- વિમેન્સ એશિયા કપ : હરમનપ્રીત કૌરની ટીમ વિજય માટેની ફેવરિટ રહેશે
- ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે પોતાના પ્રથમ મુકાબલામાં
- પાકિસ્તાનને કોઈ પણ મુશ્કેલી વિના સાત વિકેટે પરાજય આપ્યો હતો
આત્મવિશ્વાસથી ભરપૂર ભારતની વિમેન્સ ક્રિકેટ ટીમ રવિવારે યુએઇ સામે વિજય હાંસલ કરીને વિમેન્સ એશિયા કપ ટી20 ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવાના ઇરાદા સામે મેદાનમાં ઉતરશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે પોતાના પ્રથમ મુકાબલામાં પાકિસ્તાનને કોઈ પણ મુશ્કેલી વિના સાત વિકેટે પરાજય આપ્યો હતો. ભારતના હાલમાં બે પોઇન્ટ છે અને તેના પ્લસ 2.29 રનરેટ છે. યુએઇની હરાવવાની સાથે તેના ચાર પોઇન્ટ થશે અને હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ અંતિમ-4માં પહોંચનાર પ્રથમ ટીમ બની જશે. પાકિસ્તાન સામે દીપ્તિ શર્મા, રેણુકાસિંહ તથા પૂજા વસ્ત્રાકરે શાનદાર સ્પેલ નાખ્યા હતા અને યુએઇ સામેની મેચમાં પણ તેમની પાસેથી વધુ સારા દેખાવની આશા રાખવામાં આવશે. સ્પિનર રાધા યાદવ પાસેથી ચુસ્ત સ્પેલની સાથે વિકેટોની પણ આશા રખાશે.










