- એશિયન ગેમ્સ 2023 માટે ટીમની જાહેરાત થઈ ગઈ છે
- ટીમમાં પંજાબ કિંગ્સના 3 ખેલાડીઓનો સમાવેશ કરાયો
- અર્શદીપ, પ્રભસિમરન અને જીતેશની ટીમમાં મળ્યું સ્થાન
ભારતે તાજેતરમાં એશિયન ગેમ્સ 2023 માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં પંજાબ કિંગ્સના 3 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સ 2023 માટે અર્શદીપ સિંહ, પ્રભસિમરન સિંહ અને જીતેશ શર્માની પસંદગી કરી છે.
ભારતે એશિયન ગેમ્સ 2023 માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં પંજાબ કિંગ્સના 3 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ અર્શદીપ સિંહ, જીતેશ શર્મા અને પ્રભસિમરન સિંહને તક આપી છે. આ ખેલાડીઓનો IPLમાં સારો રેકોર્ડ છે. આ સાથે તેણે ડોમેસ્ટિક મેચમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. અર્શદીપ ટીમ ઈન્ડિયા તરફથી રમી ચૂક્યો છે. પરંતુ જીતેશ અને પ્રભસિમરનને પ્રથમ વખત તક મળી છે.
પંજાબ કિંગ્સે ટ્વીટ કરીપાઠવ્યા અભિનંદન
પંજાબ કિંગ્સે ટ્વીટ કરીને પ્રભસિમરન, જીતેશ અને અર્શદીપને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવા પર અભિનંદન પાઠવ્યા છે. પંજાબે કરેલ ટ્વીટમાં ત્રણેયના ફોટા પણ સામેલ છે. એશિયન ગેમ્સ 2023માં ક્રિકેટનું T20 ફોર્મેટ રાખવામાં આવ્યું છે. આ કારણથી IPLમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અર્શદીપની વાત કરીએ તો તેણે ભારત માટે 26 T20 મેચ રમી છે. જેમાં તેણે 41 વિકેટ ઝડપી છે. આ દરમિયાન અર્શદીપનું એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 37 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે.
જીતેશનું અત્યાર સુધીનું પ્રદર્શન
જીતેશે IPLમાં અત્યાર સુધી 26 મેચ રમી છે. આ દરમિયાન 543 રન બનાવ્યા છે. જીતેશનો IPLનો સર્વશ્રેષ્ઠ સ્કોર 49 રન રહ્યો છે. જો આપણે તેના તમામ T20 પ્રદર્શન પર નજર કરીએ તો તે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જીતેશે 90 મેચમાં 2096 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 9 અડધી સદી ફટકારી છે. તેણે લિસ્ટ Aમાં 1350 રન બનાવ્યા છે.
પ્રભસિમરન સિંહનું અત્યાર સુધી પ્રદર્શન
પ્રભસિમરન સિંહ વિકેટ કીપર બેટ્સમેન છે. તેણે 20 IPL મેચમાં 422 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી છે. જો આપણે પ્રભસિમરનના તમામ T20 રેકોર્ડ પર નજર કરીએ તો તે સારો રહ્યો છે. તેણે 55 મેચમાં 1514 રન બનાવ્યા છે.