન આપ્યા છે.

115/0 (15 ઓવર)-ટોસ હારીને પાકિસ્તાન વિરુદ્ધ બેટિંગ કરવા આવેલી ભારતની સલામી જોડીએ એક ડ્રીમ શરૂઆત અપાવી છે. 15 ઓવર બાદ પણ ભારતે પોતાની એક પણ વિકેટ ગુમાવી નથી. બંને ઓપર્નસે ફિફ્ટી પૂર્ણ કરી છે. અત્યારે કેપ્ટન રોહિત શર્મા 46 બોલ પર 55 રન કરીને અને શુભમન ગિલ 44 બોલ પર 53 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.



61/0 (10 ઓવર)- ભારતીય ટીમના ઓપનર્સે ભારત માટે સારી શરૂઆત કરી છે. 10 ઓવર બાદ પણ ભારતે એક પણ વિકેટ ગુમાવી નથી. 10 ઓવર બાદ ભારતે 61 રન બનાવ્યા છે. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 30 બોલ પર 18 રન કરીને અને શુભમન ગિલ 30 બોલ પર 41 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાન માટે શાહીન અફરીદીએ 3 ઓવર નાખી છે. જેમાં શાહીને 31 રન આપ્યા છે. સાથે નસીમ શાહે એક મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં નસીમે  23 રન આપ્યા છે. સાથે  ફહીમ અશરફે 2 ઓવરમાં 7 રન આપ્યા છે.

37/0 (5 ઓવર)- ભારતે સુપર-4 મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રામક બેટિંગ શરૂ કરી છે. ભારતના કેપ્ટન રોહિત શર્માએ શાહીન અફરીદી અને ઈનિંગની પ્રથમ ઓવરમાં સિક્સ લગાવીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો. અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચની 5 ઓવરની રમત પૂર્ણ થઈ છે. અત્યારે રોહિત શર્મા 17 બોલ પર 10 રન કરીને અને શુભમન ગિલ 12 બોલ પર 25 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાન માટે શાહીન અફરીદીએ 3 ઓવર નાખી છે. જેમાં શાહીને 31 રન આપ્યા છે. સાથે નસીમ શાહે 2 ઓવર નાખીને 6 રન આપ્યા છે 

પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

એશિયા કપની સૌથી મોટી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ટોસ થયો છે. આ ટોસ પાકિસ્તાને જીત્યો છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ કોલંબોના આર.પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ અગાઉ ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન ટીમ આમને-સામને આવી હતી. જો કે, આ દરમિયાન વરસાદ આયો હતો. જેથી મેચ રદ કરીને બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો.

2023 એશિયા કપમાં બીજી વખત ભારત-પાક.આમને-સામને

આ પહેલાં લીગ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હતી. જો કે, તે મેચ વરસાદના કારણે રદ થઈ હતી. તે મેચમાં માત્ર ભારતની ઈનિંગ પૂર્ણ થઈ હતી. ભારતીય ટીમ 266 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શાહીન અફરીદીએ આ મેચમાં 4 વિકેટ લીધી હતી તથા હરિસ રઉફ અને નસીમ શાહે 3-3 વિકેટ લીધી હતી.

કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહની વાપસી નક્કી

પાકિસ્તાન વિરુદ્ધ મેચ માટે પ્લેઈંગ ઈલેવન નક્કી કરવું એ રોહિત શર્મા માટે સરળ રહેશે નહીં. કારણ કે, જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલ બંને મેચ માટે ઉપલબ્ધ છે. બુમરાહની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નક્કી છે. સાથ જે પ્રકારે કેએલ રાહુલ શુક્રવારે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો, તેને જોતા લાગી રહ્યું છે કે, રાહુલને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.



પાકિસ્તાન વિરુદ્ધ રોહિત શર્માનું પ્રદર્શન

વનડેમાં પાકિસ્તાન વિરુદ્ધ બેટિંગ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને બેટ્સમેનોએ 2-2 સદી ફટકારી છે. જો કે, રોહિત શર્માએ કોહલીથી વધુ રન બનાવ્યા છે. રોહિત શર્મા અત્યાર સુધી પાકિસ્તાન વિરુદ્ધ વનડેમાં 17 મેચ રમ્યો છે. જેમાં રોહિતે 2 સદી અને 6 ફિફ્ટી ફટકારી છે. સાથે રોહિત શર્માએ 66 ફોર અને 16 સિક્સ લગાવી છે. પાકિસ્તાન વિરુદ્ધ રોહિત શર્માનો હાઈસ્કોર 140 રન છે.


પાકિસ્તાન વિરુદ્ધ કિંગ કોહલીનું પ્રદર્શન

પાકિસ્તાન વિરુદ્ધ વિરાટ કોહલી 14 વનડે ઈનિંગ રમ્યો છે. જેમાં કોહલીએ 536 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 2 સદી અને 2 ફિફ્ટી ફટકારી છે. જેમાં કોહલીનો હાઈસ્કોર 183 રન છે. આ દરમિયાન કોહલીએ 51 ફોર અને 5 સિક્સ પણ ફટકારી છે.


ભારત-પાકિસ્તાન હેડ ટૂ હેટ

ભારત અને પાકિસ્તાન વનડે મેચમાં અત્યાર સુધી 14 વખત આમને-સામને આવ્યું છે. જેમાંથી 7 મેચમાં ભારતની જીતલ થઈ છે, જ્યારે 5 મેચમાં પાકિસ્તાનની જીત થઈ છે. સાથે 2 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. જેથી આજની મેચ પર તમામ ક્રિકેટ ફેન્સની નજર રહેશે.

વનડેમાં ભારત વિરુદ્ધ બાબર આઝમનું પ્રદર્શન

વર્ષટૂર્નામેન્ટરન
2017ચેમ્પિયન ટ્રોફી8
2017ચેમ્પિયન ટ્રોફી46
2018એશિયા કપ47
2018એશિયા કપ9
2019વર્લ્ડ કપ48

કોલંબોનો વેધર રિપોર્ટ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મોટી મેચ પર વરસાદનો ખતરો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે કોલંબોમાં વરસાદની 90 ટકા સંભાવના છે. મતલબ કે આજની મેચમાં પણ વરસાદ ખલેલ પહોંચાડી શકે છે.

ભારત-પાક. મેચ માટે રિઝર્વ ડે રખાયો

જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો વરસાદના કારણે આજે મેચ પૂર્ણ નહીં થાય તો આવતીકાલે જ્યાંથી મેચ બાકી હતી ત્યાંથી શરૂ થશે, પરંતુ ચિંતાની વાત એ છે કે 11મી સપ્ટેમ્બર એટલે કે સોમવારે પણ કોલંબોમાં મૂશળધાર વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ગ્રુપ સ્ટેજમાં ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ આવ્યો હતો. જેથી ગ્રુપ સ્ટેજની મેચ રદ થઈ  હતી

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ, જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુર.


પાકિસ્તાન-બાબર આઝમ(કેપ્ટન), ફખર જમાન, શાબાદ ખાન(ઉપ-કેપ્ટન), ઈમામ ઉલ હક, સલમાન અલી આગા, ઈફ્તિખાર અહમદ, મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), ફહીમ અશરફ, નસીમ શાહ, શાહીન શાહ અફરીદી અને હારિસ રઉફ.


  • Follow us on: