કમિન્સે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હંમેશા ખૂબ જ પડકારજનક હોય છે. 5 ટેસ્ટ મેચની સિરીઝ વધુ સ્પર્ધાત્મક હશે.' ઓસ્ટ્રેલિયન કેપ્ટને સ્વીકાર્યું હતું કે ભારત સામે છેલ્લી ચાર ટેસ્ટ સિરીઝ ગુમાવનાર તેની ટીમ પર દબાણ રહેશે. તેણે કહ્યું, 'અમારી પોતાની ધરતી પર રમતા વખતે હંમેશા દબાણ રહે છે અને તે એક સારો પડકાર હશે, પરંતુ અમે વધુ આગળનું વિચારી રહ્યા નથી.' બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવું શાનદાર રહેશે. ભારતીય ટીમ ઘણી સારી છે, પરંતુ અમારી તૈયારી પણ નક્કર છે.
પોતાની નેચરલ ગેમ રમવી પડશે
કમિન્સે એમ પણ કહ્યું કે નવા બેટ્સમેન નાથન મેકસ્વિનીએ ડેવિડ વોર્નરની નકલ કરવાને બદલે પોતાની કુદરતી રમત બતાવવી પડશે. વોર્નરે આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે પોતાની કુદરતી રમત દેખાડવી પડશે. ડેવિડ વોર્નરની જેમ રમવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તે તેની નેચરલ ગેમ નથી.
નિતીશ રેડ્ડી પર પેટ કમિન્સે શું કહ્યું?
ભારતના પ્રતિભાશાળી ઓલરાઉન્ડર અને IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદના તેના સાથી ખેલાડી નીતિશ રેડ્ડી વિશે તેણે કહ્યું, 'તે સનરાઈઝર્સ માટે વધુ બોલિંગ નથી કરતો, પરંતુ તે બોલને સ્વિંગ કરવામાં માહિર છે.'
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (c), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (wk), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (wk), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નિતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (c), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક.
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (નવેમ્બર 2024 - જાન્યુઆરી 2025)
- 22-26 નવેમ્બર: 1લી ટેસ્ટ, પર્થ
- 6-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ
- 14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન
- 26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન
- 03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની