• સાઉથ આફ્રિકા સામે ભારતની 8 વિકેટે જીત
  • ભારત 3 મેચની ODI સિરીઝમાં 1-0થી આગળ
  • સાઈ સુદર્શને પ્રથમ ODIમાં ફટકારી ફિફટી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતની 8 વિકેટે જીત થઈ છે. આ મેચ જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ સ્ટેડિયમમાં રમાઈ હતી.  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકા 27.3 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 16.4 ઓવરમાં 2 વિકેટના નુકસાને લક્ષ્યને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સૌથી વધુ રન ડેબ્યૂ કરનાર સાઈ સુદર્શને 43 બોલમાં 9 ફોરની મદદથી અણનમ 55 રનની ઈનિંગ રમી હતી.  જ્યારે અર્શદિપ સિંહે 5 અને આવેશ ખાને 4 વિકેટ ઝડપીને મેચના હિરો રહ્યા હતા. આ મેચમાં ભારત તરફથી સાઈ સુદર્શન અને સાઉથ આફ્રિકા તરફથી ટોની ડી જોર્ઝી અને નાંદ્રે બર્ગરે ડેબ્યૂ કર્યું હતું.

ભારતની ઇનિંગ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતની 8 વિકેટે જીત થઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકા 27.3 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 16.4 ઓવરમાં 2 વિકેટના નુકસાને લક્ષ્યને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સૌથી વધુ રન ડેબ્યૂ કરનાર સાઈ સુદર્શને 43 બોલમાં 9 ફોરની મદદથી અણનમ 55 રનની ઈનિંગ રમી હતી. શ્રેયસ અય્યર 45 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 52 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો વિયાન મુલ્ડર અને એન્ડીલે ફેલુકવાયોને 1-1 સફળતા મળી હતી.

61/1 (10 ઓવર)- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચની બીજી ઈનિંગનો પ્રથમ પાવર પ્લે પૂર્ણ થયો છે. ભારતે પ્રથમ પાવર પ્લેમાં 1 વિકેટના નુકસાને 55 રન બનાવ્યા છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડ 10 બોલમાં 5 રન બનાવીને વિયાન મુલ્ડરનો શિકાર બન્યો હતો. હાલમાં ભારત તરફથી સાઈ સુદર્શન 24 બોલમાં 25 રન અને શ્રેયસ અય્યર 27 બોલમાં 28 રન કરીને બેટિંગ કરી રહ્યા છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચની બીજી ઈનિંગ શરૂ થઇ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાની ટીમ 116 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. જેથી ભારતને જીત માટે 117 રનનો ટાર્ગેટ મળ્યો છે. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી ઋતુરાજ ગાયકવાડ અને ડેબ્યૂ કરનાર સાઈ સુદર્શન ઓપનિંગ કરવા ક્રિઝ પર આવ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી વનડેમાં ડેબ્યૂ કરનાર નાંદ્રે બર્ગરે પ્રથમ ઓવરની શરૂઆત કરી છે.

સાઉથ આફ્રિકાની ઇનિંગ

 ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકા 27.3 ઓવરમાં 116 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેથી ભારતને જીત માટે 117 રનનો ટાર્ગેટ મળ્યો છે. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ રન ઓપનર ટોની ડી જોર્ઝી 22 બોલમાં 2 ફોર અને 2 સિકસની મદદથી 28 રન બનાવીને આઉટ થયો હતો. એન્ડીલે ફેલુકવાયોએ 49 બોલમાં 33 રન અને કેપ્ટન એડમ માર્કરમે 21 બોલમાં 12 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે સાત બેટ્સમેન સિંગલ ડિજીટનો આંકડો પાર કરી શક્યા નહતા. ભારતના બોલરની વાત કરવામાં અર્શદીપ સિંહે અને આવેશ ખાને ઘાતક બોલિંગ કરી હતી. અર્શદીપ સિંહે 10 ઓવરમાં 37 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આવેશ ખાને 8 ઓવરમાં 27 રન આપીને 4 સફળતા મેળવી હતી. જ્યારે કુલદિપ યાદવને પણ 1 સફળતા મળી છે.

અર્શદીપનો પંજો

ભારતના મુખ્ય ફાસ્ટ બોલર અર્શદીપે સાઉથ આફ્રિકાના બેટ્સમેનોને ઘૂંટણીએ ટેકવી દીધા હતા. અર્શદિપે 10 ઓવરમાં 37 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ સાથે ODIમાં પ્રથમ વખત અર્શદીપ સિંહનો પંજો છે.

87/8 (20 ઓવર)- ભારત અને સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ વનડેમા આવેશ ખાન અને અર્શદીપ સિંહે સાઉથ આફ્રિકાને બેકફૂટ પર ધકેલી દીધું છે. અર્શદીપે પાવર પ્લેમાં આફ્રિકાના 4 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પાવર પ્લે બાદ આવેશ ખાને ઘાતક બોલિંગ કરીને 4 બેટ્સમેનને પોતાનો શિકાર બનાવ્યા હતા. હાલમાં સાઉથ આફ્રિકા તરફથી એન્ડીલે ફેહલુકવાયો અને નાંદ્રે બર્ગર હાલમાં ક્રિઝ પર છે.

આવેશ ખાને એક ઓવરમાં ઝડપી બે વિકેટ

પ્રથમ પાવર પ્લે બાદ ભારત તરફથી 11મી ઓવર આવેશ ખાને ફેંકી હતી. આ ઓવરમાં આવેશ ખાને કેપ્ટન એડમ માર્કરમ અને વિયાન મુલ્ડરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. એડમ માર્કરમ 12 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે વિયાન મુલ્ડર ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. આવેશ ખાને આ ઓવરમાં 2 રન આપીને 2 વિકેટ ઝડપી છે. 

52/4 (10 ઓવર)- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ઈનિંગનો પાવર પ્લેમાં પૂર્ણ થયો છે. આ પાવર પ્લે ભારતીય બોલર અર્શદિપના નામે રહ્યો છે. અર્શદીપે પાવર પ્લમાં શાનદાર બોલિંગ કરતા સાઉથ આફ્રિકાના ટોપ આર્ડરને ધ્વસ્ત કર્યું હતું. અર્શદીપે પાવર પ્લેમાં 5 ઓવરમાં 19 રન આપીને 4 વિકેટ પોતાના નામે કરી છે. સાઉથ આફ્રિકા તરફથી રીઝા હેન્ડ્રીક્સ અને રાસી વાન ડર ડ્યુસેન શૂન્ય પર આઉટ થયા હતા. જ્યારે હેનરી કસાસેન 6 રન અને ઓપનર ટોની ડી જોર્ઝી 22 બોલમાં 2 ફોર અને 2 સિકસની મદદથી 28 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

અર્શદીપે એક ઓવરમાં ઝડપી બે વિકેટ

ભારત તરફથી પ્રથમ ઓવર મુકેશ કુમારે ફેંકી હતી. તેણે પ્રથમ ઓવરમાં માત્ર એક રન આપ્યો હતો. રીઝા હેન્ડ્રીક્સ પ્રથમ બોલ ચૂકી ગયો અને બોલ સીધો પેડ સાથે અથડાયો હતો. પરંતુ ભારતીય કેપ્ટન કેએલ રાહુલે પહેલા જ બોલ પર ભૂલ કરી હતી અને DRS લીધું ન હતું. તેથી હેન્ડ્રીક્સ નોટઆઉટ રહ્યો હતો. ભારત તરફથી બીજી ઓવરમાં અર્શદીપે તેના ચોથા અને પાંચમાં બોલ પર સાઉથ આફ્રિકાના બે બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઓપનર રીઝા હેન્ડ્રીક્સ 8 બોલમાં 0 રન અને રાસી વાન ડર ડ્યુસેન 1 બોલમાં 0 રન કરીને ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.

આફ્રિકાની ઈનિંગ શરૂ

આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. જેથી સાઉથ આફ્રિકા તરફથી રીઝા હેન્ડ્રીક્સ અને અને ડેબ્યૂ કરનાર ટોની ડી જોર્ઝી ઓપનિંગ કરવા આવ્યા છે. ભારત તરફથી પ્રથમ ઓવરની શરૂઆત મુકેશ કુમારે કરી છે.

સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો

આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ વનડેમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન એડમ માર્કરમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. આજે ભારત તરફથી સાઈ સુદર્શનને ટીમમાં ડેબ્યૂ કર્યું છે અને સ્ટાર ફિનિશર રિંકું સિંહને ટીમમાં સ્થાન મળ્યું નથી. જ્યારે સાઉથ આફ્રિકા તરફથી ટોની ડી જોર્ઝી અને નાંદ્રે બર્ગરે  ડેબ્યૂ કર્યું છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

સાઉથ આફ્રિકા: રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જોર્ઝી, રાસી વાન ડર ડ્યુસેન, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી અને નાંદ્રે બર્ગર.

ભારત: ઋતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), સંજુ સેમસન, તિલક વર્મા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને આવેશ ખાન.

પિચ રિપોર્ટ

જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન છે. આ પિચ પર ત્રણ વાર 400+ સ્કોર બની ચૂક્યો છે. આ ઉપરાંત 300 રનનો આંકડો ઘણીવાર પાર થઇ ચૂક્યો છે. આવામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં રનોનો વરસાદ જોવા મળી શકે છે. આ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં સ્પિનર્સનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. વાન્ડરર્સે અત્યાર સુધીમાં કુલ 51 ODI મેચોની યજમાની કરી છે. આ સમયગાળા દરમિયાન પ્રથમ બેટિંગ કરનારી ટીમે 21 મેચ જીતી છે. તે જ સમયે, રનચેઝ કરતી ટીમે 28 મેચમાં જીત મેળવી છે. આ મેદાન પર ટાર્ગેટનો પીછો કરવો વધુ સરળ છે. તેથી ટોસ જીતનારી ટીમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

વેધર રિપોર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે જોહાનિસબર્ગમાં વરસાદની શક્યતા ઘણી ઓછી છે. આજે વાતાવરણ સ્વચ્છ રહેશે. મતલબ કે રવિવારે રમાનારી મેચની મજા બગડશે નહીં. મેચ દરમિયાન મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની ધારણા છે. જ્યારે સાંજે 20 ડિગ્રી સુધી ઘટી શકે છે. દિવસ દરમિયાન રમાનારી મેચને કારણે મેચમાં ઝાકળની કોઈ ભૂમિકા રહેશે નહીં.

મેચનું લાઇવ પ્રસારણ

ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. તેને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકાશે. આ સિવાય જો આપણે OTT પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો આ મેચ Disney+ Hotstar પર લાઈવ જોઈ શકાય છે.


  • Follow us on: