- આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20
- ગકેબરાહના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં મેચ
- પ્રથમ મેચ વરસાદના કારણે કરવામાં આવી હતી રદ
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 સિરીઝની બીજી મેચ રમાશે. આ મેચ ગકેબરાહના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. પ્રથમ મેચ રદ્દ થયા બાદ સિરીઝ જીતવા માટે ભારત અને આફ્રિકાની ટીમોએ બંને મેચ જીતવી પડશે.
પિચ રિપોર્ટ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20 ગકેબરાહના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાશે, જ્યાં અત્યાર સુધી માત્ર ત્રણ T20 મેચ રમાઈ છે. અહીંની પીચ ફાસ્ટ બોલરો માટે મદદરૂપ છે. પિચ પર સારો ઉછાળો જોવા મળે છે. તેથી, ટોસ અહીં વધુ ભૂમિકા ભજવશે નહીં. મેદાન પર રમાયેલી ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી, પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ તેમાંથી 2 જીતી છે. આ મેદાન પર રમાયેલી SA T20 લીગની પાંચ મેચોમાં 3 મેચ રનચેઝ કરતા ટીમ અને 2 મેચ પ્રથમ બેટિંગ કરતી ટીમ જીતી છે. આવી સ્થિતિમાં કોઈપણ ટીમ ટોસ જીતવાની સાથે મેચ જીતી શકે છે. પરંતુ વાદળછાયા વાતાવરણમાં, જે કેપ્ટન ટોસ જીતે છે તે બોલિંગ પસંદ કરવાનું પસંદ કરી શકે છે.
વેધર રિપોર્ટ
સાઉથ આફ્રિકાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગકેબરહામાં યોજાનારી T20 મેચ દરમિયાન વરસાદની 60 ટકા શક્યતા છે. ગકેબરહાનું તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આ મેચ સાઉથ આફ્રિકાના સ્થાનિક સમય પ્રમાણે સાંજે 5 વાગ્યે શરૂ થશે. અટેલે કે ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થશે. હવે જોવાનું રહેશે કે સાંજ સુધીમાં ત્યાંના હવામાનમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં.
બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત: યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ/શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મુકેશ કુમાર, કુલદીપ યાદવ/રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.
સાઉથ આફ્રિકા: રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રીટ્ઝકે, એડન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, ડોનોવન ફેરેરા, માર્કો યાન્સન/એન્ડી ફેહલુકવાયો, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્ઝી, નાન્દ્રે બર્જર, તબરેઝ શમ્સી.