• સ્ટેડિયમમાં પહોંચવા માટે સવારે 9:00 વાગ્યાથી મોટી સંખ્યામાં સમર્થકો પહોચ્યા

  • 12:00 વાગ્યાની આસપાસ મોટા ભાગનું સ્ટેડિયમ ભરાઈ ગયું હતું
  • સ્ટેડિયમમાં પાકિસ્તાનના સમર્થકોની ગેરહાજરી પણ સાલતી હતી

ભારત અને પાકિસ્તાનની મેચ માટે સવારથી ટ્રાફ્કિનો પ્રવાસ મોટેરા તરફ્ વળ્યો હતો અને સ્ટેડિયમમાં પહોંચવા માટે સવારે 9:00 વાગ્યાથી જ ગેટ નંબર-1 ઉપર મોટી સંખ્યામાં સમર્થકો પહોંચી ગયા હતા. સમર્થકો પોતાના બેઠક ઉપર પહોંચ્યા હતા ત્યારે તેમણે જાણે અભિમન્યુના સાત કોઠા પાર કર્યા હોય તેવો આનંદ થયો હતો. લગભગ 12:00 વાગ્યાની આસપાસ મોટા ભાગનું સ્ટેડિયમ ભરાઈ ગયું હતું અને લગ્ન પ્રસંગ હોય તેવી રીતે સમર્થકોએ પણ ડ્રેસ કોર્ડ નક્કી કર્યો હોય તેમ લાગતું હતું. મોટા ભાગના સમર્થકો કોહલી અને રોહિતને સમર્થન આપતી ટી-શર્ટ પહેરીને આવ્યા હતા. સ્ટેડિયમમાં જ્યારે નેશનલ એન્થમ શરૂ થઈ ત્યારે જાણે વાદળી સમુદ્ર છવાયો હોય તેમ લાગતું હતું. સ્ટેડિયમમાં પાકિસ્તાનના સમર્થકોની ગેરહાજરી પણ સાલતી હતી.

તમામ ટીમોના રેન્ડમ ડોપ ટેસ્ટ, કોઈ પોઝિટિવ નહીં

આઇસીસી વર્લ્ડ કપ દરમિયાન એન્ટિ ડોપિંગ એન્જસીએ વિવિધ મેચમાં ટીમોના કેટલાક ખેલાડીઓના રેન્ડમ ડોપ ટેસ્ટ લીધા છે અને પૂરા વર્લ્ડ કપ દરમિયાન આ પ્રોસેસ જારી રહેશે. હજુ સુધી એક પણ ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. કઈ ટીમના કયા ખેલાડીનો ડોપ ટેસ્ટ લેવામાં આવ્યો છે તેમના નામનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો નથી. તમામ ટીમોની મેડિકલ ટીમ હાઇટેક્ થઈ હોવાના કારણે તેઓ જે પણ ખેલાડીને મેડિસિન આપે છે તેનો રિપોર્ટ તૈયાર કરીને તેઓ આઇસીસીમાં મોકલી આપે છે. જેના કારણે ખેલાડીનો રિપોર્ટ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવે તો પણ તે અપીલ કરી શકતો હોય છે.

ફ્લાઇટ ડીલે, 100 જેટલા સમર્થકો વિલંબથી પહોંચ્યા

ભારત અને પાકિસ્તાનની મુકાબલા માટે મુંબઇ અને દિલ્હીથી પ્રાઇવેટ જેટ્સ આવ્યા હતા. આ કારણથી અમદાવાદના એરપોર્ટ ખાતે એરટ્રાફ્કિ જામ થયો હતો જેથી મુંબઇથી અમદાવાદ આવતી 6ઇ-6484 નંબરની ઇન્ડિગો ફ્લાઇટ પણ લગભગ 50 મિનિટ જેટલી લેટ પડી હતી. આ ફ્લાઇટમાં 100 પ્લસ ક્રિકેટ સમર્થકો પણ હતા. ફ્લાઇટ લેટ પડવાના કારણે આ સમર્થકોએ લગભગ પાકિસ્તાનની અડધી ઇનિંગ જોવાનું ચૂકી ગયા હતા. અમદાવાદમાં એર ટ્રાફ્કિજામ થતાં કેટલાક પ્રાઇવેટ જેટ્સને વડોદરા તથા સુરત ખાતે પાર્કિંગ કરાવ્યા હોવાની સંભાવના છે.

પાકિસ્તાનથી ઓનલાઇન કોઈ ટિકિટો બુક થઈ નથી

ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટોનું વિવિધ સ્લોટ્સ દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું અને વિશ્વભરમાંથી તેની ઓનલાઇન બુકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ મળેલી જાણકારી મુજબ પાકિસ્તાનમાંથી કોઈ સમર્થકે ઓનલાઇન બુકિંગ કરાવ્યું નહોતું. પાકિસ્તાન મૂળના તથા ઇંગ્લેન્ડ અથવા અમેરિકામાં સ્થાયી થયેલા કેટલાક સમર્થકોએ ટિકિટો ખરીદી હતી પરંતુ સમયસર વિઝા નહીં મળવાના કારણે તેઓ મેચ માટે અમદાવાદ આવી શક્યા નહોતા. પાકિસ્તાન તરફથી લગભગ 20 જેટલા રિપોર્ટર્સે પણ આ મેચના સાક્ષી બનવા માટે એક્રેડિશન માટે અરજી કરી હતી પરંતુ સમયસર વિઝા નહીં મળતા તેઓ પણ અમદાવાદ પહોંચી શક્યા નહોતા.


  • Follow us on: