• ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
  • કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
  • ભારતીય ટીમની શાનદાર જીત

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં ભારતની રને જીત થઈ છે. આ મેચમાં ભારતે ટોસ જીત્યા બાદ પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ 49.1 ઓવરમાં ભારતીય ટીમ 213 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. જેથી 214 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ રન પર ઓલઆઉટ થઈ છે. શ્રીલંકા માટે સૌથી વધુ અણનમ 42 રન ડુનિથ વેલ્લાલાગેએ કર્યા છે, જ્યારે ભારત માટે સૌથી વધુ 4 વિકેટ કુલદીપ યાદવે લીધી છે. આ મેચ જીતવા સાથે ભારતે એશિયા કપ 2023ના ફાઈનલ માટે ક્વોલીફાઈ કર્યું છે.

શ્રીલંકાની ઈનિંગ

170/7 (40 ઓવર)- શ્રીલંકાની વિકેટ લેવા માટે સંઘર્ષ કરતી ભારતીય ટીમને રવિન્દ્ર જાડેજાએ સફળતા અપાવી છે. જાડેજાએ 66 બોલમાં 41 રન કરનારા ધનંજય ડિ સિલ્વાને આઉટ કર્યો છે. હવે શ્રીલંકા માટે ડુનિથ વેલ્લાલાગે 44 બોલ પર 41 રન કરીને અને મહેશ તીક્ષ્ણા 11 બોલ પર 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન સાથે 7 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 30 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે 2 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 17 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે હાર્દિક પંડ્યાએ 4 ઓવર નાખી છે. જેમાં 12 રન આપ્યા છે. આ ઉપરાંત કુલદીપ યાદવે 9 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ અને જાડેજાએ 10 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે જ અક્ષર પટેલે 5 ઓવરમાં 29 રન આપ્યા છે.

154/6 (35 ઓવર)- ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી મેચમાં 35 ઓવરની રમત પૂર્ણ થઈ છે. અત્યારે શ્રીલંકા માટે ધનંજય ડિ સિલ્વા 58 બોલમાં 40 રન કરીને અને ડુનિથ વેલ્લાલાગે 33 બોલ પર 28 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે બુમરાહે 7 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ કુલદીપે 9 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ અને જાડેજાએ 7 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી છે.

125/6 (30 ઓવર)- ભારતીય બોલર્સે 26થી 30 ઓવરમાં શ્રીલંકાના વધુ એક ખેલાડીને આઉટ કર્યો છે. 25.1 ઓવરમાં જાડેજાએ 13 બોલમાં 9 રન કરનારા દાસુન શનાકાને આઉટ કર્યો છે. અત્યારે શ્રીલંકા માટે ધનંજય ડિ સિલ્વા 47 બોલમાં 31 રન કરીને અને ડુનિથ વેલ્લાલાગે 14 બોલ પર 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે બુમરાહે 5 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ કુલદીપે 7 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ અને જાડેજાએ 7 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી છે.

99/5(25 ઓવર)-ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી મેચની બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ છે. 25 ઓવર બાદ શ્રીલંકાએ 5 વિકેટના નુકસાને 99 રન બનાવ્યા છે. અત્યારે શ્રીલંકા માટે ધનંજય ડિ સિલ્વા 31 બોલ પર 21 રન કરીને અને દાસુન શનાકા 12 બોલ પર 9 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલર્સની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 21 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે 2 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 17 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે હાર્દિક પંડ્યાએ 1 ઓવર નાખી છે. જેમાં 3 રન આપ્યા છે. સાથે કુલદીપ યાદવે 7 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 15 રન અને અક્ષર પટેલે 3 ઓવરમાં 14 રન આપ્યા છે.

79/5(20 ઓવર)- ભારતીય ટીમને વધુ એક સફળતા મળી છે. કુલદીપ યાદવે 17.3 ઓવરમાં 31 બોલમાં 17 રન કરનારા સદિરા સમરવિક્રમાને આઉટ કર્યો છે. સાથે 19.2 ઓવરમાં 35 બોલ પર 22 રન કરનારા ચારિથ અસલંકાને આઉટ કર્યો છે. અત્યારે શ્રીલંકા માટે ધનંજય ડિ સિલ્વા 10 બોલ પર 6 રન કરીને અને દાસુન શનાકા 3 બોલ પર 5 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે જસપ્રીત બુમરાહે 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 21 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ સિરાઝે 2 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 17 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે હાર્દિક પંડ્યાએ 1 ઓવર નાખી છે. જેમાં 3 રન આપ્યા છે. સાથે કુલદીપ યાદવે 5 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 15 રન આપ્યા છે.

56/3 (15 ઓવર)- ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી મેચમાં ભારતીય સ્પિનર્સ પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. અત્યાર શ્રીલંકા માટે સાદિરા સમરવિક્રમા 24 બોલ પર 12 રન કરીને અને ચારિથ અસલંકા 25 બોલ પર 15 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, બુમરાહે 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં 21 રન આપીને 2 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ સિરાઝે 2 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 17 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે કુલદીય યાદવ અને જાડેજાએ 2-2 ઓવર નાખી છે. જેમાં બંનેએ 6-6 રન આપ્યા છે.

39/3 (10 ઓવર)- ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી મેચમાં ભારતીય બોલર્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. 10 ઓવરમાં ભારતીય બોલર્સે શ્રીલંકાના 3 ખેલાડીને આઉટ કર્યા છે. 6થી 10 ઓવરમાં 16 બોલ પર 15 રન કરનારો કુસલ મેન્ડિસ અને 18 બોલ પર 2 રન કરનારા દિમુથ કરુણારત્ને આઉટ થયો છે. અત્યારે શ્રીલંકા માટે સાદિરા સમરવિક્રમા 8 બોલ પર 4 રન કરીને અને ચારિથ અસલંકા 11 બોલ પર 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, બુમરાહે 1 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં 21 રન આપીને 2 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ સિરાઝે 2 મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 17 રન આપીને 1 વિકેટ લીધી છે.

21/1 (5 ઓવર)- ભારતના બોલર્સનો શ્રીલંકા પર દબદબો જોવા મળી રહ્યો છે. જસપ્રીત બુમરાહે શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકાને પવેલિયનનો રસ્તો બતાવ્યો છે. નિસાંકા 7 બોલ પર 6 રન કરીને આઉટ થયો છે. અત્યારે શ્રીલંકા માટે દિમુથ કરુણારત્ને 11 બોલ પર 3 રન કરીને અને કુસલ મેન્ડિસ 12 બોલ પર 11 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે જસપ્રીત બુમરાહે 1 મેડન સાથે 3 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 13 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ સિરાઝે 1 મેડન સાથે 2 ઓવર નાખી છે. જેમાં સિરાઝે 8 રન આપ્યા છે.

ભારતની ઈનિંગ

213/10 (49.1 ઓવર)- ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ 213 રન પર ઓલઆઉટ થઈ છે. જેથી શ્રીલંકાને જીત માટે 214 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે સૌથી વધુ 53 રન કેપ્ટન રોહિત શર્માએ કર્યા છે, આ સાથે ગિલે 19, કોહલી 3, ઈશાન કિશન 33, કેએલ રાહુલ 39, હાર્દિક 5, જાડેજા 4, અક્ષર પટેલ 26, જસપ્રીત બુમરાહ 5  અને કુલદીપ યાદવ શૂન્ય રન પર આઉટ થયો છે. જ્યારે શ્રીલંકા માટે સૌથી વધુ વિકેટ ડુનિથ વેલ્લાલાગે અને ચારિથ અસલંકાએ લીધી છે. વેલ્લાલાગેએ 10 ઓવરમાં 40 રન આપીને 5 વિકેટ અને અસલંકાએ 9 ઓવરમાં 18 રન આપીને 4 વિકેટ લીધી છે. આ સાથે મહેશ તીક્ષ્ણાએ 9.1 ઓવરમાં 41 રન આપીને 1 વિકેટ લીધી છે.

191/9 (45 ઓવર)- ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 45 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 191 રન બનાવ્યા છે. છેલ્લી 5 ઓવરમાં ભારતના 2 ખેલાડી આઉટ થયા છે. ભારત માટે સૌથી વધુ 53 રન કેપ્ટન રોહિત શર્માએ કર્યા છે, જ્યારે શ્રીલંકા માટે સૌથી વધુ વિકેટ ડુનિથ વેલ્લાલાગે અને ચારિથ અસલંકાએ લીધી છે. વેલ્લાલાગેએ 5 વિકેટ અને અસલંકાએ 4 વિકેટ લીધી છે. અત્યારે ભારત માટે અક્ષર પટેલ 11 રન કરીને અને સિરાઝ શૂન્ય પર બેટિંગ કરી રહ્યા છે.

180/7 (40 ઓવર)- ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી મેચમાં 40 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 40 ઓવર બાદ ભારતે 7 વિકેટના નુકસાને 180 રન બનાવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા 53 કરીને આઉટ થયો છે. સાથે શુભમન ગિલ 19, વિરાટ કોહલી 3, ઈશાન કિશન 33, કેએલ રાહુલ 39, હાર્દિક પંડ્યા 5 અને જાડેજા 4 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે જસપ્રીત બુમરાહ 4 બોલમાં 1 અને અક્ષર પટેલ 9 બોલમાં 5 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, શ્રીલંકા માટે કસુન રાજિથાએ 4 ઓવર નાખી છે. જેમાં 30 રન આપ્યા છે. મહેશ તીક્ષ્ણાએ 5 ઓવરમાં 20, શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 3 ઓવરમાં 24, મથીશા પથિરાનાએ 3 ઓવરમાં 27 અને ડુનિથ વેલ્લાલાગેએ 10 ઓવરમાં 40 રન આપીને 5 વિકેટ લીધી છે. આ ઉપરાંત ધનજંય ડિ સિલ્વાએ 10 ઓવરમાં 28 રન આપ્યા છે. સાથે ચારિથ અસલંકાએ 5 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ લીધી છે.

171/5 (35 ઓવર)- ભારતના ટોપના 5 સ્ટાર ખેલાડી આઉટ થયા છે. શ્રીલંકાના ડુનિથ વેલ્લાગેએ 4 ખેલાડીને અને ચારિથ અસાલંકાએ 1 ખેલાડીને આઉટ કર્યો છે. અત્યારે ભારત હાર્દિક 5 અને જાડેજા 1 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, શ્રીલંકા માટે કસુન રાજિથાએ 4 ઓવર નાખી છે. જેમાં 30 રન આપ્યા છે. મહેશ તીક્ષ્ણાએ 5 ઓવરમાં 20, શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 3 ઓવરમાં 24, મથીશા પથિરાનાએ 3 ઓવરમાં 27 અને ડુનિથ વેલ્લાલાગેએ 9 ઓવરમાં 39 રન આપીને 4 વિકેટ લીધી છે. આ ઉપરાંત ધનજંય ડિ સિલ્વાએ 8 ઓવરમાં 25 રન આપ્યા છે અને ચારિથ અસલંકાએ 3 ઓવરમાં 5 રન આપીને 1 વિકેટ લીધી છે.

154/4 (30 ઓવર)- ભારતના ટોપના 4 સ્ટાર ખેલાડી આઉટ થયા છે. શ્રીલંકાના ડુનિથ વેલ્લાગેએ ચારેય ખેલાડીને આઉટ કર્યા છે. કેપ્ટન રોહિત શર્મા 53 રન કરીને, શુભમન ગિલ 19 રન કરીને કોહલી 3 રન કરીને અને રાહુલ 39 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે ઈશાન કિશન 51 બોલ પર 23 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, શ્રીલંકા માટે કસુન રાજિથાએ 4 ઓવર નાખી છે. જેમાં 30 રન આપ્યા છે. મહેશ તીક્ષ્ણાએ 5 ઓવરમાં 20, શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 3 ઓવરમાં 24, મથીશા પથિરાનાએ 3 ઓવરમાં 27 અને ડુનિથ વેલ્લાલાગેએ 7 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ લીધી છે. આ ઉપરાંત ધનજંય ડિ સિલ્વાએ 8 ઓવરમાં 25 રન આપ્યા છે.

128/3(25 ઓવર)- ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી મેચમાં પ્રથમ ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ભારતે 3 વિકેટના નુકસાને 128 રન બનાવ્યા છે. અત્યારે ભારત માટે ટીમમાં લાંબા સમય બાદ વાપસી કરનારો કેએલ રાહુલ 23 બોલ પર 18 રન કરીને અને ઈશાન કિશન 42 બોલ પર 18 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. સાથે શ્રીલંકા માટે કસુન રાજિથાએ 4 ઓવર નાખી છે. જેમાં 30 રન આપ્યા છે. સાથે મહેશ તીક્ષ્ણાએ 4 ઓવરમાં 17, શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 3 ઓવરમાં 24, મથીશા પથિરાનાએ 3 ઓવરમાં 27 અને ડુનિથ વેલ્લાલાગેએ 5 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ લીધી છે. આ ઉપરાંત ધનજંય ડિ સિલ્વાએ 6 ઓવરમાં રન 18 આપ્યા છે.

109/3(20 ઓવર)- 16થી 20 ઓવરમાં ભારતીય ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ભાતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા 48 બોલમાં 53 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે ઈશાન કિશન 25 બોલ પર 11 રન કરીને અને કેએલ રાહુલ 10 બોલ પર 7 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, શ્રીલંકા માટે કસુન રાજિથાએ 4 ઓવરમાં 30 રન આપ્યા છે. મહેશ તીક્ષ્ણાએ 2 ઓવરમાં 7, શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 3 ઓવરમાં 24, મથીશા પથિરાનાએ 3 ઓવરમાં 27 અને ડુનિથ વેલ્લાલાગેએ 5 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ લીધી છે. સાથે ધનજંય ડિ સિલ્વાએ 3 ઓવરમાં 9 રન આપ્યા છે.

91/2 (15 ઓવર)- ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરવાના નિર્ણયમાં કોઈ ભૂલ કરી નથી. કારણ કે, રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વનડે કરિયરમાં 10 હજાર રન પૂર્ણ કરવા સાથે શ્રીલંકા વિરુદ્ધ ફિફ્ટી પણ ફટકારી છે. રોહિતે આ કારનામું 44 બોલમાં કર્યું છે. સાથે ભારતને છેલ્લી 5 ઓવરમાં 2 ઝટકા પણ લાગ્યા છે. ભારતનો ઓપનર શુભમન ગિલ 25 બોલમાં 19 રન બનાવીને અને રન મશીન વિરાટ કોહલી 12 બોલમાં 3 રન કરીને આઉટ થયો છે. ભારતના આ બંને ખેલાડીની વિકેટ શ્રીલંકાના યુવા બોલર ડુનિથ વેલ્લાગેએ લીધી છે. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 47 બોલ પર 53 રન કરીને અને ઈશાન કિશન 6 બોલ પર 0 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, શ્રીલંકા માટે કસુન રાજિથાએ 4 ઓવરમાં 30 રન આપ્યા છે. મહેશ તીક્ષ્ણાએ 2 ઓવરમાં 7, શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 3 ઓવરમાં 24, મથીશા પથિરાનાએ 3 ઓવરમાં 27 અને ડુનિથ વેલ્લાલાગેએ 2 ઓવરમાં 2 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે ધનજંય ડિ સિલ્વાએ 1 ઓવરમાં 1 રન આપ્યો છે.

65/0 (10 ઓવર)- ભારતના કેપ્ટન રોહિત શર્માએ 6થી 10 ઓવર વચ્ચે એક મોટી સિદ્ધી પોતાના નામે કરી છે. રોહિત શર્માએ 7મી ઓવરમાં સિક્સ ફટકારીને પોતાના વનડે કરિયરના 10 હજાર રન પૂર્ણ કર્યા છે. અત્યાર સુધી 6 ભારતીય પ્લેયર આ કારનામું કરી શક્યા છે. અત્યારે રોહિત શર્મા 37 બોલ પર 39 રન કરીને અને શુભમન ગિલ 23 બોલ પર 18 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. શ્રીલંકા માટે મહેશ તીક્ષ્ણાએ 2 ઓવર નાખી છે. જેમાં મહેશે 7 રન આપ્યા છે. સાથે કસુન રાજિથાએ 4 ઓવરમાં 30 રન, મથીશા પથિરાનાએ 1 ઓવરમાં 4 અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 3 ઓવરમાં 24 રન આપ્યા છે.

25/0 (5 ઓવર)- ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાતી મેચમાં 5 ઓવરની રમત પૂર્ણ થઈ છે. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 20 બોલ પર 12 રન કરીને અને શુભમન ગિલ 10 બોલ પર 12 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. રોહિત અને ગિલ બંનેએ 1-1 ફટકારી છે. શ્રીલંકા માટે મહેશ તીક્ષ્ણાએ 2 ઓવર નાખી છે. જેમાં મહેશે 7 રન આપ્યા છે. સાથે કસુન રાજિથાએ 3 ઓવરમાં 18 રન આપ્યા છે.

ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી

એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ કોલંબોના આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ હજુ એક પણ મેચ હારી નથી. જેથી આજે પણ ભારતીય ટીમ જીતવા માટે મેદાનમાં ઉતરશે.


2023 એશિયા કપમાં ટીમ ઈન્ડિયા આજે એટલે મંગળવારે શ્રીલંકા વિરુદ્ધ મેચ રમશે. આ મેચમાં પણ વરસાદ થવાની સંભાવના છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમવામાં આવશે. સાથે આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.

વરસાદ બગાડી શકે મેચની મજા

ભારત અને શ્રીલંકાના મેચમાં વરસાદ થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, આજની મેચમાં 84 ટકા વરસાદ થવાની સંભાવના છે. જેથી વરસાદ આજની મેચમાં મજા બગાડી શકે છે.

ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ

એશિયા કપ 2023માં આજે ભારત-અને શ્રીલંકા પ્રથમ વખત આમને-સામને આવશે. ભારત ગ્રુપ-સ્ટેજમાં A ગ્રુપમાં હતું અને શ્રીલંકાની ટીમ B- ગ્રુપમાં હતી. જેથી આજે બંને ટીમ વચ્ચે પ્રથમ વખત મેચ રમવામાં આવશે. આજની મેચમાં ભારતીય ટીમે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે, શ્રીલંકા પોતાના હોમ-ગ્રાઉન્ડમાં મેચ રમશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચે ODI ફોર્મેટમાં કુલ 165 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 96 જ્યારે શ્રીલંકાએ 57માં જીત મેળવી છે. હેડ ટૂ હેડ મામલે ભારતીય ટીમનો રેકોર્ડ મજબૂત છે. આ ઉપરાંત રોહિતની સેના અત્યારે સારા ફોર્મમાં છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલે પાકિસ્તાન સામે જોરદાર સદી ફટકારી હતી, જ્યારે શુભમન ગિલ અને રોહિત શર્માએ ફિફ્ટી ફટકારી હતી. બુમરાહે ટીમમાં જોરદાર વાપસી કરી છે, તો કુલદીપે 5 વિકેટ લીધી છે. જેથી આજની મેચમાં ભારત સરળતાથી શ્રીલંકાને હરાવી શકે છે.

ભારત-શ્રીલંકા હેડ ટૂ હેડ

કુલ મેચ 165
ભારતની જીત 96
શ્રીલંકાની જીત 57
ડ્રો 1
નો રિઝલ્ટ 11


બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ.

શ્રીલંકા-  પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), ડુનિથ વેલ્લાલાગે, મહેશ તીક્ષ્ણા, કસુન રાજિથા અને મથીશા પથિરાના.

  • Follow us on: