ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર સિરીઝ શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. ઓપ્ટસ સ્ટેડિયમમાં ટોસનું ઘણું મહત્વ રહ્યું છે. જો આંકડાઓ પર નજર કરીએ તો, આ સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી ચારેય મેચમાં ટોસ જીતનારી ટીમે જીત મેળવી છે. જો એક રીતે જોવામાં આવે તો અહીં જે ટીમ ટોસ જીતશે તે ઘણી હદ સુધી મેચ જીતશે.
ટોલ જીતીને બેટિંગ કરવા માંગશે બન્ને ટીમ
પર્થમાં જે પણ કેપ્ટન ટોસ જીતશે, તે પહેલા બેટિંગ કરવા માંગશે. ઓપ્ટસ સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 456 છે. આ સિવાય ટીમોએ ચાર મેચમાં માત્ર એક જ વાર ચોથી ઇનિંગમાં 200થી વધુ રન બનાવ્યા છે, જે પિચની સ્થિતિ દર્શાવે છે. અત્યાર સુધી ચોથી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાના અનુભવી સ્પિનર નાથન લિયોને સૌથી વધુ 17 વિકેટ લીધી છે, જેમાં બે વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ સામેલ છે.
https://twitter.com/CricCrazyJohns/status/1859454885072339156
પર્થ સ્ટેડિયમ પિચ રિપોર્ટ
પર્થની પીચ તેની સ્પીડ અને બાઉન્સ માટે જાણીતી છે. જો કે, ઓપ્ટસ સ્ટેડિયમ ડ્રોપ-ઇન પીચનો ઉપયોગ કરે છે, જે મેદાનથી દૂર તૈયાર કરવામાં આવે છે અને બાદમાં સ્ક્વેરમાં સ્થાપિત કરવામાં આવે છે. આ કારણે વિકેટના સ્વભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સ્પિનરોએ WACA ખાતે 44 મેચોમાં 44ની એવરેજથી 229 વિકેટ લીધી હતી. નવા પર્થ સ્ટેડિયમમાં, સ્પિનરોએ 33ની સરેરાશથી 37 વિકેટ લીધી છે.
પર્થમાં ફાસ્ટ બોલરોનો ચાલ્યો છે જાદુ
સ્પિનરોને થોડી મદદ મળી રહી હોવા છતાં ઝડપી બોલરોએ પર્થ સ્ટેડિયમમાં વર્ચસ્વ જમાવ્યું છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી ફાસ્ટ બોલરે 29.71ની એવરેજથી 102 વિકેટ ઝડપી છે. અહીં કેપ્ટન ફાસ્ટ બોલરોનો વધુ ઉપયોગ કરે છે. અત્યાર સુધી આ સ્ટેડિયમમાં સ્પિનરોએ 393 ઓવર ફેંકી છે જ્યારે ઝડપી બોલરોએ 1014 ઓવર ફેંકી છે.