• BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી
  • હાર્દિકની જગ્યાએ સૂર્યકુમારને T-20ની કેપ્ટનશીપ મળી
  • ટીમ ઈન્ડિયાની ટીમ વિશેની 5 મોટી વાતો

લાંબી રાહ જોયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 27 જુલાઈથી શરૂ થનારા શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ગુરુવારે ભારતીય ટીમની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટીમની ખાસ વાત એ છે કે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને T-20ની કેપ્ટનશીપ મળશે.

સૂર્યાની સાથે શુભમન ગિલને બંને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા વનડે ટીમનું સુકાન સંભાળશે. જ્યારે વિરાટ કોહલીને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ચાલો જાણીએ ટીમ ઈન્ડિયાની ટીમ વિશેની 5 મોટી વાતો…!

સૂર્યકુમાર યાદવ કેપ્ટન બન્યો

ટી-20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે. BCCI T20 વર્લ્ડ કપ સુધી T20નો કાયમી કેપ્ટન ઈચ્છે છે. હાર્દિક પંડ્યા ભૂતકાળમાં ઘણી વખત ઈજાગ્રસ્ત થયો છે અને કેટલાક અહેવાલોમાં જાણવા મળ્યું હતું કે તે અંગત કારણોસર બ્રેક લેવા માંગતો હતો. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ પસંદગીકારો અને કોચ ગૌતમ ગંભીરની પહેલી પસંદ બની ગયા છે. સૂર્યા અગાઉ ટી-20માં 7 મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. જેમાંથી 5 જીત્યા છે.

રોહિત-વિરાટ બ્રેકમાંથી પરત ફર્યા

કેટલાક રિપોર્ટ્સમાં સામે આવ્યું હતુ કે રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવી શકે છે. T20 વર્લ્ડકપ બાદ રોહિત અમેરિકામાં બ્રેક પર હતો. જ્યારે વિરાટ કોહલી લંડનમાં છે. આ સિરીઝ માટે તેને પરત બોલાવવામાં આવ્યા છે. જોકે જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયા પાસે આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે ઓછો સમય છે. આવી સ્થિતિમાં સિનિયર ખેલાડીઓને આરામ આપી શકાય નહીં. લાંબા સમય બાદ ગૌતમ ગંભીર સાથે વિરાટ કોહલીને જોવાનો ફેન્સ માટે એક અલગ જ અનુભવ હશે.

બંને ટીમમાં રિયાન પરાગ - શિવમ દુબે સામેલ

રિયાન પરાગ અને શિવમ દુબેને ટીમમાં બંને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કેએલ રાહુલે વનડે ટીમમાં જગ્યા બનાવી લીધી છે. રિયાન પરાગને ઝિમ્બાબ્વે સામેની ટી20 સિરીઝમાં સ્થાન મળ્યું છે. હવે તે ટીમ ઈન્ડિયા માટે વનડેમાં પણ ડેબ્યુ કરી શકે છે. શિવમ દુબેને પણ સતત તકો મળી રહી છે. T-20 વર્લ્ડકપની સાથે ઝિમ્બાબ્વે પ્રવાસમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેને ભવિષ્ય માટે ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર તરીકે જોવામાં આવી રહ્યો છે. ઝિમ્બાબ્વે સામે શાનદાર સદી ફટકારનાર અભિષેક શર્માને કોઈ ટીમમાં સ્થાન મળ્યું નથી.

શ્રેયસ ઐયર-હર્ષિત રાણાને મળી જગ્યા

શ્રેયસ ઐયરની વનડે ટીમમાં વાપસી કરવામાં આવી છે. ઐયરે તેની છેલ્લી ODI મેચ 17 ડિસેમ્બર 2023ના રોજ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર રમી હતી. જોકે, ઐયરરને T-20 ટીમમાં જગ્યા મળી શકી ન હતી. KKRના સ્ટાર બોલર હર્ષિત રાણાને T-20ની જગ્યાએ ODI ટીમમાં જગ્યા આપવામાં આવી છે. રાણાને ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝમાં પણ જગ્યા આપવામાં આવી હતી. જોકે તે ડેબ્યૂ કરી શક્યો નહોતો. સંજુ સેમસનને T-20 સિરીઝ માટે તક આપવામાં આવી છે. તે ODIમાં સ્થાન મેળવી શક્યો ન હતો. શ્રીલંકા પ્રવાસ પર ગયેલા રુતુરાજ ગાયકવાડને પણ જગ્યા મળી શકી નથી. તેણે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે T-20 રેન્કિંગમાં પણ 8મા સ્થાને છે.


શુભમન ગિલ ભાવિ કેપ્ટન

શુભમન ગિલને બંને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ કારણે અટકળો લગાવવામાં આવી રહી છે કે તે ભારતનો ભાવિ કેપ્ટન બની શકે છે. ગિલે તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝ 4-1થી જીતી હતી. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યા બાદ તે ગુજરાત ટાઈટન્સની કપ્તાની સંભાળી રહ્યો છે.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય સ્કવોડ

T20 સ્કવોડ: સૂર્યકુમાર યાદવ (c), શુભમન ગિલ (vc), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (wk), સંજુ સેમસન (wk), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.

ODI સ્કવોડ: રોહિત શર્મા (c), શુભમન ગિલ vc), વિરાટ કોહલી, કેએલ રાહુલ (wk), રિષભ પંત (wk), શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.

  • Follow us on: