- 16 વર્ષની ઉંમરે નસીમે જીત્યા હતા લોકોના દિલ
- એશિયા કપના ડેબ્યુમાં નસીમે મેળવી વાહવાહી
- દુખાવો થતો હોવા છતાં નસીમે બોલિંગ ના છોડી
એશિયા કપની પ્રથમ મેચમાં ભલે ભારતે પાકિસ્તાનની ટીમને ધમાકેદાર સ્ટાઈલમાં હરાવ્યું હતું. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારે ભલે મેચ જીતી હોય પરંતુ પાકિસ્તાનના નસીમ શાહે પોતાની બોલિંગ અને જોશથી બધાના દિલ જીતી લીધા હતા. જ્યારે નસીમ શાહ માત્ર 16 વર્ષના હતા. ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. આજે તે પાકિસ્તાન સિવાય આખી દુનિયા માટે હીરો બની ગયો છે.
પાકિસ્તાન સામે નસીમ શાહે તોફાની બોલિંગ કરી હતી. ખાસ વાત એ છે કે નસીમ શાહે પાકિસ્તાન માટે આ મેચથી ટી-20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 19 વર્ષના નસીમ શાહે કેએલ રાહુલ જેવા ખતરનાક બોલરને તેની પહેલી જ ઓવરમાં પેવેલિયન મોકલી દીધો હતો. આ પછી તેણે વિરાટ કોહલીને મોટા સ્ટ્રોક પણ મારવા દીધા ન હતા. નસીમ શાહે પણ સૂર્યકુમાર યાદવની વિકેટ લીધી હતી. તેની ચાર ઓવરમાં તેણે 27 રન આપીને 2 વિકેટ લીધી હતી.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 18મી ઓવર નસીમ શાહને આપી હતી. આ ઓવરમાં ગરમી અને ભેજને કારણે નસીમના પગમાં ક્રેમ્પ આવી ગયો હતો. પરંતુ તેણે મેદાન છોડ્યું ન હતું. તેના બદલે તેણે પોતાની ઓવર પૂરી કરી. આ ઓવરમાં તેણે ખતરનાક દેખાતા રવિન્દ્ર જાડેજાને પણ એલબીડબલ્યુ કર્યો હતો. પરંતુ થર્ડ અમ્પાયરના કારણે નિર્ણય બદલવો પડ્યો હતો. ભારે દુઃખમાં હોવા છતાં આ યુવા ખેલાડીએ પોતાની ઓવર પૂરી કરીને વિશ્વભરના ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું હતું.
માતાએ ક્રિકેટ રમવા માટે સક્ષમ બનાવ્યો
એક વેબસાઇટમાં છપાયેલા સમાચાર મુજબ જ્યારે નસીમ ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાન A માટે ક્રિકેટ મેચ રમી રહ્યો હતો. ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. પીએસએલમાં રમતી વખતે તેણે કહ્યું હતું કે અમ્મી સાથે ઘણો લગાવ હતો. તેણે મને ક્રિકેટ રમવા માટે સક્ષમ બનાવ્યો. મારા પિતા ક્રિકેટની સખત ના પાડી દેતા હતા. પાકિસ્તાનમાં સંઘર્ષનું બીજું નામ નસીમ શાહ છે. આજથી ત્રણ વર્ષ પહેલા 2019માં નસીમે ઓસ્ટ્રેલિયા સામે તબાહી મચાવી હતી. આ મેચ ઓસ્ટ્રેલિયા A વિરુદ્ધ પર્થમાં રમાઈ રહી હતી. બે વિકેટ લેનાર નસીમ વિશે બહુ ઓછા લોકોને ખબર હતી કે તેની આંખો આંસુઓથી ભરાઈ આવી હતી. બીજી તરફ 16 વર્ષીય નસીમની માતાના અંતિમ સંસ્કાર પાકિસ્તાનમાં થઈ રહ્યા હતા અને અહીં નસીમ પોતાની ટીમ, પોતાના દેશ માટે મેદાનમાં મેચ રમી રહ્યો હતો.