• ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ
    રચ્યો
  • સિરાજ અને બુમરાહનું ભારતને મેચ જીતાડવામાં મહત્વનું યોગદાન
  • બોલની દ્રષ્ટિએ સમાપ્ત થનારી શોર્ટેસ્ટ ટેસ્ટ

ભારતીય ટીમે કેપટાઉનમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. કેપટાઉનના ન્યુલેન્ડ્સ ખાતે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ જીત હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહે ભારતને મેચ જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ માત્ર દોઢ દિવસમાં પૂરી થઈ ગઈ છે. બોલની દ્રષ્ટિએ આ સૌથી ટૂંકી ટેસ્ટ મેચ હતી. આ સિવાય આ મેચમાં બીજા ઘણા રેકોર્ડ બન્યા હતા. તો ચાલો જાણીએ કેપટાઉન ટેસ્ટના પાંચ મોટા રેકોર્ડ.

બોલની દ્રષ્ટિએ સમાપ્ત થનારી શોર્ટેસ્ટ ટેસ્ટ

  • 642 બોલ - દક્ષિણ આફ્રિકા વિ ભારત, કેપ ટાઉન, 2024 (આજની મેચ)
  • 656 બોલ - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, મેલબોર્ન, 1932
  • 672 બોલ - વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, બ્રિજટાઉન, 1935
  • 788 બોલ - ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, માન્ચેસ્ટર, 1888
  • 792 બોલ - ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ, 1888.

દક્ષિણ આફ્રિકામાં ભારતની પાંચમી ટેસ્ટ જીત, કેપટાઉનમાં પ્રથમ

આ મેચ દ્વારા ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકામાં પાંચમી ટેસ્ટ જીતી હતી. કેપટાઉનમાં ભારતની આ પ્રથમ ટેસ્ટ જીત હતી. ટીમ ઈન્ડિયા કેપટાઉનમાં ટેસ્ટ જીતનારી પ્રથમ એશિયન ટીમ બની છે.

દક્ષિણ આફ્રિકામાં ભારતની ટેસ્ટ જીત

  • 123 રનથી- જોહાનિસબર્ગ, 2006
  • 87 રનથી - ડરબન, 2010
  • 63 રનથી - જોહાનિસબર્ગ, 2018
  • 113 રનથી - સેન્ચુરિયન, 2021
  • 7 વિકેટે - કેપટાઉન, 2024 (આજની મેચ)

સેના દેશોમાં ભારતની સૌથી મોટી જીત (વિકેટની દ્રષ્ટિએ)

  • 10 વિકેટથી- ન્યુઝીલેન્ડ સામે, હેમિલ્ટન, 2009
  • 8 વિકેટથી- ન્યુઝીલેન્ડ સામે, વેલિંગ્ટન, 1968
  • 8 વિકેટથી - ન્યુઝીલેન્ડ સામે, ઓકલેન્ડ, 1976
  • 8 વિકેટે - ઓસ્ટ્રેલિયા વિ મેલબોર્ન, 2020
  • 7 વિકેટે- ઈંગ્લેન્ડ સામે, નોટિંગહામ, 2007
  • 7 વિકેટે- દક્ષિણ આફ્રિકા સામે, કેપટાઉન, 2024 (આજની મેચ)

ભારત સામે બંને ઇનિંગનો ટોટલ સ્કોર (બંને ઇનિંગમાં ઓલઆઉટ)

  • 193 રન - ઈંગ્લેન્ડ (અમદાવાદ, 2021)
  • 212 રન - અફઘાનિસ્તાન (બેંગલુરુ, 2018)
  • 229 રન - ન્યુઝીલેન્ડ (મુંબઈ WS, 2021)
  • 230 રન - ઈંગ્લેન્ડ (લીડ્સ, 1986)
  • 231 રન - દક્ષિણ આફ્રિકા (કેપટાઉન, 2024) - (આજની મેચ)

ઝડપી બોલરોએ તમામ 20 વિકેટ ઝડપી

  • ભારત વિ દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2018
  • ભારત વિ ઈંગ્લેન્ડ, નોટિંગહામ, 2021
  • ભારત વિ દક્ષિણ આફ્રિકા, કેપટાઉન, 2024 (આજની મેચ)
  • Follow us on: