દક્ષિણ આફ્રિકાએ બીજી T20 મેચમાં ભારતને 3 વિકેટે હરાવ્યું છે. આ સાથે આફ્રિકાએ ચાર ટી20 મેચોની સિરીઝ એક પોઈન્ટથી બરાબર કરી લીધી છે. આ લો સ્કોરિંગ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 124 રન બનાવ્યા હતા.


દક્ષિણ આફ્રિકાએ 6 બોલ બાકી રહેતા ટાર્ગેટ કર્યો હાંસલ

તેના જવાબમાં યજમાન દક્ષિણ આફ્રિકાએ 6 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ અને ગેરાલ્ડ કોએત્ઝીએ આફ્રિકાની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આજની મેચમાં ભારતીય ટીમ માટે અભિષેક શર્મા ફરી નિષ્ફળ રહ્યો હતો, જે માત્ર 4 રન બનાવી શક્યો હતો. છેલ્લી મેચમાં સદી ફટકારનાર સંજુ સેમસન આ મેચમાં શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ માત્ર 4 રને આઉટ થયો હતો. તિલક વર્માને ફરી શરૂઆત મળી, પરંતુ 20 રનને મોટી ઈનિંગમાં બદલી શક્યો નહીં. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રન બનાવ્યા હતા, પરંતુ 45 બોલમાં 39 રન ફટકારવા બદલ તે ઘણો ટ્રોલ થયો હતો.

 

એક બોલરે ભારત પાસેથી છીનવી લીધી જીત

125 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત પણ સારી રહી ન હતી. આફ્રિકન ટીમે 44 રનના સ્કોર સુધી 3 વિકેટ ગુમાવી દીધી હતી અને 86 રનનો સ્કોર આવ્યો ત્યાં સુધીમાં ટીમના 7 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ ટ્રિસ્ટન સ્ટબ્સ અને ગેરાલ્ડ કોએત્ઝી વચ્ચેની અણનમ 42 રનની ભાગીદારીએ આફ્રિકન ટીમની જીત સુનિશ્ચિત કરી. કોએત્ઝીને બોલર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અંતે તેને 9 બોલમાં 19 રનની કેમિયો ઈનિંગ રમીને પોતાની ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.


  • Follow us on: