• ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડિઝની ધીમી ગતિ
  • બીજી ટેસ્ટના ત્રીજા દિવસે વરસાદ બન્યો મેચમાં વિઘ્ન 
  • મુકેશ કુમારની બોલ પર કર્ક મેકેન્ઝી આઉટ

વેસ્ટ ઇન્ડિઝના ત્રિનિદાદ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ હતો. આજે વેસ્ટ ઇન્ડિઝએ 86 રન સાથે ત્રીજા દિવસની શરૂઆત કરી હતી. આજે ત્રીજા દિવસના અંગે વેસ્ટ ઈંડિઝએ 5 વિકેટે 229 રન બનાવ્યા છે. 

વેસ્ટ ઇન્ડિઝને ત્રીજો ઝટકો, ક્રેગ બ્રેથવેટ બન્યો અશ્વિનનો શિકાર

પોતાના 50 રન પુરા કરનાર ક્રેગ બ્રેથવેટના રૂપમાં વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો છે. રવિચંદ્રન અશ્વિને કેરેબિયન કેપ્ટન ક્રેગ બ્રેથવેટને બોલ્ડ કર્યો હતો. ક્રેગ બ્રેથવેટે 235 બોલમાં 75 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. હવે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 3 વિકેટે 157 રન છે.

ક્રેગ બ્રેથવેટે પુરા કર્યા 50 રન

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે પોતાના 50 રન પુરા કરી લીધી છે. હાલ, ક્રેગ બ્રેથવેટ 172 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે, જર્માઈન બ્રેથવેટ તેના કેપ્ટનને ટેકો આપી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 2 વિકેટે 120 રન છે.

બીજા દિવસે વરસાદ બન્યો વિઘ્ન

મુકેશ કુમારે ટીમ ઈન્ડિયાને બીજી સફળતા અપાવી છે, પરંતુ વરસાદને કારણે રમત રોકવી પડી હતી. હવે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 2 વિકેટે 117 રન છે, પરંતુ વરસાદને કારણે રમત રોકવી પડી હતી. જો કે મુકેશ કુમારે તેની પ્રથમ ટેસ્ટ વિકેટ મેળવી હતી. તે જ સમયે, મુકેશ કુમારની આ ડેબ્યૂ ટેસ્ટ છે.

વેસ્ટ ઈન્ડિઝને બીજો ફટકો મુકેશ કુમારની બોલ પર કર્ક મેકેન્ઝી આઉટ

ભારતીય ટીમને વધુ એક સફળતા મળી છે. ભારત માટે પ્રથમ ટેસ્ટ રમી રહેલા મુકેશ કુમારે કિર્ક મેકેન્ઝીને આઉટ કર્યો હતો. મુકેશ કુમારના બોલ પર ઈશાન કિશને કિર્ક મેકેન્ઝીનો કેચ પકડ્યો હતો.

ત્રીજા દિવસની ગેમ શરૂ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. કેરેબિયન ટીમે 1 વિકેટે 86 રનથી આગળ રમવાનું શરૂ કર્યું છે. આ સમયે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 1 વિકેટે 89 રન છે. તે જ સમયે, વેસ્ટ ઈન્ડિઝ તરફથી ક્રેગ બ્રેથવેટ અને કર્ક મેકેન્ઝી ક્રિઝ પર છે.

બીજા દિવસના અંતે વેસ્ટ ઇન્ડિઝના 1 વિકેટે 86

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટના બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે બીજા દિવસની રમત પૂરી થવા સુધી 1 વિકેટે 86 રન બનાવી લીધા છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ક્રેગ બ્રેથવેઈટ અને કિર્ક મેકેન્ઝી અણનમ પરત ફર્યા હતા. ક્રેગ બ્રેથવેટ 128 બોલમાં 37 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે કિર્ક મેકેન્ઝી 25 બોલમાં 14 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તે જ સમયે, તેગનારાયણ ચંદ્રપોલ અને ક્રેગ બ્રેથવેટે આ પહેલા પ્રારંભિક વિકેટ માટે 71 રન જોડ્યા હતા. તેગનારાયણ ચંદ્રપોલને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો. તેગનારાયણ ચંદ્રપોલે 95 બોલમાં 33 રન બનાવ્યા હતા.

બીજા દિવસે પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા 438 રન બનાવી ઓલઆઉટ

વેસ્ટ ઇન્ડિઝના ત્રિનિદાદ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલી ઇનિંગ પૂર્ણ કરી છે. ટીમ ઇન્ડિયા 128 ઓવરમાં 438 રન બનાવીને ઓલઆઉટ થઇ હતી. ટીમ ઇન્ડિયા તરફથી, વિરાટ કોહલીએ 121 રન ફટકારીને ટેસ્ટ કારકિર્દીનું શાનદાર 29મુ શતક ફટકાર્યું હતું. તો, રોહિત શર્માએ 80, રવિન્દ્ર જાડેજાએ 61, આર. અશ્વિનને 56 રન, યશસ્વી જયસ્વાલે 57 રન બનાવ્યા હતા. તો, વેસ્ટ ઇન્ડિઝએ પોતાની ઇનિંગની શરૂઆત કરી છે.

પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાએ બનાવ્યા હતા 4 વિકેટે 288 રન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રિનિદાદ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં 4 વિકેટ ગુમાવીને 84 ઓવરમાં 288 રન બનાવ્યા હતા. તો કેપ્ટન રોહિત શર્માએ 80 રન, યશસ્વી જયસ્વાલે 57 રન બનાવ્યા હતા. જોકે શુભમન ગિલ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તેણે માત્ર 10 રન બનાવ્યા હતા.


  • Follow us on: