- ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે ફેન્સ ભારે ઉત્સાહ
- એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે એક નહીં ત્રણ મેચ રમાશે
- એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે લીગ સ્ટેજની મેચ 3 સપ્ટેમ્બરે રમાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ વર્ષના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. પરંતુ તે પહેલા એશિયા કપમાં બંને ટીમો આમને-સામને થશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નહીં પરંતુ કુલ ત્રણ મેચ જોવા મળી શકે છે.
જોકે, એશિયા કપનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ જો અહેવાલોનું માનીએ તો ટૂર્નામેન્ટ 31મી ઓગસ્ટથી શરૂ થશે. જ્યારે ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકાની યજમાનીમાં રમાશે. ટૂર્નામેન્ટની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે ફાઈનલ સહિતની બાકીની મેચો શ્રીલંકામાં રમાશે. ભારતીય ટીમ તેની તમામ મેચો શ્રીલંકામાં રમશે. અહેવાલો અનુસાર એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ સ્ટેજની મેચ 3 સપ્ટેમ્બરે રમાશે.










