- એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો દબદબો
- ભારતને મળ્યા વધુ 2 મેડલ
- લોંગ જંપમાં સિલ્વર અને દોડમાં બ્રોન્ઝ મળ્યો
2023 એશિયન ગેમ્સના 9મા દિવસે ભારતને 2 મેડલ મળ્યા છે. ભારતને 4 x 400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. મિશ્ર ટીમના ખેલાડીઓ મોહમ્મદ અજમલ, વિદ્યા રામરાજ, રાજેશ રમેશ અને શુભા વેંકટેશને દોડમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. જેથી તેમને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. બીજી તરફ ભારતીય મહિલા એથ્લેટ એનસી સોજને લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો છે. એનસી સોજને 6.63 મીટરનું અંતર કૂદીને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. આ મેડલ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા 60 થઈ છે.
4 x 400 મીટર દોડમાં મળ્યો બ્રોન્ઝ મેડલ
ભારતને 4 x 400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. મિક્સ્ડ ટીમના ખેલાડી મોહમ્મદ અજમલ, વિદ્યા રામરાજ, રાજેશ રમેશ અને શુભા વેંકટેશને ત્રીજું સ્થાન મેળવ્યું હતું, પરંતુ બીજા સ્થાન પર રહેનારી શ્રીલંકાની ટીમને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવી છે. જેથી ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે.
એનસી સોજને દેશનું નામ રોશન કર્યું
ભારતની મહિલા એથલીટ એનસી સોજને લોન્ગ જંપમાં દેશનું નામ રોશન કર્યું છે. તેમણે 6.63 મીટરની છલાંબ લગાવીને બીજું સ્થાન મેળવ્યું છે. જેથી એનસી સોજનને સિલ્વર મેડલ મળ્યો છે.
3000 મીટર સ્ટીપલચેસમાં ભારતને સિલ્વર
3000 મીટર સ્ટીપલચેસમાં ભારતની પારુલ ચૌધરીને સિલ્વર અને પ્રીતિને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. આ ઈવેન્ટમાં યાવીએ સરળતાથી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. જે બાદ પારુલે સરળતાથી સિલ્વર મેડલ જીત્યો છે. અંતમાં પ્રીતિએ છેલ્લી ક્ષણોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.