• શ્રીકરે જાડેજા અને રહાણે સાથેનો જીમનો ફોટો શેર કર્યો
  • ફોટા પર ફેન્સે શ્રીકર ભરતને ટ્રોલ કર્યો છે
  • ટ્રોલ કરતા કહ્યું, ઇશાન કિશન રિપ્લેસ યુ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 12 જુલાઈના રોજ ડોમિનિકામાં રમાશે. જેને લઈને ખેલાડીઓ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ગઈકાલે જ કિંગ કોહલીની જીમમાં પરસેવો વહાવતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ દરમિયાન હવે શ્રીકર ભરત જાડેજા સાથે મેચને લઈને ખૂબ જ મહેનત કરતા જોવા મળી રહ્યા છે. જેની વચ્ચે ભરતને ફેન્સે ટ્રોલ પણ કર્યા છે.

શ્રીકર ભરતે સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ભારતે આ સીરિઝ માટે શ્રીકર ભરતને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. ડોમેસ્ટિક મેચોમાં ભરતનો રેકોર્ડ સારો છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેઓ રવીન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે સાથે જીમમાં એક્સરસાઇઝ કરતા જોવા મળ્યા હતા. ભરતના આ ફોટો પર કોમેન્ટ કરતાં એક ફેન્સે તેમને ટ્રોલ કર્યા હતા.

ફોટોમાં રોહિત જોવા મળતા ફેને કરી કોમેન્ટ

ભારતીય ટીમના ખેલાડીઓ ટેસ્ટ સીરિઝ પહેલા જીમમાં વર્કઆઉટ કરતા જોવા મળ્યા હતા. ભરતે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે પ્લેઈંગ ઈલેવનને લઈને તેના ફોટો પર કોમેન્ટ કરી હતી. રિતિક નામના યુઝરે લખ્યું, “ભરત ભાઈ તમારે કસરત કરવાની કોઈ જરૂર નથી. તમે પ્લેઈંગ ઈલેવનમાં નથી. ઇશાન કિશન રિપ્લેસ યુ." ઇન્સ્ટાગ્રામના અન્ય યુઝર્સે પણ તેમની પ્રતિક્રિયા આપી છે. ફોટામાં રોહિત પણ મીરરમાં જોવા મળી રહ્યા છે. જેના પર રોહિતના એક ફેને પણ કોમેન્ટ કરી છે.

શ્રીકર ભરતનો રેકોર્ડ 
ઉલ્લેખનીય છે કે શ્રીકર ભરતનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે. તેણે 91 ફર્સ્ટ ક્લાસ મેચમાં 4836 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 સદી અને 27 અડધી સદી ફટકારી છે. તેણે આ ફોર્મેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. ભારતનો સર્વશ્રેષ્ઠ સ્કોર 308 રન છે. તેણે લિસ્ટ Aની 64 મેચમાં 1950 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 6 સદી અને 6 અડધી સદી ફટકારી છે. ભરતે ભારત માટે 5 ટેસ્ટ મેચ પણ રમી છે. જેમાં 129 રન બનાવ્યા હતા.

  • Follow us on: