• શ્વેતા સેહરાવતની ધમાકેદાર ઇનિંગે ભારતને જીત અપાવી
  • શ્વેતાએ 45 બોલમાં 61 રનની અણનમ ઈનિંગ રમી હતી
  • 107 રનનો લક્ષ્યાંક ઈન્ડિયાએ 14.1 ઓવરમાં હાંસલ કર્યો હતો

શ્વેતા સેહરાવતની ધમાકેદાર ઇનિંગની મદદથી ભારતે ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે ધમાકેદાર રીતે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 107 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 14.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયા માટે શ્વેતાએ 45 બોલમાં 61 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે કુલ 10 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. શ્વેતા સિવાય સૌમ્યા તિવારીએ 26 બોલમાં 22 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન શેફાલી વર્મા માત્ર 10 રન જ બનાવી શકી હતી જ્યારે ગોનાદી ત્રિશાએ અણનમ 5 રન બનાવ્યા હતા.


ન્યૂઝીલેન્ડની બેટિંગ ફ્લોપ રહી

ન્યૂઝીલેન્ડ તરફથી બેટિંગમાં જ્યોર્જિયા પ્લમરે 32 બોલમાં 35 રનની સૌથી વધુ ઈનિંગ રમી હતી. આ સિવાય ઈસાબેલ ગેગે 22 બોલમાં 26 રનનું યોગદાન આપ્યું હતું. આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન ન્યૂઝીલેન્ડ માટે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. ન્યુઝીલેન્ડ માટે 6 બેટ્સમેન એવા રહ્યા કે તેઓ ડબલનો આંક પણ પાર ન કરી શક્યા.


  • Follow us on: