• ટ્રેનિંગ સેશન દરમિયાન વિરાટ કોહલી પોતાના બેટથી શેડો બેટિંગ કરી રહ્યો હતો
  • તે દરમિયાન વિરાટ કોહલી ફેન્સ પર ગુસ્સે થયો
  • વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની વનડે સિરીઝની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બુધવારે ટ્રેનિંગ સેશન દરમિયાન કોહલીએ ટ્રોલનો સામનો કરવો પડ્યો, જેઓ વિરાટથી થોડે દૂર ઉભા હતા. કોહલી તેના સાથી ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમમાં શેડો બેટિંગ કરતો જોવા મળ્યો હતો, આ દરમિયાન કેટલાક લોકોને 'ચોકલી', 'ચોકલી' કહેતા સાંભળવામાં મળ્યા હતા. વિરાટ કોહલી આનાથી ખુશ ન હતો અને તેને તરત જ પાછળ ફરીને જોયું.

વનડે ટીમમાં સામેલ ખેલાડીઓ પહોંચ્યા શ્રીલંકા

વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શનને નિશાન બનાવવા માટે ટ્રોલર્સ ચોકલી શબ્દનો ઉપયોગ કરે છે. પરંતુ વાયરલ વીડિયોમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની સામે આવું કરવા બદલ ખૂબ જ ગુસ્સામાં જોવા રહ્યો હતો. વિરાટ કોહલી હાલમાં 2 ઓગસ્ટથી શરૂ થનારી વનડે સિરીઝ માટે શ્રીલંકામાં છે. રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત વનડે ટીમમાં સામેલ ખેલાડીઓ અને પહેલી વખત ટીમમાં સામેલ હર્ષિત રાણા રવિવારે શ્રીલંકા પહોંચ્યા હતા.

 

શ્રેયસ અય્યર ટીમમાં પરત ફરશે

ટી20 વર્લ્ડકપમાં ભારતની જીત બાદ રોહિત, વિરાટ અને કુલદીપ યાદવ પહેલી વખત મેદાનમાં ઉતરશે. શ્રેયસ અય્યર પણ શ્રીલંકા સામેની વનડે સિરીઝમાંથી ટીમમાં વાપસી કરશે. તેને ગયા વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે ભારત માટે છેલ્લી મર્યાદિત ઓવરોની મેચ રમી હતી.

 શ્રીલંકા સામેની ત્રણ વનડે મેચની સિરીઝ રમશે ભારત

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા માત્ર 6 વનડે મેચ રમશે. શ્રીલંકા સામે ત્રણ વનડે મેચ અને ઈંગ્લેન્ડ સામે ત્રણ વનડે મેચ આવતા વર્ષે જાન્યુઆરીમાં રમાવાની છે. શ્રીલંકા સામેની ત્રણેય વનડે મેચ આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. પહેલી મેચ 2 ઓગસ્ટ, બીજી 4 ઓગસ્ટ અને ત્રીજી મેચ 7 ઓગસ્ટે રમાશે. આ પહેલા વિરાટ કોહલી અને ટીમના અન્ય ખેલાડીઓએ નેટમાં ઘણો પરસેવો પાડ્યો હતો.

  • Follow us on: