- મહિલા એશિયા કપની નવમી સિઝનમાં શ્રીલંકાની ટીમે જીતીને ઈતિહાસ રચ્યો છે
- આ વખતે એશિયા કપ 2024ની ફાઈનલ રવિવારે દામ્બુલામાં રમાઈ હતી
- શ્રીલંકાએ ભારતીય મહિલા ટીમને 8 વિકેટે હરાવીને પહેલી વખત ટાઈટલ જીત્યું
શ્રીલંકાની મહિલા ટીમે ઘરઆંગણે રમાયેલી મહિલા એશિયા કપ 2024 ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો છે. ફાઈનલ મેચ 28 જુલાઈ રવિવારના રોજ દામ્બુલામાં રમાઈ હતી, જેમાં શ્રીલંકાએ ભારતીય મહિલા ટીમને 8 વિકેટે હરાવીને પહેલી વખત ટાઈટલ જીત્યું.
ભારત મહિલા એશિયા કપની સૌથી સફળ ટીમ છે. અત્યાર સુધી, મહિલા એશિયા કપની 9 સીઝન આવી છે, જેમાંથી ભારતીય ટીમ 7 વખત ચેમ્પિયન રહી છે. છેલ્લી વખત મહિલા એશિયા કપ 2022માં રમાયો હતો. ત્યારબાદ ભારતે ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી હતી.
ભારતીય ટીમ 9માંથી બીજી વખત ફાઈનલમાં હારી
મહિલા એશિયા કપની છેલ્લી 8 સીઝનમાંથી બાંગ્લાદેશ 2018ની સીઝન માત્ર એક જ વખત જીતી શકી હતી. ભારત 7 વખત જીત્યું હતું. પરંતુ શ્રીલંકાની ટીમે આ 9મી સિઝન જીતીને ઈતિહાસ રચ્યો છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ અત્યાર સુધી એકપણ મહિલા એશિયા કપ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી.
આ હાર સાથે ભારતીય ટીમ બીજી વખત મહિલા એશિયા કપની ફાઈનલ મેચ હારી ગઈ છે. ભારતીય ટીમ તમામ 9 સિઝનની ફાઈનલમાં પહોંચી છે. જ્યાં બાંગ્લાદેશ 2018માં અને હવે શ્રીલંકાને હરાવ્યું છે. શ્રીલંકાની મહિલાઓ આ પહેલા 5 વખત ટાઈટલ મેચ હારી ગઈ હતી. ટીમે છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો છે.
શ્રીલંકાએ 18.4માં મેચ અને ટાઈટલ જીત્યું
આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમે માત્ર 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ અને ટાઈટલ જીતી લીધું. ટીમ માટે હર્ષિતા સમરવિક્રમાએ સૌથી વધુ 69 રનની અણનમ ઈનિંગ રમી હતી. કેપ્ટન ચમીરા અટાપટ્ટુએ 61 રન બનાવ્યા હતા. કવિશા દિલહારી 16 બોલમાં 30 રન બનાવીને અણનમ રહી હતી. ભારત તરફથી કોઈ બોલર પોતાની છાપ છોડી શકી ન હતોી માત્ર દીપ્તિ શર્મા જ એક વિકેટ લઈ શકી હતી. તેણે કેપ્ટન ચમીરા અટાપટ્ટુને પોતાનો શિકાર બનાવી.
ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ ફટકારી અડધી સદી
ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. ટીમ માટે ઓપનર સ્મૃતિ મંધાનાએ 47 બોલમાં 60 રનની ઈનિંગ રમી હતી. તેના સિવાય વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષે 30 અને જેમિમાહ રોડ્રિગ્ઝે 29 રન બનાવ્યા હતા. જ્યારે શ્રીલંકા તરફથી બોલિંગમાં કવિશાએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.