ચોથી T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવ્યું છે. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ શ્રેણી પણ 3-1થી જીતી લીધી છે.


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છેલ્લી ચાર મેચની T20 મેચ જોહાનિસબર્ગમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 1 વિકેટ ગુમાવીને 283 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 148 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ શ્રેણી પણ 3-1થી જીતી લીધી છે. આવો જાણીએ આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના હીરો કયા ખેલાડીઓ છે.

સંજુ સેમસન

દક્ષિણ આફ્રિકાની પ્રથમ T20 મેચમાં સદી ફટકાર્યા બાદ સંજુ સેમસન સતત બે મેચમાં ફ્લોપ રહ્યો હતો. આ પછી તેણે ચોથી મેચમાં ફરી સદી ફટકારી હતી. તેણે 56 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 6 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. સંજુ સેમસને આ વર્ષે T20માં ત્રણ સદી ફટકારી છે. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

તિલક વર્મા

તિલક વર્માએ સાઉથ આફ્રિકા સામે ટી20 કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. તે T20 ક્રિકેટમાં સતત બે સદી ફટકારનાર વિશ્વનો બીજો પ્રથમ બેટ્સમેન છે. તેની પહેલા સંજુ સેમસને આ કારનામું કર્યું હતું. તેણે માત્ર 41 બોલમાં સદી ફટકારી હતી. તેણે 47 બોલમાં 120 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 9 ફોર અને 10 સિક્સર ફટકારી હતી.

અર્શદીપ સિંહ

દક્ષિણ આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં અર્શદીપ સિંહે પોતાની ઝડપી બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે દક્ષિણ આફ્રિકાના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. તેણે પહેલા રીઝા હેન્ડ્રીક્સને આઉટ કર્યો. આ પછી તેણે માર્કરામ અને ક્લાસેનને આઉટ કર્યા. આ બંને બેટ્સમેનોના આઉટ થયા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ મેચમાં કમબેક કરી શકી ન હતી અને ટીમને જીત મળી હતી.

  • Follow us on: