• એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે
  • ભારત-પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં મેચ રમાશે
  • કેન્ડીમાં મેચ ટીમ ઈન્ડિયા માટે નસીબદાર

ભારત અને પાકિસ્તાન…જ્યારે પણ આ ટીમો આમને-સામને આવે છે ત્યારે દુનિયાની નજર તેમના તરફ હોય છે.70 યાર્ડના વર્તુળમાં દરેક બોલ પર ઇતિહાસ લખાયેલો છે. એક એવી મેચ જેને કરોડો ચાહકો જુએ છે અને તેને મેચ તરીકે નહીં પરંતુ યુદ્ધ તરીકે જોવામાં આવે છે. ટૂંક સમયમાં એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. સમાચાર એ છે કે આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો ત્રણ વખત ટકરાશે અને પહેલી ટક્કર 2 સપ્ટેમ્બરે લગભગ નક્કી છે. જો કે એશિયા કપનું શેડ્યૂલ બુધવારે રાત્રે જાહેર થવા જઈ રહ્યું છે પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત-પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં મેચ રમાવાની છે

કેન્ડીમાં રમાઈ રહેલી ભારત-પાકિસ્તાન મેચ રોહિત એન્ડ કંપની માટે એક સારા સમાચાર સમાન છે. તો બીજી તરફ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ આ સમાચારને કારણે તણાવમાં આવી શકે છે. તેનું કારણ કેન્ડીના પલ્લેકેલેમાં ભારત-પાકિસ્તાનનો રેકોર્ડ છે. પલ્લેકેલેમાં બંને ટીમોના રેકોર્ડ પહેલા જાણી લો કે એશિયા કપનું શેડ્યૂલ પણ બદલાઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 31 ઓગસ્ટથી યોજાનારી આ ટુર્નામેન્ટ હવે 30 ઓગસ્ટના એક દિવસ પહેલા શરૂ થશે. ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે.

કેન્ડીમાં મેચ ટીમ ઈન્ડિયા માટે નસીબદાર

કેન્ડીમાં મેચ રમવી એ ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે કારણ કે તે આ મેદાન પર ક્યારેય મેચ હારી નથી. ભારતીય ટીમે કેન્ડીના પલ્લેકેલે મેદાન પર 3 મેચ રમી અને ત્રણેયમાં જીત મેળવી છેે.

ભારતનો રેકોર્ડ 

2012: ભારતે શ્રીલંકાને 20 રને હરાવ્યું

2017: ભારતે શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું

2017: ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું

કેન્ડીમાં રોહિત શર્મા-બુમરાહનો જબરદસ્ત રેકોર્ડ

તમને જણાવી દઈએ કે આ મેદાન પર કેપ્ટન રોહિત શર્માના નામે સર્વશ્રેષ્ઠ રેકોર્ડ છે. તે આ મેદાન પર ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. કેન્ડીમાં રોહિતે 3 મેચમાં 91ની એવરેજથી 182 રન બનાવ્યા છે. રોહિતે આ મેદાન પર સદી પણ ફટકારી હતી. બોલિંગમાં જસપ્રીત બુમરાહે કેન્ડીમાં તબાહી મચાવી છે. 27 ઓગસ્ટ 2017ના રોજ રમાયેલી મેચમાં બુમરાહે શ્રીલંકા સામે 10 ઓવરમાં 27 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.




  • Follow us on: