• માતા બન્યા બાદ તીરંદાજ દીપિકા કુમારીનું 15 મહિના બાદ પુનરાગમન

  • વિમેન્સ રિકર્વ ટીમ ઇવેન્ટમાં સિમરનજીત કૌર બાદ બીજા ક્રમે રહી હતી
  • વિમેન્સ ટીમમાં ભજન કૌર પણ સામેલ છે

ભારતીય તીરંદાજોએ શાનદાર પ્રદર્શન કરીને એશિયા કપના પ્રથમ તબક્કામાં છ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશીને ભારત માટે ઓછામાં ઓછા છ મેડલ્સ નિશ્ચિત કરી લીધા હતા. આ તીરંદાજોમાં અનુભવી મહિલા આર્ચર દીપિકા કુમારી પણ સામેલ છે જેણે 20 મહિના બાદ પુનરાગમન કર્યું છે. ત્રણ વખતની ઓલિમ્પિયન દીપિકાએ માતા બન્યા બાદ પુનરાગમન કર્યું છે. તે વિમેન્સ રિકર્વ ટીમ ઇવેન્ટમાં સિમરનજીત કૌર બાદ બીજા ક્રમે રહી હતી.

એલિમિનેશન રાઉન્ડમાં ભારતીય વિમેન્સ રિકર્વ ટીમે યજમાન ઇરાકને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ગોલ્ડ મેડલ માટે તેનો મુકાબલો ઉઝબેકિસ્તાન સામે થશે. વિમેન્સ ટીમમાં ભજન કૌર પણ સામેલ છે. ધીરજ બોમાદેવારા, પ્રવીણ જાધવ અને તરુણદીપ રાયની મેન્સ રિકર્વ ટીમે પણ ઇરાકને સીધા સેટમાં પરાજય આપ્યો હતો અને ફાઇનલમાં બાંગ્લાદેશ સામે મુકાબલો થશે. ભારતના પ્રથમેશ જાવકર, પ્રિયાંશ અને કુશાલ દલાલે સેમિફાઇનલમાં ઇરાકને 233-223ના સ્કોરથી હરાવીમે મેન્સ કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને આગામી મેડલ મુકાબલો ઇરાન સામે થશે.

અદિતી સ્વામી, પ્રિયા ગુર્જર અને પરનીત કૌરની ટીમ કમ્પાઉન્ડ વિમેન્સ ટીમ ઇવેન્ટમાં અફઘાનિસ્તાન સામે 234-210ના સ્કોરથી જીતી હતી અને ફાઇનલમાં ઇરાન સામે મુકાબલો થશે. જાવકર અને અદિતિની કમ્પાઉન્ડ મિક્સ ટીમ જોડીએ અંતિમ ચાર તબક્કામાં બાંગ્લાદેશને 157-146ના સ્કોરથી હરાવ્યું હતું અને ફાઇનલમાં ઇરાન સામે ટકરાશે.


  • Follow us on: