ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની છેલ્લી અને ચોથી મેચ જોહાનિસબર્ગમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે એકદમ સાચો સાબિત થયો. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા. સંજુ સેમસન અને તિલક વર્માએ સાઉથ આફ્રિકાના બોલરોને પછાડ્યા હતા. આ મેચમાં બંને બેટ્સમેનોએ શાનદાર સદી ફટકારી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 283 રન બનાવ્યા હતા.

આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા

વિદેશમાં સૌથી મોટું ટોટલ

ચોથી T20 મેચમાં ભારતીય બેટ્સમેનોનો ધમાકો જોવા મળ્યો હતો. સંજુ સેમસન અને તિલક વર્માએ સાઉથ આફ્રિકાના દરેક બોલરને ધક્કો માર્યો હતો. વિદેશી ધરતી પર ટી20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાનો આ સૌથી મોટો સ્કોર બની ગયો છે.

https://twitter.com/BCCI/status/1857468875194994750

સંજુ સેમસન એક વર્ષમાં 3 સદી ફટકારી

સંજુ સેમસન આજે અલગ ફોર્મમાં લાગતો હતો. સંજુ આવતાની સાથે જ તેણે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા સંજુ બીજી અને ત્રીજી મેચમાં ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. જે બાદ હવે ચોથી મેચમાં ફરી તેના બેટમાંથી શાનદાર સદી જોવા મળી છે. આ સિરીઝમાં સંજુની આ બીજી સદી છે. સંજુએ પ્રથમ મેચમાં પણ સદી ફટકારી હતી. હવે સંજુ એક વર્ષમાં ત્રણ T20 ઈન્ટરનેશનલ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

https://twitter.com/BCCI/status/1857467381888454904

પ્રથમ વખત એક ઇનિંગ્સમાં 2 સદી

આ મેચમાં ભારત તરફથી સંજુ સેમસન અને તિલક વર્માએ શાનદાર સદી ફટકારી હતી. આ પહેલીવાર બન્યું છે કે ટી20 મેચમાં બે બેટ્સમેનોએ સદી ફટકારી હોય.

https://twitter.com/BCCI/status/1857463006549901712

સૌથી મોટી ભાગીદારી

આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી T20 ઈન્ટરનેશનલની સૌથી મોટી ભાગીદારી જોવા મળી છે. બેટિંગ કરતી વખતે સંજુ સેમસન અને તિલક વર્માએ 210 રનની અણનમ ભાગીદારી કરી હતી.

https://twitter.com/BCCI/status/1857463710849130956

એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા

ચોથી T20માં ભારતીય બેટ્સમેનો તરફથી સિક્સરનો વરસાદ જોવા મળ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા દ્વારા કુલ 23 સિક્સર ફટકારવામાં આવી હતી. હવે T20 ઈન્ટરનેશનલમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ ટીમ ઈન્ડિયાના નામે નોંધાઈ ગયો છે. આ મેચમાં ભારત માટે તિલક વર્માએ 10 સિક્સર, સંજુ સેમસને 9 અને અભિષેક શર્માએ 4 સિક્સર ફટકારી હતી.