UAEમાં 29 નવેમ્બરથી અંડર 19 એશિયા કપ શરૂ થયો છે. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું અભિયાન શનિવારથી શરૂ થશે, જ્યાં ટીમ પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. BCCIએ આ ટુર્નામેન્ટ માટે એક મજબૂત ટીમની જાહેરાત કરી છે, જેની બાગડોર મોહમ્મદ અમાનના હાથમાં હશે. આ મેચમાં 13 વર્ષીય વૈભવ સૂર્યવંશી પણ રમશે, જેને રાજસ્થાન રોયલ્સે તાજેતરમાં પૂર્ણ થયેલી મેગા ઓક્શનમાં રૂ. 1.1 કરોડમાં ખરીદ્યો હતો. વૈભવ આ હરાજીમાં પસંદ થયેલો સૌથી યુવા ખેલાડી બન્યો છે. ભારતને પાકિસ્તાન, જાપાન અને સંયુક્ત આરબ અમીરાતની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે.


ભારત અને પાકિસ્તાન ક્યારે રમશે?

બંને ટીમો વચ્ચે આ શાનદાર મેચ 30 નવેમ્બરે રમાશે. આ મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે.

ક્યાં મેચ રમાશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો?

બંને ટીમો વચ્ચે અંડર-19 એશિયા કપની મેચ ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ઉપલબ્ધ હશે, જ્યારે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Sony Liv પર ઉપલબ્ધ રહેશે. પાકિસ્તાન, નેપાળ અને અન્ય દેશોના ચાહકો માટે ACCની સત્તાવાર YouTube ચેનલ પર લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.

 

ડિફેન્ડિંગ ચેમ્પિયન છે બાંગ્લાદેશ

બાંગ્લાદેશ 50-ઓવરની ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને તેને શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. ટુર્નામેન્ટની સેમી ફાઈનલ મેચો 6 ડિસેમ્બરે રમાશે. બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમો નોકઆઉટમાં પહોંચશે. ટુર્નામેન્ટની ફાઈનલ 8 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે.

બંને દેશોની સંપૂર્ણ ટીમ:

ભારત: આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આન્દ્રે સિદ્ધાર્થ, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે, પ્રણવ પંત, હરવંશ સિંહ પંગાલિયા (વિકેટકીપર), અનુરાગ કાવડે (વિકેટકીપર), હાર્દિક રાજ, મોહમ્મદ અન્નાન, કેપી કાર્તિકેય, સમર્થ નાગરાજ, યુધ્ધરાજ ગુહા, ચેતન શર્મા, નિખિલ કુમાર.

પાકિસ્તાન: સાદ બેગ (કેપ્ટન/વિકેટકીપર), મોહમ્મદ અહેમદ, હારૂન અરશદ, તૈયબ આરીફ, મોહમ્મદ હુઝેફા, નાવેદ અહેમદ ખાન, હસન ખાન, શાહઝેબ ખાન, ઉસ્માન ખાન, ફહમ-ઉલ હક, અલી રઝા, મોહમ્મદ રિયાઝુલ્લા, અબ્દુલ સુભાન, ફરહાન યુસુફ, ઉમર ઝૈબ.


  • Follow us on: