- ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને કેબિનેટ મંત્રીનું નિવેદન
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ
- કટ્ટર હરીફો વચ્ચેની વર્લ્ડ કપ ક્રિકેટ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની હાઇવૉલ્ટેજ મેચ રમાઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજની મેચ ભારે રસાકસી વાળી બની રહેશે તે ચોક્કસ છે. ત્યારે, ક્રિકેટ જગતની સાથે સાથે રાજકારણીઓ પણ આજની મેચના ઉત્સાહથી બાકાત નથી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજની મેચને લઈને આશાવાદ વ્યક્ત કર્યો છે.
ભાજપના નેતા અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ મેચથી આજે સ્ટેડિયમનું ઉદ્ઘાટન પણ થઈ જશે. સાથે સાથે આજની મેચને લઈને આશાવાદ વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સામે આજની મેચમાં ભારતની જીત નિશ્ચિત છે.
મહત્વનું છે કે, ભારત પાકિસ્તાન વચ્ચેની આજની મેચમાં ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, સમગ્ર પાકિસ્તાનની ટીમ માત્ર 191 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ પર ભારતીય બોલર્સ હાવી રહ્યા હતા.









