• વર્લ્ડ કપ 2023 ધીરે ધીરે રસપ્રદ બની રહ્યો છે
  • ભારત-ન્યૂઝીલેન્ડ ટુર્નામેન્ટમાં અજેય રહી
  • બંને ટીમોએ ટુર્નામન્ટમાં 4-4 મેચો જીતી છે

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરુઆત થઈ ગઈ છે. જેમ-જેમ વર્લ્ડ કપની મેચો રમાઈ રહી છે. તે સાથે રસપ્રદ બનતી જાયે છે. જો વાત કરીએ સેમિફાઈનલની તો 15 નવેમ્બરના રોજ રમાશે. જ્યારે ફાઈનલ 16 નવેમ્બરના રમાશે. અત્યાર સુધી રમાયેલી મેચોના આંકડાઓ પર નજર કરીએ તો સેમીફાઈનલમાં ટીમો પહોંચવા માટે દાવેદાર છે. જુઓ સમીકરણો

વર્લ્ડ કપ 2023 ધીરે ધીરે રસપ્રદ બની રહ્યો છે. અત્યાર સુધી માત્ર યજમાન ભારત અને ગત સિઝનની રનર-અપ ન્યુઝીલેન્ડ ટુર્નામેન્ટમાં અજેય રહી છે. બંને ટીમોએ 4-4 મેચ રમી છે, જેમાં તમામ ટીમોએ જીત મેળવી છે. બંને ટીમોની સતત જીતના સિલસિલાને કારણે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે બંનેનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન જેવી ટીમોની હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે.

પોઈન્ટ ટેબલમાં ઇન્ડિયા બીજા ક્રમે

હાલમાં, ન્યુઝીલેન્ડ +1.923ના નેટ રન રેટ સાથે ટોપના સ્થાને છે. ટીમ ઈન્ડિયા 8 પોઈન્ટ અને +1.659ના નેટ રન રેટ સાથે બીજા ક્રમે છે. ટેબલમાં ટોપ-4 ટીમો વચ્ચે સેમિફાઇનલ મેચો રમાશે. કોઈપણ ટીમે સેમીફાઈનલ મેચ રમવા માટે 9 લીગ મેચમાંથી 7 જીતવી પડશે. આવી સ્થિતિમાં ભારત અને ન્યુઝીલેન્ડને આગામી 5-5 મેચોમાં 3-3 મેચ જીતવી પડશે.

જ્યારે ટૂર્નામેન્ટના ફેવરિટ ગણાતા પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં અનુક્રમે ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. અત્યાર સુધી પાકિસ્તાને 3માંથી 2 મેચ જીતી છે અને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ 3માંથી 1-1 મેચ જીતી છે. ત્રણેય ટીમનો નેટ રન રેટ નેગેટિવ છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ 3માંથી 2 મેચ જીતીને ત્રીજા સ્થાને છે અને ટીમનો રન રેટ પણ સકારાત્મક છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી અજેય રહેલી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 22 ઓક્ટોબર, રવિવારે ધર્મશાલામાં સામસામે ટકરાશે. બંને વચ્ચેની આ મેચમાં એક ટીમની જીતનો સિલસિલો તૂટી જશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રવિવારે કઈ ટીમ જીતે છે.

ભારતીય ટીમે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને ચાર મેચમાં હરાવ્યું છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને ચાર મેચમાં હરાવ્યું છે.

  • Follow us on: