• ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પ્રથમ T20 મેચ રમાશે
  • પલ્લેકેલેમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના
  • આ મેચમાં વરસાદની 20-40% શક્યતા છે

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પ્રથમ T20 મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે. ટીમ ઈન્ડિયા પોતાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં પોતાની નવી સફર શરૂ કરશે. T20 વર્લ્ડકપ 2024ના ચેમ્પિયન ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયા પોતાના નવા વલણ સાથે મેદાનમાં ઉતરશે.

ભારતીય ટીમ વિશ્વની T20 રેન્કિંગમાં નંબર-1 ટીમ છે. ટીમ પ્રથમ મેચ જીતીને સિરીઝમાં લીડ લેવાનો પ્રયાસ કરશે. ચાલો આ અહેવાલમાં જાણીએ કે આ મેચમાં હવામાન અને પીચની શું સ્થિતિ છે અને બંને ટીમોમાં કોની ઉપર છે.

શું આજે વરસાદ બનશે વિલન?

ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચમાં વરસાદની 20-40% શક્યતા છે. આકાશમાં 80% વાદળછાયું રહેવાની સંભાવના છે. એવું માનવામાં આવે છે કે જો વરસાદ પડે તો પણ આ મેદાન પર આખી મેચ રમી શકાય છે. વરસાદ બાદ બેટ્સમેનોને પિચ પર વધારાની મદદ મળશે.


બંને ટીમોમાં કોનું પલડું ભારે?

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 T20 મેચ રમાઈ છે. જેમાં ભારતે 19 મેચ જીતી છે. આ સાથે જ શ્રીલંકાએ 9 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે 1 મેચ અનિર્ણિત રહી છે.

પિચ રિપોર્ટ

પલ્લેકેલે સ્ટેડિયમની પીચ બેટ્સમેન અને બોલરો બંનેને સપોર્ટ આપે છે. આ મેદાન પર નવો બોલ બોલરોને સારી રીતે મદદ કરે છે, જો કે જેમ બોલ જૂનો થવા લાગે છે તેમ અહીં શોટ રમવાનું સરળ બને છે. જેમ-જેમ મેચ આગળ વધે છે તેમ-તેમ પીચ બેટ્સમેનોની તરફેણમાં નમવા લાગે છે. ખાસ કરીને સાંજની મેચમાં બીજા દાવમાં બેટિંગ ઘણી સરળ બની જાય છે. આ જ કારણ છે કે આ મેદાન પર ટોસ જીતનારી ટીમો મોટાભાગે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે.

સંભવિત પ્લેઇંગ ઇલેવન

શ્રીલંકા: પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (wk), ચરિથ અસલંકા (c), દાસુન શનાકા, કામિન્દુ મેન્ડિસ, વનિન્દુ હસરાંગા, મહેશ થિક્શાના, દિલશાન મધુશંકા, મથિશા પથિરાના, બિનુરા ફર્નાન્ડો

ભારત: શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (c), રિષભ પંત (wk), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.

  • Follow us on: