• ભારતે ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું
  • ઈંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર
  • ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 29માં ભારતની 100 રને જીત થઇ છે. આ સાથે ભારતે વર્લ્ડકપ 2023માં સતત છઠ્ઠી જીત મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 229 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડ 129 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ફરી એકવાર ટોપ પર પહોંચી ગઈ છે. જયારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ ગઇ છે. ભારત હવે એક મેચ જીતશે એટલે સેમિફાઇનલમાં પહોંચી જશે. ભારતની જીત બાદ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ સ્ટેડયમની બહાર જીતના નારા લાગાવ્યા હતા.

ઈંગ્લેન્ડની ઈનિંગ

[[$googlead]]

ભારત દ્વારા આપવામાં આવેલા 230 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચમાં 100 રનથી મોટી જીત મેળવી છે. ઈંગ્લેન્ડની ટીમમાંથી માત્ર લિયામ લિવિંગસ્ટોન થોડા સમય માટે ભારતીય બોલરોનો સામનો કરી શક્યો હતો. પોતાની ટીમ માટે સાતમા સ્થાને બેટિંગ કરતા તેણે કુલ 46 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તે બે ચોગ્ગાની મદદથી 27 રન બનાવવામાં સફળ રહ્યો હતો. લિવિંગસ્ટોન ઉપરાંત અન્ય ઈંગ્લિશ બેટ્સમેનો આજે ભારતીય બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ટીમને જો રૂટ અને બેન સ્ટોક્સ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેઓ ભારત સામે ખાતું પણ ખોલી શક્યા ન હતા. જ્યારે કેપ્ટન જોસ બટલરે માત્ર 10 રન અને અનુભવી બેટ્સમેન જોની બેયરસ્ટોએ 14 રનનું યોગદાન આપ્યું હતું.

[[$alsoread]]

ભારત માટે, ઝડપી બોલર મોહમ્મદ શમી ફરી એકવાર ચાર વિકેટ ઝડપી હતી. તેના સિવાય જસપ્રીત બુમરાહે પણ સારી બોલિંગ કરી અને ત્રણ વિકેટ ઝડપી હતી. આ બે બોલરો સિવાય કુલદીપ યાદવે બે અને રવિન્દ્ર જાડેજાએ એક સફળતા હાંસલ કરી હતી.

ભારતની ઈનિંગ

લખનઉના એકાના સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ નિર્ધારિત ઓવરોમાં નવ વિકેટના નુકસાને 229 રન બનાવી શકી હતી. ભારત માટે સૌથી વધુ રન કેપ્ટન રોહિત શર્માએ 101 બોલમાં 10 બાઉન્ડ્રી અને 3 સિક્સની મદદથી 87 રન બનાવ્યા હતા. ત્યાપ પછી છઠ્ઠા સ્થાને બેટિંગ કરી રહેલા સૂર્યકુમાર યાદવે 49 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલી ગોલ્ડન ડકનો શિકાર બનાવ્યો હતો.

ડેવિડ વિલીએ ત્રણ વિકેટ ઝડપી

ઈંગ્લેન્ડ માટે, ડેવિડ વિલી સૌથી વધુ ત્રણ સફળતા હાંસલ કરવામાં સફળ રહ્યો હતો. તેમના સિવાય ક્રિસ વોક્સ અને આદિલ રાશિદે અનુક્રમે બે-બે વિકેટ જ્યારે માર્ક વૂડને એક વિકેટ મળી હતી.


  • Follow us on: