• આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે
  • કોલકતાના ઈડન ગાર્ડન ખાતે મેચ રમાઈ રહી છે
  • કોલકાતા પોલીસે BCCI પ્રમુખને નોટિસ ફટકારી છે
કોલકાતાના ઈડન ગાર્ડનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપ 2023ની શાનદાર મેચ રમાઈ રહી છે. તેની વચ્ચે ટિકિટના વેચાણને લઈને હોબાળો થઈ રહ્યો છે. ક્રિકેટ ફેન્સનો આરોપ છે કે ટિકિટના વેચાણમાં બ્લેક માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. ફરિયાદ નોંધાયા બાદ કોલકાતા પોલીસે BCCIને નોટિસ પાઠવી છે. પોલીસે BCCI પાસેથી રવિવારે ઈડન ગાર્ડનમાં યોજાનારી વર્લ્ડ કપ મેચની ટિકિટના વેચાણ અંગે માહિતી માંગી છે.

કોલકતા પોલીસે BCCI પ્રમુખને નોટિસ ફટકારી
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની 37મી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. આ દરમિયાન કોલકાતા પોલીસે BCCIના પ્રમુખ રોજર બિન્નીને ટિકિટના બ્લેક
માર્કેટિંગના આરોપોને લઈને નોટિસ પાઠવી છે.


ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની 37મી મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્તેજના છે. આ દરમિયાન ટિકિટનું બ્લેક માર્કેટિંગ પણ જોવા મળ્યું છે, જેને લઈને કોલકાતા પોલીસે BCCIને નોટિસ પાઠવી છે. આ અંગે એક અધિકારીએ આ માહિતી આપી.

રોજર બિન્નીને શનિવારે નોટિસ જારી કરવામાં આવી છે
અધિકારીએ કહ્યું કે કોલકાતા પોલીસે ટિકિટના બ્લેક માર્કેટિંગના આરોપો વચ્ચે બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીને નોટિસ પાઠવી છે. પોલીસે બિન્નીને ટિકિટના વેચાણ અંગે માહિતી માંગી છે. અધિકારીએ જણાવ્યું કે રોજર બિન્નીને શનિવારે રાત્રે નોટિસ મોકવામાં આવી છે. આ નોટિસમાં તેમને ટિકિટના બ્લેક માર્કેટિંગ અંગે મળેલી ફરિયાદોની તપાસ કરી રહેલા મેદાન પોલીસ સ્ટેશનના અધિકારીને દસ્તાવેજો જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. કોલકાતા પોલીસે ટિકિટના બ્લેક માર્કેટિંગ મામલે અત્યાર સુધીમાં 19 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકો પાસેથી 108 ટિકિટો જપ્ત કરવામાં આવી છે. આ સાથે સાત કેસ પણ નોંધાયા છે.
  • Follow us on: