- ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી શ્રીલંકા સામે ત્રણ મેચની T20 સિરીઝ રમશે
- ટી-20 ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને આપવામાં આવી
- તિલક વર્માને બંને ટીમોમાં તક આપવા માંગતા હતા ગંભીર
ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી શ્રીલંકા પ્રવાસ પર ત્રણ મેચની T20 સિરીઝ રમવા માટે તૈયાર છે. ટી-20 ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને આપવામાં આવી છે. જેમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જો કે બે ખેલાડીઓ એવા છે જેમને વનડે ટીમમાં પણ તક આપવામાં આવી છે. બંને ટીમમાં શિવમ દુબે અને રિયાન પરાગને તક મળી હતી. જો કે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓને ટીમમાં સ્થાન ન મળવાના કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીર એક ખેલાડીને તક આપવા માંગતો હતો, પરંતુ ઈજાએ તેની તક છીનવી લીધી.
તિલક વર્માને ટીમમાં લેવા માંગતો હતો ગૌતમ ગંભીર
ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર યુવા ખેલાડી તિલક વર્માને શ્રીલંકા વિરૂદ્ધ ટી-20 અને વનડે બંને ટીમોમાં તક આપવા માંગતા હતા, પરંતુ ઈજાના કારણે તે ચૂકી ગયા. એક અહેવાલ મુજબ પાવર હિટર તિલકને હાથમાં ઈજા થઈ છે.
ઈજાને કારણે બહાર થયો હતો તિલક વર્મા
આ ઈજાને કારણે તે આઈપીએલમાંથી પણ બહાર થઈ ગયો હતો. તિલક આજ સુધી આમાંથી સાજા થઈ શક્યા નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના કારણે જ રિયાન પરાગને બંને ટીમમાં જગ્યા મળી છે. સુત્રોના જણાવ્યા અનુસાર રિયાન પરાગ સારી બોલિંગની સાથે સાથે શાનદાર ફિલ્ડિંગ પણ કરે છે. પસંદગીકારો તેમને ભવિષ્ય માટે તૈયાર કરવા માંગે છે. તે સફેદ બોલ ક્રિકેટમાં સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
IPLમાં તિલકનું શાનદાર પ્રદર્શન
તિલક વર્માએ આ વર્ષે IPLમાં તોફાન મચાવ્યું હતું. તેણે 13 મેચમાં 41.60ની એવરેજથી 416 રન બનાવ્યા. તેણે ટીમ ઈન્ડિયા માટે 16 T-20 મેચ રમી છે. જેમાં તેણે 33.60ની એવરેજ અને 139.41ની સ્ટ્રાઈક રેટથી 336 રન બનાવ્યા છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણી વખત શાનદાર ઈનિંગ્સ રમી છે.
T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ
સૂર્યકુમાર યાદવ (v), શુભમન ગિલ (vc), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (wk), સંજુ સેમસન (wk), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.
વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (c), શુભમન ગિલ (vc), વિરાટ કોહલી, કેએલ રાહુલ (wk), રિષભ પંત (wk), શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.