- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
- દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં મેચ
- બંને ટીમ ચોથી વખત આવશે આમને-સામને
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મેચમાં ભારતીય ટીમની 8 વિકેટે જીત થઈ છે. ભારત માટે સૌથી વધુ 84 બોલમાં 131 રન કેપ્ટન રોહિત શર્માએ કર્યા છે, જ્યારે ઈશાન કિશને 47 બોલમાં 47 રન કર્યા છે. આ ઉપરાંત વિરાટ કોહલીએ 56 બોલમાં અણનમ 55 રન અને શ્રેયસ અય્યરે 23 બોલમાં અણનમ 25 રન કર્યા છે. અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, ફઝલહક ફારૂકીએ 6 ઓવરમાં 50, મુજીબ ઉર રહેમાને 8 ઓવરમાં 64 રન, નવીન ઉલ હકે 5 ઓવરમાં 31, અઝમતુલ્લા ઉમરઝાઈએ 4 ઓવરમાં 34, મોહમ્મદ નબીએ 4 ઓવરમાં 32 રન આપ્યા છે. આ ઉપરાંત રાશિદ ખાને 8 ઓવરમાં 57 રન આપીને 1 વિકેટ લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાન માટે સૌથી વધુ 88 બોલમાં 80 રન કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ કર્યા હતા, જ્યારે અઝમતુલ્લા ઉમરઝાઈએ 69 બોલમાં 62 રન કર્યા હતા. આ ઉપરાંત રહેમાનુલ્લા ગુરબાઝે 28 બોલમાં 21, ઈબ્રાહિમ ઝાદરાને 28 બોલમાં 22, રહમત શાહે 22 બોલમાં 16, મોહમ્મદ નબીએ 27 બોલમાં 19 રન, નજીબુલ્લાહ ઝાદરાને 8 બોલમાં 2 રન અને રાશિદ ખાને 12 બોલમાં 16 રન કર્યા હતા. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. બુમરાહે 10 ઓવરમાં 39 રન આપીને 4 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 7 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે 6 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ અને કુલદીપ યાદવે 10 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 9 ઓવરમાં 76 રન અને રવિન્દ્ર જાડેજાએ 8 ઓવરમાં 38 રન આપ્યા હતા.
ભારતની ઈનિંગ
237/2 (30 ઓવર)- ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા 84 બોલમાં 131 રન કરીને આઉટ થયો છે. રોહિતની વિકેટ પણ રાશિદ ખાને લીધી છે. હવે ભારત માટે વિરાટ કોહલી 38 બોલ પર 37 રન કરીને અને શ્રેયસ અય્યર 11 બોલ પર 7 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, ફઝલહક ફારૂકીએ 4 ઓવરમાં 39, મુજીબ ઉર રહેમાને 6 ઓવરમાં 51 રન, નવીન ઉલ હકે 5 ઓવરમાં 31, અઝમતુલ્લા ઉમરઝાઈએ 3 ઓવરમાં 22, મોહમ્મદ નબીએ 4 ઓવરમાં 32 રન આપ્યા છે. આ ઉપરાંત રાશિદ ખાને 8 ઓવરમાં 57 રન આપીને 1 વિકેટ લીધી છે.
202/1 (25 ઓવર)-ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાતી વર્લ્ડકપ મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. ભારતે 25 ઓવર બાદ 1 વિકેટના નુકસાને 202 રન બનાવ્યા છે. ભારત માટે અત્યારે કેપ્ટન રોહિત શર્મા 82 બોલ પર 130 રન કરીને અને વિરાટ કોહલી 21 બોલ પર 16 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, ફઝલહક ફારૂકીએ 4 ઓવરમાં 39, મુજીબ ઉર રહેમાને 5 ઓવરમાં 40 રન, નવીન ઉલ હકે 5 ઓવરમાં 31, અઝમતુલ્લા ઉમરઝાઈએ 2 ઓવરમાં 17 , મોહમ્મદ નબીએ 4 ઓવરમાં 32 રન આપ્યા છે. આ ઉપરાંત રાશિદ ખાને 5 ઓવરમાં 38 રન આપીને 1 વિકેટ લીધી છે.
164/1 (20 ઓવર)- ભારતીય કેપ્ટન રોહિત શર્મા આક્રામક બનીને બેટિંગ કરી રહ્યો છે. રોહિતે 63 બોલમાં પોતાના 100 રન પૂર્ણ કર્યા છે. આ સાથે ભારતને એક ઝટકો પણ લાગ્યો છે. ઈશાન કિશન 47 બોલમાં 47 રન કરીને આઉટ થયો છે. રાશિદ ખાને આ વિકેટ લીધી છે. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 70 બોલ પર 108 રન કરીને અને વિરાટ કોહલી 3 બોલ પર 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, ફઝલહક ફારૂકીએ 4 ઓવરમાં 39, મુજીબ ઉર રહેમાને 5 ઓવરમાં 40 રન, નવીન ઉલ હકે 3 ઓવરમાં 23, અઝમતુલ્લા ઉમરઝાઈએ 1 ઓવરમાં 12, મોહમ્મદ નબીએ 4 ઓવરમાં 32 રન આપ્યા છે. આ ઉપરાંત રાશિદ ખાને 3 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી છે.
130/0 (15 ઓવર)- અફઘાનિસ્તાનના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. 15 ઓવર બાદ પણ અફઘાનિસ્તાનના બોલર એક પણ વિકેટ લઈ શક્યા નથી. અત્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા 56 બોલ પર 92 રન કરીને અને ઈશાન કિશન 34 બોલ પર 31 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, ફઝલહક ફારૂકીએ 4 ઓવરમાં 39, મુજીબ ઉર રહેમાને 5 ઓવરમાં 40 રન, નવીન ઉલ હકે 2 ઓવરમાં 17, અઝમતુલ્લા ઉમરઝાઈએ 1 ઓવરમાં 12 અને મોહમ્મદ નબીએ 2 ઓવરમાં 13 રન અને રાશિદ ખાને 1 ઓવરમાં 5 રન આપ્યા છે.
94/0 (10 ઓવર)- અફઘાનિસ્તાન સામે ભારતીય ઓપનર્સે આક્રામકતાથી બેટિંગ શરૂ કરી છે. ભારતીય કેપ્ટન ફિફ્ટી ફટકારીને બેટિંગ કરી રહ્યો છે. રોહિતે પોતાની ફિફ્ટી 30 બોલમાં પૂર્ણ કરી છે. આ સાથે જ રોહિતે બે રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. રોહિતે વર્લ્ડકપમાં સૌથી ઝડપી 1000 રન કરનારા ડેવિડ વોર્નરની બરાબરી કરી છે. અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનારો બેટ્સમેન બન્યો છે. અત્યારે ભારત માટે રોહિત શર્મા 73 બોલ પર 76 રન કરીને અને ઈશાન કિશન 17 બોલ પર 11 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
37/0 (5 ઓવર)- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાતી વર્લ્ડકપ મેચની બીજી ઈનિંગની 5 ઓવરની રમત પૂર્ણ થઈ છે. ભારત માટે કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશને ઓપનિંગ કર્યું છે. રોહિત શર્મા અત્યારે 20 બોલ પર 31 રન કરીને અને ઈશાન કિશન 10 બોલ પર 5 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. આ સાથે જ રોહિત શર્મા વર્લ્ડકપમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારો બેટ્સમેન બન્યો છે. અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, ફઝલહક ફારૂકીએ 3 ઓવરમાં 22 રન અને મુજીબ ઉર રહેમાને 2 ઓવરમાં 15 રન આપ્યા છે.
અફઘાનિસ્તાને આપેલા 273 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ભારતના ઓપનર ઈશાન કિશન અને રોહિત શર્મા ક્રીઝ પર આવ્યા છે. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ 50 ઓવરમાં અફઘાનિસ્તાને 8સ વિકેટના નુકસાને 272 રન બનાવ્યા હતા. જેથી ભારતને જીત માટે 273 રનનો ટાર્ગેટ મળ્યો છે.
અફઘાનિસ્તાનની ઈનિંગ
272/8 (50 ઓવર)- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાતી વર્લ્ડકપ મેચની પ્રથમ ઈનિંગ પૂર્ણ થઈ છે. અફઘાનિસ્તાને 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 272 રન બનાવ્યા છે. જેથી ભારતને જીત માટે 273 રનનો ટાર્ગેટ મળ્યો છે. અફઘાનિસ્તાન માટે સૌથી વધુ 88 બોલમાં 80 રન કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ કર્યા છે, જ્યારે અઝમતુલ્લા ઉમરઝાઈએ 69 બોલમાં 62 રન કર્યા છે. આ ઉપરાંત રહેમાનુલ્લા ગુરબાઝે 28 બોલમાં 21, ઈબ્રાહિમ ઝાદરાને 28 બોલમાં 22, રહમત શાહે 22 બોલમાં 16, મોહમ્મદ નબીએ 27 બોલમાં 19 રન, નજીબુલ્લાહ ઝાદરાને 8 બોલમાં 2 રન અને રાશિદ ખાને 12 બોલમાં 16 રન કર્યા છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે સૌથી વધુ 3 વિકેટ લીધી છે. બુમરાહે 10 ઓવરમાં 39 રન આપીને 4 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 7 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે 6 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ અને કુલદીપ યાદવે 10 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 9 ઓવરમાં 76 રન અને રવિન્દ્ર જાડેજાએ 8 ઓવરમાં 38 રન આપ્યા છે.
235/7 (45 ઓવર)- કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે ભારતને સફળતા અપાવી છે. કુલદીપે 88 બોલમાં 80 રન કરનારા અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે, જ્યારે જસપ્રીત બુમરાહે 8 બોલમાં 2 રન કરનારા નજીબુલ્લાહ ઝાદરાનને અને 26 બોલમાં 11 રન કરનારા મોહમ્મદ નબીને આઉટ કર્યો છે. અત્યારે અફઘાનિસ્તાન માટે રાશિદ ખાન 2 બોલ પર 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 8 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ સિરાઝે 7 ઓવરમાં 56 રન આપ્યા છે. સાથે હાર્દિક પંડ્યાએ 7 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ અને શાર્દુલ ઠાકુરે 6 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી છે. આ સાથે જ કુલદીપ યાદવે 10 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે રવિનદ્ર જાડેજાએ 7 ઓવરમાં 35 રન આપ્યા છે.
211/4 (40 ઓવર) અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારતીય બોલરનો દબદબો જોવા મળી રહ્યો છે. અત્યારે અફઘાનિસ્તાન માટે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી 78 બોલ પર 72 રન કરીને અને મોહમ્મદ નબી 17 બોલ પર 9 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 7 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ સિરાઝે 6 ઓવરમાં 46 રન આપ્યા છે. સાથે હાર્દિક પંડ્યાએ 7 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ અને શાર્દુલ ઠાકુરે 6 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 6 ઓવરમાં 31 રન અને કુલદીપ યાદવે 7 ઓવરમાં 27 રન આપ્યા છે.
189/4 (35 ઓવર)- ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ભારતને ચોથી સફળતા અપાવી છે. હાર્દિકે 69 બોલમાં 62 રન કરનારા અઝમતુલ્લા ઉમરઝાઈને આઉટ કર્યો છે. અત્યારે અફઘાનિસ્તાન માટે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી 63 બોલ પર 60 રન કરીને અને મોહમ્મદ નબી 2 બોલ પર 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 7 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ સિરાઝે 6 ઓવરમાં 46 રન આપ્યા છે. સાથે હાર્દિક પંડ્યાએ 6 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ અને શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 6 ઓવરમાં 31 રન અને કુલદીપ યાદવે 6 ઓવરમાં 30 રન આપ્યા છે.
147/3 (30 ઓવર)- ભારતીય બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 15 ઓવરથી ભારતના એક પણ બોલર્સે વિકેટ લીધી નથી. અત્યારે અફઘાનિસ્તાન માટે હશમતુલ્લાહ શાહિદી 48 બોલ પર 35 રન કરીને અને અઝમતુલ્લા ઉમરઝાઈ 56 બોલ પર 46 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 6 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 38 રન આપ્યા છે. સાથે હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ અને શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 6 ઓવરમાં 31 રન અને કુલદીપ યાદવે 5 ઓવરમાં 23 રન આપ્યા છે.
114/3 (25 ઓવર)- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ અફઘાનિસ્તાને 3 વિકેટના નુકસાને 114 રન બનાવ્યા છે. અફઘાનિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝ 28 બોલમાં 21 રન કરીને, ઈબ્રાહિમ ઝાદરાન 28 બોલમાં 16 રન કરીને અને રહમત શાહ 22 બોલમાં 16 રન કરીને આઉટ થયો છે. અત્યારે અફઘાનિસ્તાન માટે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી 39 બોલ પર 25 રન કરીને અને અઝમતુલ્લા ઉમરઝાઈ 35 બોલ પર 25 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ સિરાઝે 4 ઓવરમાં 28 રન આપ્યા છે. સાથે હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ અને શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 15 રન અને કુલદીપ યાદવે 5 ઓવરમાં 23 રન આપ્યા છે.
83/3 (20 ઓવર)- અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારતીય બોલર્સનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય બોલર્સે છેલ્લી 5 ઓવરમાં માત્ર 13 રન આપ્યા છે. અત્યારે અફઘાનિસ્તાન માટે હશમતુલ્લાહ શાહિદી 24 બોલ પર 14 રન કરીને અને અઝમતુલ્લા ઉમરઝાઈ 18 બોલ પર 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ સિરાઝે 4 ઓવરમાં 28 રન આપ્યા છે. સાથે હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ અને શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત કુલદીપ યાદવે 2 ઓવરમાં 5 અને રવિન્દ્ર જાડેજાએ 2 ઓવરમાં 2 રન આપ્યા છે.
70/3 (15 ઓવર)- અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારતીય બોલરનો દબદબો જોવા મળી રહ્યો છે. છેલ્લી 5 ઓવરમાં ભારતીય બોલર્સે અફઘાનિસ્તાનના 2 ખેલાડીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. હાર્દિક પંડ્યાએ 28 બોલમાં 21 રન કરનારા રહેમાનુલ્લા ગુરબાઝને આઉટ કર્યો છે. જ્યારે શાર્દુલ ઠાકુરે 22 બોલમાં 16 રન કરનારા રહમત શાહને આઉટ કર્યો છે. અત્યારે અફઘાનિસ્તાન માટે હશમતુલ્લાહ શાહિદી 9 બોલ પર 5 રન કરીને અને અઝમતુલ્લા ઉમરઝાઈ 4 બોલ પર 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ સિરાઝે 4 ઓવરમાં 28 રન આપ્યા છે. સાથે હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ અને શાર્દુલ ઠાકુરે 3 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ લીધી છે
48/1 (10 ઓવર)- ભારતને જસપ્રીત બુમરાહે પ્રથમ સફળતા અપાવી છે. બુમરાહે 28 બોલમાં 22 રન કરનારા ઈબ્રાહિમ ઝાદરાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અત્યારે અફઘાનિસ્તાન માટે ઓપનર અને વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝ 24 બોલ પર 20 રન કરીને અને રહમત શાહ 8 બોલ પર 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ સિરાઝે 4 ઓવરમાં 28, હાર્દિક પંડ્યાએ 1 ઓવરમાં 4 અને શાર્દુલ ઠાકુરે 1 ઓવરમાં 6 રન આપ્યા છે.
19/0 (5 ઓવર)- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાતી વર્લ્ડકપ મેચમાં 5 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 5 ઓવર બાદ ભારતીય ટીમને એક પણ સફળતા મળી નથી. અત્યારે અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ 8 બોલ પર 1 રન કરીને અને ઈબ્રાહિમ ઝાદરાન 22 બોલ પર 17 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝે બોલિંગ કરી છે. જસપ્રીત બુમરાહે 3 ઓવર નાખી છે. જેમાં બુમરાહે માત્ર 5 રન આપ્યા છે. સાથે મોહમ્મદ સિરાઝે 2 ઓવરમાં 14 રન આપ્યા છે.
અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
વર્લ્ડકપની 9મી મેચ આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમવામાં આવશે. આ મેચ માટે ટોસ થયો છે. જે અફઘાનિસ્તાને જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારતની શ્રીલંકા વિરુદ્ધ જીત થઈ હતી, જ્યારે અફઘાનિસ્તાનની બાંગ્લાદેશ વિરુદ્ધ હાર થઈ હતી.
ભારતીય ટીમ આજે વર્લ્ડકપની બીજી મેચ અફઘાનિસ્તાન સામે રમશે. આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે બંને ટીમોની આ બીજી મેચ હશે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ સાથે જ અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ ભારતીય ધરતી પર પ્રથમ વખત ટીમ ઈન્ડિયા સામે વનડે મેચ રમશે.
ભારત-અફઘાનિસ્તાનની હેડ ટૂ હેડ
ભારત અને અફઘાનિસ્તાનની ટીમ વનડેમાં ચોથી વખત આમને-સામને આવશે. આ પહેલા ભારતે ત્રણ મેચમાંથી 2 મેચમાં જીત મેળવી હતી, જ્યારે એક મેચ ડ્રો થઈ હતી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ વનડે મેચ 2014માં મીરપુરમાં રમાઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે જીત મેળવી હતી. 2018માં દુબઈમાં રમાયેલી મેચ ડ્રો થઈ હતી, જ્યારે 2019માં ભારતે 11 રનથી મેચ જીતી હતી. ચાર વર્ષ બાદ હવે બંને ટીમો વનડેમાં આમને-સામને આવશે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
અફઘાનિસ્તાન- રહેમાનુલ્લા ગુરબાઝ(વિકેટકીપર),ઈબ્રાહિમ ઝાદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝાદરાન, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઉમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી
ભારત- રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ









