- ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ મેચ
- ભારતીય ટીમ 11મી વખત ફાઈનલમાં પહોંચી
- ટીમ ઈન્ડિયાએ 7 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો
ભારતની ઈનિંગ
એશિયા કપ 2023માં ભારતીય ટીમની 10 વિકેટે જીત થઈ છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ભારતીય બોલર્સે 50 રન પર શ્રીલંકાની ટીમને ઓલઆઉટ કરી હતી. જેથી ભારતને જીત માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના પ્રાપ્ત કર્યો છે. આ જીત સાથે ભારત 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યું છે.
45/0(5 ઓવર)- શ્રીલંકાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભારત માટે શુભમન ગિલ 23 અને ઈશાન કિશન 21 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
34/0(4 ઓવર)- ફાઈનલ મેચ ભારતની તરફેણમાં થઈ છે. ભારતનો ઓપનર શુભમમ ગિલ 19 અને ઈશાન કિશન 14 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
32/0(3 ઓવર)- ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ મેચની બીજી ઈનિંગ શરૂ થઈ છે. ભારત માટે શુભમન ગિલ અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા છે. શુભમન ગિલ 8 બોલ પર 18 રન કરીને અને ઈશાન કિશન 10 બોલ પર 13 રન કરીને અત્યારે બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકા માટે મથીશા પથિરાનાએ 1 ઓવર નાખી છે. જેમાં પથિરાનાએ 10 રન આપ્યા છે. સાથે પ્રમોદ મધુશને 2 ઓવર નાખી છે. જેમાં તેણે 21 રન આપ્યા છે.
શ્રીલંકાની ઈનિંગ
50/8(15.2 ઓવર)- ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 50 રન પર ઓલઆઉટ થઈ છે. જેથી ભારતને જીત માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો છે. શ્રીલંકા માટે સૌથી વધુ 17 રન વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે કર્યા છે. આ ઉપરાંત પથુમ નિસાંકા 2, કુલસ પરેરા શૂન્ય, સદીરા સમરાવિક્રમા શૂન્ય,ચરિથ અસલંકા શૂન્ય,ધનંજય ડિ સિલ્વા 4, દાસુન શનાકા શૂન્ય, ડિનુથ વેલ્લાલાગે 8, પ્રમોદ મધુશન 1 અને મથીશા પથિરાના શૂન્ય પર આઉટ થયો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 7 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 21 રન આપીને 6 વિકેટ લીધી છે. સાથે હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં 3 રન આપીને 3 વિકેટ અને જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ લીધી છે.
50/8(15 ઓવર)- ભારતીય બોલર્સે ફાઈનલ મેચમાં દબદબો યથાવત્ રાખ્યો છે. 11થી 15 ઓવરમાં ભારતે રન આપીને 2 વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાઝે 4 બોલ પર શૂન્ય રન કરનારા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાને અને હાર્દિક પંડ્યાએ 21 બોલ પર 8 રન કરનારા ડુનિથ વેલ્લાલાગેને આઉટ કર્યો છે. અત્યારે શ્રીલંકા માટે દુશાન હેમંથા 15 બોલ પર 13 રન કરીને અને પ્રમોદ મધુશન 5 બોલ પર 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 23 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 7 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 21 રન આપવા સાથે 6 વિકેટ લીધી છે. આ ઉપરાંત ભારતીય ટીમના ઉપ-કેપ્ટન હાર્દિક પંડ્યાએ 2 ઓવરમાં 3 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે કુલદીપ યાદવે 1 ઓવરમાં 1 રન આપ્યો છે.
31/6(10 ઓવર)- ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી ફાઈનલ મેચમાં ભારતીય બોલરનો દબદબો જોવા મળી રહ્યો છે. ફાઈનલની પ્રથમ 10 ઓવરમાં જ ભારતીય બોલર્સે શ્રીંલાકાના 6 ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અત્યારે શ્રીલંકા માટે કુલસ મેન્ડિસ 32 બોલ પર 17 રન કરીને અને ડિનુથ વેલ્લાલાગે 13 બોલ પર 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન ઓવર સાથે 5 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 23 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે પણ 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 7 રન આપીને 5 વિકેટ લીધી છે.
12/5(5 ઓવર)- ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઈનલ મેચ શરૂ થઈ છે. આ મેચમાં ભારતીય બોલર્સનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પોતાની પ્રથમ ઓવરમાં જ 2 બોલમાં શૂન્ય રન કરનારા શ્રીલંકાના ઓપનર કુસલ પરેરાને આઉટ કર્યો છે. અને મોહમ્મદ સિરાઝે ઈનિંગની ત્રીજી ઓવરમાં 4 બોલમાં 2 રન કરનારા પથુમ નિસાંકાને 2 બોલમાં શૂન્ય રન કરનારા સમરવિક્રમા અને અને 1 બોલમાં શૂન્ય રન કરનારા ચરિથ અસલંકાને અને 2 બોલમાં 4 રન કરનારા ધનંજય ડિ સિલ્વાને આઉટલ કર્યો છે. અત્યારે શ્રીલંકા માટે કુસલ મેન્ડિસ 19 બોલ પર 5 રન કરીને અને દાસુન શનાકા બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે જસપ્રીત બુમરાહે 1 મેડવ સથે 3 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 8 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મ સિરાઝ 1 મેડન સાથે 2 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 4 રન આપીને 4 વિકેટ લીધી છે.
શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
એશિયા કપ 2023ની ફાઈનલ મેચ માટે ટોસ થયો છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ કોલંબોના આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ માત્ર 1 મેચ હારી છે. જેથી આજની મેચ જીતવા માટે ભારતીય ટીમ મેદાને ઉતરશે.
આજે એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમવામાં આવશે. આ મેચ કોલંબોમાં આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમવામાં આવશે. આજની આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની છે. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. ભારત 11મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું છે. ટીમ ઈન્ડિયાએ 7 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે, જ્યારે શ્રીલંકાએ 5 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે.
ભારત અને શ્રીલંકા ODIમાં સામસામે
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 166 ODI મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 97 મેચ જીતી છે જ્યારે શ્રીલંકાએ 57 મેચ જીતી છે. 11 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી, જ્યારે એક મેચમાં ડ્રો થયો હતો. આ આંકડાઓ અનુસાર ફાઈનલમાં ભારતીય ટીમનું પલડું ભારે છે.
એશિયા કપમાં ભારત-શ્રીલંકા હેડ ટૂ હેડ
એશિયા કપના ઈતિહાસમાં ભારત અને શ્રીલંકાની ટીમ કુલ 22 વખત આમને-સામને આવી છે. જેમાંથી ભારતની 11 મેચમાં અને શ્રીલંકાની પણ 11 મેચમાં જીત થઈ છે. જેથી આજની મેચ ખૂબ રોમાંચક બનવાની સંભાવના છે. જો કે, આ વખતે એશિયા કપમાં ભારતે શ્રીલંકાને સુપર 4 મેચમાં એક વખત હરાવ્યું છે. એશિયા કપ ફાઇનલમાં ભારત અને શ્રીલંકા કુલ 8 વખત સામસામે આવી છે. જેમાંથી ભારતે 5 વખત જીત મેળવી છે, જ્યારે શ્રીલંકા 3 વખત જીત્યું છે.
ભારત-શ્રીલંકા ODI હેડ ટૂ હેડ
| કુલ મેચ | 166 |
| ભારતની જીત | 97 |
| શ્રીલંકાની જીત | 57 |
| નો રિઝલ્ટ | 11 |
| ડ્રો | 1 |
80 ટકા વરસાદ થવાની સંભાવના
મળતી માહિતી મુજબ, મેચ દરમિયાન કોલંબોમાં 80 ટકા વરસાદની સંભાવના છે. મેચના દિવસે બપોરે 1 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી વરસાદ થઈ શકે છે. જેના કારણે મેચમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. આ ઉપરાંત આ દરમિયાન પવન પણ 15થી 20 કિમી પ્રતિકલાકે ફૂંકાવાની શક્યતા છે. સાથે તાપમાન 25-30 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે. જો કે, ફાઈનલ મેચ માટે 18 સપ્ટેમ્બર રિઝર્વ ડે છે.
ટૂર્નામેન્ટમાં ભારત અને શ્રીલંકાનું પ્રદર્શન
એશિયા કપ 2023માં ભારત અને શ્રીલંકા બંને ટીમની ફાઈનલમાં પહોંચવા પહેલાં 1-1 હાર થઈ છે. ભારતીય ટીમની સુપર-4માં બાંગ્લાદેશ વિરુદ્ધ 6 રને હાર થઈ હતી. સાથે શ્રીલંકાની સુપર-4માં ભારત વિરુદ્ધ 41 રને હાર થઈ હતી. આ ઉપરાંત બંને ટીમે એક પણ મેચ ગુમાવી નથી. જો કે, વરસાદના કારણે ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની મેચ રદ કરવામાં આવી હતી. સાથે શ્રીલંકાએ બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ મેચ રદ થયા બાદ ભારતીય ટીમે સળંગ 3 મેચમાં જીત મેળવી હતી અને ફાઈનલ પહેલાં બાંગ્લાદેશ વિરુદ્ધ હાર થઈ હતી. સાથે શ્રીલંકાએ પણ પોતાની શરૂઆતી 3 મેચમાં જીત મેળવી હતી અને ચોથી મેચમાં હાર થઈ હતી. જે બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાએ 5મી મેત જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
ફાઈનલ માટે બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
ભારત- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ(વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ,મોહમ્મદ સિરાઝ
શ્રીલંકા- પથુમ નિસાંકા, કુલસ પરેરા, કુસલ મેન્ડિસ(વિકેટકીપર), સદીરા સમરાવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડિ સિલ્વા, દાસુન શનાકા(કેપ્ટન), ડિનુથ વેલ્લાલાગે, દુશાન હેમંથા, પ્રમોદ મધુશન, મથીશા પથિરાના










