ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની T20 સીરીઝની બીજી મેચ આજે ગકેબરહામાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચ 61 રને જીતી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે સંજુ સેમસને શાનદાર સદી ફટકારી હતી. આવી પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ મેચમાં પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છશે નહીં. દક્ષિણ આફ્રિકાએ બીજી T20 મેચમાં ભારતને 3 વિકેટે હરાવ્યું છે. આ સાથે આફ્રિકાએ ચાર ટી20 મેચોની સિરીઝમાં એક પોઈન્ટથી બરાબર કરી લીધી છે. આ લો સ્કોરિંગ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 124 રન બનાવ્યા હતા. જવાબમાં યજમાન દક્ષિણ આફ્રિકાએ 6 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ અને ગેરાલ્ડ કોએત્ઝીએ આફ્રિકાની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

U-18 Asia Cup 2026 : મહિલા હોકી ટીમે સિંગાપોરને 25-0થી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી એન્ટ્રી









