• પ્રથમ મેચ આજે બપોરે 2:30 કલાકે રમાશે

  • શ્રીલંકાના મથીશા પથિરાનાને ખભાના ભાગે તથા દિલશાન મદુશંકાને હેમસ્ટ્રિંગની ઈજા પહોંચી
  • શ્રીલંકાનો ભારત સામે બધી ફોર્મેટમાં રમાયેલી છેલ્લી 10 મેચોમાં પરાજય

શ્રીલંકાના મથીશા પથિરાનાને ખભાના ભાગે તથા દિલશાન મદુશંકાને હેમસ્ટ્રિંગની ઈજા પહોંચી હતી જેને લીધે તે ભારત સામે રમાનારી ત્રણ મેચની વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે.આ પહેલાં શ્રીલંકાના દુષ્મંથા ચમીરા અને નુવાન તુષારા પણ ઈજાના કારણે બહાર થઈ ચૂક્યા હતા.

ચમીરા અને તુષારા ભારત સામે ટી20 સિરીઝમાં પણ રમ્યા ન હતા. શ્રીલંકન ટીમ મેનેજરે જણાવ્યું હતું કે શ્રીલંકન વનડે ટીમમાં અનકેપ્ડ મોહમ્મદ સિરાજને સામેલ કરવામાં આવ્યો છે. પથિરાનાને ખભાના ભાગે ઈજા પહોંચી છે આ જ સમસ્યા 2023માં રમાયેલા વર્લ્ડકપમાં પણ થઈ હતી જેને લીધે પથિરાનાને વનડે સિરીઝમાં આરામ અપાશે. પથિરાનાને પલ્લેકલમાં ત્રીજી ટી20માં ફિલ્ડિંગ કરતા સમયે ઈજા પહોંચી હતી જેને લીધે ત્રીજી ટી20માં પથિરાના બોલિંગ કરી શક્યો ન હતો. દિલશાન મદુશંકાને પ્રેક્ટિસ કરતા હેમસ્ટ્રિંગમાં દુખાવો થયો હતો. મદુશંકાએ ટી20માં ભારત સામે એક મેચ જ રમી હતી. શ્રીલંકાનો ભારત સામે બધી ફોર્મેટમાં રમાયેલી છેલ્લી 10 મેચોમાં પરાજય થયો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝનો પ્રારંભ થશે. પ્રથમ મેચ આજે બપોરે 2:30 કલાકે રમાશે. ત્રણ મેચની વનડે સિરીઝથી રોહિત શર્મા અને વિરાટ કોહલી પુનરાગમન કરશે. ટી 20 વર્લ્ડકપ 2024 બાદ કોહલી અને રોહિત પ્રથમવાર રમવા માટે મેદાનમાં ઉતરશે.


  • Follow us on: