ભારત અને દક્ષિણ આફ્રિકા આજે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે ટકરાવા જઈ રહી છે. ભારત સિરીઝમાં અજેય લીડ ધરાવે છે. ભારત હાલમાં 2-1થી આગળ છે. પ્રવાસી ટીમ ઈન્ડિયા 3-1થી જીત નોંધાવવા ઈચ્છે છે જ્યારે યજમાન દક્ષિણ આફ્રિકા સિરીઝ 2-2થી બરાબર કરવા ઈચ્છે છે. સંજુ સેમસન અને તિલક વર્માની સદીઓ અને અભિષેક શર્માની ફોર્મમાં વાપસી ભારત માટે રાહતરૂપ હશે, પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહનું આઉટ ઓફ ફોર્મ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે.