• ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની સીરીઝ ચાલુ
  • સિરીઝની બીજી મેચ આજે હરારેમાં રમાઈ હતી
  • આ મેચમાં બંને ટીમોએ ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની સીરીઝની બીજી મેચ આજે હરારેમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું હતું. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ભારતને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલર અને બેટ્સમેન બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં બંને ટીમોએ ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે.

જાણો આજની મેચમાં બન્યા રેકોર્ડ

  • અભિષેક શર્મા ટી-20માં ડેબ્યૂ કર્યા બાદ સૌથી ઓછી મેચોમાં સદી ફટકારનાર ભારતનો બેટ્સમેન બની ગયો છે.
  • અભિષેક શર્માએ આજે 46 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે તે T20માં ભારત માટે ત્રીજી સૌથી ઝડપી સદી બનાવનાર બની ગયો છે. આ લિસ્ટમાં રોહિત શર્મા ટોપ પર છે.
  • ભારતે આજે 234 રન બનાવ્યા હતા. ટી20માં આ તેનો સાતમો સર્વોચ્ચ સ્કોર હતો.
  • અભિષેક શર્મા આ વર્ષે સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે.
  • રનના હિસાબે ઝિમ્બાબ્વેની આ સૌથી મોટી હાર છે. ઓસ્ટ્રેલિયાએ પણ 2018માં ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું હતું.

ભારતે કર્યું શાનદાર કમબેક

બીજી ટી-20માં ભારતે ઝિમ્બાબ્વેને હરાવીને શ્રેણી બરોબરી કરી લીધી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 234 રન બનાવ્યા હતા. ભારત તરફથી અભિષેક શર્માએ 100, ઋતુરાજે 77 અને રિંકુ સિંહે 48 રન બનાવ્યા હતા. 235 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 134 રન પર જ સિમિત રહી હતી. ભારત તરફથી અવેશ ખાન અને મુકેશ કુમારે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈએ પણ બે વિકેટ ઝડપી હતી.

  • Follow us on: