• ભારતે બીજી T20માં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું
  • જયસ્વાલ-દુબેની શાનદાર ફિફટી, અર્શદિપની 3 વિકેટ
  • ભારતે 3 મેચની T20 સિરીઝમાં 2-0થી લીડ મેળવી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી બીજી T20માં ભારતની 6 વિકેટ જીત થઈ છે. ટોસ હારીને બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાન ટીમે 20 ઓવર બાદ 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી ભારતીય ટીમને 15.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારતે સિરીઝમાં 2-0થી લીડ મેળવી છે.

ભારતની ઈનિંગ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી બીજી T20માં ભારતની 6 વિકેટ જીત થઈ છે. ટોસ હારીને બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાન ટીમે 20 ઓવર બાદ 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી ભારતીય ટીમને 15.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર શૂન્યના સ્કોર પર આઉટ થયા બાદ વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે ઈનિંગને સંભાળી હતી. સારી શરૂઆત આપીને કોહલી નવિન ઉલ હકનો શિકાર બન્યો હતો. કોહલી 16 બોલમાં 5 ફોરની મદદથી 29 રન બનાવ્યા હતા. ત્યારબાદ જયસ્વાલ અને શિવમ દુબે વચ્ચે 92 રનની પાર્ટનરશિપ થઈ હતી. યશસ્વી જયસ્વાલ 34 બોલમાં 5 ફોર અને 6 સિકસરની મદદથી 68 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટકીપર બેટ્સમેન 2 બોલમાં શૂન્ય રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શિવમ દુબે 31 બોલમાં 5 ફોર અને 4 સિકસરની મદદથી 63 રન અને રિંકુ સિંહ 8 બોલમાં 8 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો કરીમ જમાતે 2 બેટ્સમેનોને શિકાર બનાવ્યા હતા. જ્યારે ફઝલહક ફારૂકી અને નવીન-ઉલ હકને 1-1 સફળતા મળી હતી.

શિવમ દુબેએ ફટકારી ફિફટી

યશસ્વી જયસ્વાલ બાદ હવે શિવમ દુબેએ પણ ફિફટી ફટકારી છે. શિવમે આજે ફરી એકવાર અડધી સદીની ઇનિંગ રમી છે. પ્રથમ ટી20માં પણ તેણે 40 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી. ભારતનો સ્કોર 12.2 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 154 રન છે.

જયસ્વાલે  ફટકારી ફિફ્ટી

યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને 27 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ સાથે જયસ્વાલે T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 4 ફિફટી ફટકારી છે. દુબે પણ સારી બેટિંગ કરી રહ્યો છે અને તેણે 13 બોલમાં 27 રન બનાવ્યા છે. ભારતનો સ્કોર 10 ઓવર બાદ 116/3 છે.

ભારતની તાબડતોડ શરૂઆત

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બીજી T20માં 172 ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 6 ઓવર બાદ 2 વિકેટના નુકસાને 69 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર શૂન્યના સ્કોર પર આઉટ થયા બાદ વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે ઈનિંગને સંભાળી હતી. સારી શરૂઆત આપીને કોહલી નવિન ઉલ હકનો શિકાર બન્યો હતો. કોહલી 16 બોલમાં 5 ફોરની મદદથી 29 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 18 બોલમાં 4 ફોર અને 3 સિકસરની મદદથી 39 રન બનાવીને ક્રિઝ પર છે. અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો ફઝલહક ફારૂકી અને નવીન-ઉલ હકને 1-1 સફળતા મળી હતી.

બીજો ઝટકો: રોહિત શર્મા ફરી એકવાર શૂન્યના સ્કોર પર આઉટ થયા બાદ વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે ઈનિંગને સંભાળી હતી. સારી શરૂઆત આપીને કોહલી નવિન ઉલ હકનો શિકાર બન્યો હતો. કોહલી 16 બોલમાં 5 ફોરની મદદથી 29 રન બનાવ્યા હતા. 

પ્રથમ ઝટકો: ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર શૂન્યના સ્કોર પર આઉટ થયો છે. ફઝલહક ફારૂકીએ પહેલા જ બોલ પર રોહિતને બોલ્ડ કર્યો હતો. પ્રથમ T20 મેચમાં પણ રોહિત શૂન્ય રને આઉટ થયો હતો, હવે બીજી T20માં પણ રોહિત શૂન્ય પર આઉટ થયો હતો.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બીજી T20ની બીજી ઈનિંગ શરૂ થઈ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાન ટીમે 20 ઓવર બાદ 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી ભારતીય ટીમને જીત માટે 173 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા છે. જ્યારે અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીએ ઓવરની શરૂઆત કરી છે.

અફઘાનિસ્તાનની ઈનિંગ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બીજી T20ની પ્રથન ઈનિંગ પૂર્ણ થઈ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાન ટીમે 20 ઓવર બાદ 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી ભારતીય ટીમને જીત માટે 173 રનનો ટાર્ગેટ મળ્યો છે. અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ રન ગુલબદી નાયબએ 35 બોલમાં 5 ફોર અને 4 સિકસરની મદદથી 57 રન બનાવ્યા છે. નજીબુલ્લાહ ઝદરાને 21 બોલમાં 23 રન બનાવ્યો છે. જ્યારે ઓેપનર રહેમાનુલ્લા ગુરબાઝ અને મોહમ્મદ નબીએ 14 રનનું યોગદાન આપ્યું છે. જ્યારે લોઅર ઓર્ડરમાં કરીમ જમાતે 10 બોલમાં 20 રનની મહત્વપુર્ણ ઈનિંગ રમી હતી. જ્યારે મુજીબ ઉર રહેમાન 9 બોલમાં 2 ફોર અને 2 સિકસરની મદદથી 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય બોલરની વાત કરવામાં આવે તો અર્શદીપ સિંહને 3 બેટ્સમેનોને પોતાના શિકાર બનાવ્યા છે. અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ 2-2 સફળતા મળી છે. જ્યારે શિવમ દુબેએ પણ એક વિકેટ ઝડપી છે.

છઠ્ઠો ઝટકો: અફઘાનિસ્તાનને છઠ્ઠો ફટકો પડ્યો છે. ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે અફઘાનિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન નજીબુલ્લાહ ઝરદાનને બોલ્ડ કર્યો છે. આ ખેલાડીએ 21 બોલમાં 23 રનની ઇનિંગ રમીને આઉટ થયો છે.

પાંચમો ઝટકો: અફઘાનિસ્તાનની 5મી વિકેટ પડી છે. બિશ્નોઈએ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને પેવેલિયન ભેગો કર્યો છે. આ સાથે બિશ્નોઈને મેચમાં બીજી સફળતા મળી હતી.  નબી 18 બોલમાં 14 રન કરીને આઉટ થયો છે. 14.3 ઓવરમાં સ્કોર 5 વિકેટના નુકસાન પર 104 રન છે.

અફઘાનિસ્તાનનો સ્કોર 100ને પાર

અફઘાનિસ્તાનનો સ્કોર 100ને પાર કરી ગયો છે. 14 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 104 રન છે. અફઘાનિસ્તાનના બેટ્સમેનો છેલ્લી 6 ઓવરમાં મોટો સ્કોર કરવાનો પ્રયાસ કરશે.

ચોથો ઝટકો: અક્ષર પટેલે ભારતને મોટી સફળતા અપાવી છે. ખતરનાક દેખાતો ગુલબદીન પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. ગુલબદીને 35 બોલમાં 5 ફોર અને 4 સિકસરની મદદથી 57 રન બનાવ્યા છે. 11.3 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 92 રન છે.

ગુલબદ્દીન નાયબે ફટકારી ફિફ્ટી

અફઘાનિસ્તાનના ખેલાડી ગુલબદ્દીન નાયબે શાનદાર ફિફટી ફટકારી છે. તેણે માત્ર 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. આ દરમિયાન તેણે 5 ફોર અને 3 સિકસર ફટકારી છે. 10 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 3 વિકેટના નુકસાને 81 રન છે.

ત્રીજો ઝટકો: ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબેએ અફઘાનિસ્તાનને ત્રીજો ઝટકો આપ્યો છે. દુબેએ અફઘાનિસ્તાનના ખેલાડી ઓમરઝાઈને બોલ્ડ કર્યો છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનની ટીમ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. 7 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 60/3 છે

પાવરપ્લેમાં ભારતની પકડ મજબુત

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બીજી T20નો પ્રથન ઈનિંગનો પાવરપ્લે પૂર્ણ થયો છે. ટોસ હારીને બેટિંગ કરવા આવેલી અફગાનિસ્તાન ટીમે 6 ઓવર બાદ 2 વિકેટના નુકસાને 58 રન બનાવ્યા છે. ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે તાબડતોડ શરૂઆત કરી હતી. બિશ્નોઈએ આવતાની સાથે કમાલ કરી હતી અને ગુરબાઝને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ અક્ષર પટેલે અફઘાનિસ્તાનના કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાનને બોલ્ડ આઉટ કર્યો હતો. ઈબ્રાહિમ ઝદરાન 10 બોલમાં 98 રન બનાવ્યા હતા. હાલમાં અફગાનિસ્તાન તરફથી ગુલબદ્દીન નાયબ અને અઝમતુલ્લા ઓમરઝાઈ ક્રિઝ પર છે. ભારતીય બોલરની વાત કરવામાં આવે તો અક્ષર અને બિશ્નોઈને 1-1 સફળતા મળી છે.

બીજો ઝટકો: અફઘાનિસ્તાનને બીજો ફટકો પડ્યો છે. અફઘાનિસ્તાનની બીજી વિકેટ 53 રનના સ્કોર પર પડી હતી. આ મેચમાં સ્પિન બોલરોનો દબદબો જોવા મળી રહ્યો છે. રવિ બિશ્નોઈએ પ્રથમ અને અક્ષર પટેલે બીજી વિકેટ લીધી હતી.

પ્રથમ ઝટકો: અફઘાનિસ્તાન તરફથી ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે તાબડતોડ શરૂઆત કરી હતી. ત્યારબાદ કેપ્ટને બોલ રવિ બિશ્નોઈને સોંપી હતી. બિશ્નોઈએ આવતાની સાથે કમાલ કરી હતી અને ગુરબાઝને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ગુરબાઝ 9 બોલમાં 1 ફોર અને 1 સિકસની મદદથી 14 રન બનાવીને આઉટ થયો હતો.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બીજી T20 મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેથી અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાન ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા છે. ભારત તરફથી પ્રથમ ઓવરની શરૂઆત અર્શદીપ સિંહે કરી છે.

ભારતે ટોસ જીત્યો

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝની બીજી T20 મેચ હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણાયક મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટીમમાં બે ફેરફાર કર્યા છે. શુભમન ગિલના સ્થાને યશસ્વી જયસ્વાલને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે વિરાટ કોહલીની 14 મહિના બાદ ટીમમાં વાપસી થઈ છે. જ્યારે અફઘાનિસ્તાને એક ફેરફાર કર્યો છે. રહેમત શાહના સ્થાને નુર અહેમદને ટીમમાં સ્થાન આપવમાં આવ્યું છે.

બંને દેશની સંભવિત પ્લેઈંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર.

અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઈ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, કરીમ જનાત, નુર અહેમદ, ફઝલહક ફારૂકી, નવીન-ઉલ હક, મુજીબ ઉર રહેમાન

પિચ રિપોર્ટ

ઈન્દોરના હોલકર સ્ટેડિયમની પિચ સપાટ છે, આઉટફિલ્ડ ખૂબ જ ઝડપી છે અને બાઉન્ડ્રી પણ નાની છે, જેનો અર્થ છે કે આ વિકેટ બેટ્સમેન માટે વધુ મદદરૂપ છે. આ મેદાનમાં રનનો વરસાદ જોવા મળી શકે છે.આ મેદાન પર રમાયેલી ત્રણ T20 મેચોમાં બે વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમે 150થી વધુ રન બનાવ્યા છે. આ મેદાન પર T20 ઈન્ટરનેશનલમાં સર્વોચ્ચ સ્કોર 260 રન છે.

હેડ ટૂ હેડ મુકાબલો

ભારત અને અફઘાનિસ્તાનની ટીમો અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલમાં 6 વખત ટકરાયા છે. અહીં અફઘાન ટીમ 5 મેચ હારી છે અને એક મેચ અનિર્ણિત રહી છે. અહીં ઈન્દોરની વાત કરીએ તો ભારતીય ટીમ અહીં અત્યાર સુધી ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે. અહીં તેણે બે જીત અને એક હારી છે. ભારતે અહીં શ્રીલંકાને બે મેચમાં હરાવ્યું છે અને સાઉથ આફ્રિકા સામે એક મેચ હારી છે.

  • Follow us on: