- 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
- ઈજાના કારણે રાહુલ પ્રથમ બે મેચ નહી રમી શકે
- આ 4 ખેલાડીઓ પ્રથમ વખત પાકિસ્તાન સામે રમશે
2023 એશિયા કપ શરૂ થઈ ગયો છે. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો 2 સપ્ટેમ્બરે આમને-સામને થશે. જાણો, પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
કેએલ રાહુલ પહેલી બે મેચમાંથી બહાર થયા
આઈપીએલ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા કેએલ રાહુલ ઘણા સમયથી વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, તે પાકિસ્તાન સામેની મેચમાં નહીં રમે. કેએલ રાહુલ એશિયા કપની પ્રથમ બે મેચમાંથી બહાર છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે ઇશાન કિશન પાકિસ્તાન સામેની મેચમાં વિકેટકીપિંગ કરશે. જો કે તે કઈ પોઝીશન પર રમશે તે આગામી મેચમાં ખબર પડશે.
વિરાટ કોહલી ચોથા નંબર પર રમશે?
ઈશાન કિશને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝમાં સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. જોકે, તેણે તે સિરીઝમાં ઓપનિંગ કર્યું હતું. તે સારા લયમાં છે. આવી સ્થિતિમાં ઈશાન કિશન ફરી એકવાર ઓપનિંગ કરશે કે નહીં તે જોવું રહ્યું. આ સિવાય વિરાટ કોહલી ત્રીજા કે ચોથા નંબર પર બેટિંગ કરશે. આ પણ જોવાની બાબત રહેશે.
ભારત બે સ્પિનરો અને ત્રણ ઝડપી બોલરોને મેદાનમાં ઉતારશે
ભારતની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો ટીમમાં બે સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલર હોઈ શકે છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી એક્શનમાં જોવા મળી શકે છે. જ્યારે સ્પિન વિભાગની જવાબદારી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવના ખભા પર આવી શકે છે.
આ 4 ખેલાડીઓ પ્રથમ વખત પાકિસ્તાન સામે રમશે
ટીમ ઈન્ડિયાના ઘણા એવા ક્રિકેટર છે, જેઓ પહેલીવાર પાકિસ્તાન સામે ODI મેચ રમશે. જેમાં ઓપનર શુભમન ગિલ, મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર, વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સામેલ છે. તે તમામ ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવન સ્થાન મળશે. જો કે તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે તો તેઓ પણ પહેલીવાર પાકિસ્તાન સામે રમશે.
પાકિસ્તાન સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ.