• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ
  •  ત્રીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાની 5 વિકેટે થઈ છે જીત
  • પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમની થઈ છે જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાની 5 વિકેટે જીત થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યૂ વેડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવર બાદ 3 વિકેટના નુકસાને 222 રન બનાવ્યા હતા. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 223 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનનું પ્રદર્શન

ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલે 48 બોલમાં અણનમ 104 રન કર્યા છે. આ ઉપરાંત મેથ્યૂ વેડે 16 બોલમાં અણનમ 28 રન કર્યા છે. આ સાથે જ ટ્રેવિસ હેડે 18 બોલમાં 35, એરોન હાર્ડીએ 12 બોલમાં 16, જોશ ઈંગ્લિસે 6 બોલમાં 10, માર્કસ સ્ટોઇનિસે 21 બોલમાં 17 અને ટિમ ડેવિડે 1 બોલમાં શૂન્ય રન કર્યા છે.

ભારતના બોલર્સનું પ્રદર્શન

ભારત માટે રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ, આવેશ ખાને 1 ઓવરમાં 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ, અક્ષર પટેલે 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ અને અર્શદીપ સિંહે 4 ઓવરમાં 44 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 68 રન આપ્યા છે.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ

202/5 (19 ઓવર)- અક્ષર પટેલે પોતાની અંતિમ અને ઈનિંગની 19મી ઓવર નાખી છે. આ ઓવરમાં અક્ષર પટેલે 1 સિક્સ અને 3 ફોર સાથે 22 રન આપ્યા છે.

180/5 (18 ઓવર)- પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારત માટે ઓવર નાખી છે. આ ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ માત્ર 5 રન આપ્યા છે.

174/5 (17 ઓવર)- અર્શદીપ સિંહે પોતાની અંતિમ અને ઈનિંગની 17મી ઓવર નાખી છે. આ ઓવરમાં અર્શદીપે 2 સિક્સ સાથે 16 રન આપ્યા છે.

158/5 (16 ઓવર)- આવેશ ખાને પોતાની અંતિમ અને ઈનિંગની 16મી ઓવર નાખી છે. આ ઓવરમાં આવેશ ખાને 1 ફોર અને 1 સિક્સ સાથે 13 રન આપ્યા છે.

145/5 (15 ઓવર)- ભારત માટે અર્શદીપ સિંહે ઓવર નાખી છે. આ ઓવરમાં અર્શદીપે 9 રન આપ્યા છે. આ ઓવરમાં ગ્લેન મેક્સવેલે ફિફ્ટી ફટકારી છે. મેક્સવેલે પોતાના આ 50 રન 28 બોલમાં પૂર્ણ કર્યા છે. 

136/5 (14 ઓવર)- રવિ બિશ્નોઈએ ભારતને વધુ એક સફળતા અપાવી છે. રવિ બિશ્નોઈએ ટિમ ડેવિડને આઉટ કર્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલ 25 બોલમાં 48 રન કરીને અને મેથ્યૂ વેડ 2 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. રવિ બિશ્નોઈએ આ ઓવરમાં 1 વિકેટ લેવા સાથે 8 રન આપ્યા છે. 

128/4 (13 ઓવર)- અક્ષર પટેલે ભારતને ચોથી સફળતા અપાવી છે. અક્ષરે 21 બોલમાં 17 રન કરનારા માર્કસ સ્ટોઇનિસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અક્ષરે આ ઓવરમાં 1 વિકેટ લેવા સાથે 10 રન આપ્યા છે.

118/3 (12 ઓવર)- આવેશ ખાને પોતાની ત્રીજી અને ઈનિંગની 12મી ઓવર નાખી છે. આ ઓવરમાં આવેશ ખાને 7 રન આપ્યા છે.

111/3 (11 ઓવર)- અક્ષર પટેલે પોતાની બીજી અને ઈનિંગની 11મી ઓવર નાખી છે. આ ઓવરમાં અક્ષરે 1 ફોર સાથે 6 રન આપ્યા છે.

105/3 (10 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી T-20 મેચમાં 10 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટના નુકસાને 105 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાનો ઓપનર ટ્રેવિસ હેડ 18 બોલમાં 35 રન કરીને અને એરોન હાર્ડી 12 બોલમાં 16 રન કરીને આઉટ થયો છે. આ ઉપરાંત જોશ ઈંગ્લિસ 6 બોલમાં 10 રન કરીને આઉટ થયો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલ 13 બોલમાં 27 રન કરીને અને માર્કસ સ્ટોઈનિસ 12 બોલમાં 9 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, અર્શદીપ સિંહે 2 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ અને રવિ બિશ્નોઈએ 3 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત આવેશ ખાને 2 ઓવરમાં 17 અને અક્ષર પટેલે 1 ઓવરમાં 3 રન આપ્યા છે. 

99/3 (9 ઓવર)- અક્ષર પટેલે ભારત માટે સફળ ઓવર નાખી છે. અક્ષરે પોતાની પ્રથમ ઓવરમાં માત્ર 3 રન આપ્યા છે.

96/3 (8 ઓવર)- પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારત માટે ઓવર નાખી છે. આ ઓવર થોડી મોંઘી સાબિત થઈ છે. પ્રસિદ્ધે આ ઓવરમાં 23 રન આપ્યા છે. 

73/3 (7 ઓવર)- રવિ બિશ્નોઈએ ભારતને ત્રીજી સફળતા અપાવી છે. રવિએ 6 બોલમાં 10 રન કરનારા જોશ ઈંગ્લિસને બોલ્ડ કર્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલ 4 બોલમાં 4 રન કરીને અને માર્કસ સ્ટોઇનિસ 2 બોલમાં 2 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. રવિ બિશ્નોઈએ આ ઓવરમાં 1 વિકેટ લેવા સાથે 6 રન આપ્યા છે. 

67/2 (6 ઓવર)- આવેશ ખાને ભારતને બીજી સફળતા અપાવી છે. આવેશે 18 બોલમાં 35 રન કરનારા ટ્રેવિસ હેડને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલ 1 બોલમાં 1 રન કરીને અને જોશ ઈંગ્લિસ 5 બોલમાં 10 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. આવેશ ખાને 1 વિકેટ લેવા સાથે પોતાની ઓવરમાં 11 રન આપ્યા છે.

56/1 (5 ઓવર)- અર્શદીપ સિંહે ભારતને પ્રથમ સફળતા અપાવી છે. અર્શદીપે 12 બોલમાં 16 રન કરનારા એરોન હાર્ડીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ 16 બોલમાં 31 રન કરીને અને જોશ ઈંગ્લિસ 2 બોલમાં 5 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. અર્શદીપે આ ઓવરમાં 1 વિકેટ લેવા સાથે 10 રન આપ્યા છે.

46/0 (4 ઓવર)- ભારત માટે આવેશ ખાને સફળ ઓવર નાખી છે. આવેશે પોતાની ઓવરમાં 6 માત્ર રન આપ્યા છે.

40/0 (3 ઓવર)- રવિ બિશ્નોઈએ પોતાની પ્રથમ અને ઈનિંગની ત્રીજી ઓવર નાખી છે. આ ઓવરમાં રવિ બિશ્નોઈએ 1 વાઈડ અને 2 ફોર સાથે 15 રન આપ્યા છે.

25/0 (2 ઓવર)- ભારત માટે પ્રસિદ્ધ કૃષ્ણાએ બીજી ઓવર નાખી છે. આ ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ફોર સાથે 16 રન આપ્યા છે.

9/0 (1 ઓવર)-  ઓસ્ટ્રેલિયા માટે  ટ્રેવિસ હેડ અને એરોન હાર્ડીએ ઓપનિંગ કર્યું છે, જ્યારે ભારત માટે પ્રથમ ઓવર અર્શદીપ સિંહે નાખી છે. આ ઓવરમાં અર્શદીપે  2 ફોર સાથે 9 રન આપ્યા છે.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ શરૂ થઈ છે. જેથી ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડ અને એરોન હાર્ડી ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ભારતે 20 ઓવર બાદ 222 રન બનાવ્યા છે. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 232 રનનો ટાર્ગેટ મળ્યો છે.

ભારતની ઈનિંગ

222/3 (20 ઓવર)-ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે 20 ઓવર બાદ 222 રન બનાવ્યા છે. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 223 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે ઓપનર યશસ્વી જયસ્વાલે 6 બોલમાં 6 રન, ઈશાન કિશન 5 બોલમાં શૂન્ય, ઋતુરાજ ગાયકવાડે 57 બોલમાં 123 રન, સૂર્યકુમાર યાદવે 29 બોલમાં 39 અને તિલક વર્માએ 24 બોલમાં 31 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, જેસન બેહરનડોર્ફે 4 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ, એરોન હાર્ડીએ 4 ઓવરમાં 64 રન આપીને 1 વિકેટ અને કેન રિચર્ડસને 3 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત તનવીર સાંઘાએ 4 ઓવરમાં 42, નાથન એલિસે 4 ઓવરમાં 36 રન અને ગ્લેસ મેક્સવેલે 1 ઓવરમાં 30 રન આપ્યા છે. 

192/3 (19 ઓવર)- નાથન એલિસે પોતાની અંતિમ અને ઈનિંગની 19મી ઓવર નાખી છે. આ ઓવરમાં નાથને 12 રન આપ્યા છે.

180/3 (18 ઓવર)- એરોન હાર્ડીએ પોતાની અંતિમ અને ઈનિંગની 18મી ઓવર નાખી છે. આ ઓવરમાં હાર્ડીએ 3 સિક્સ અને 1 ફોર સાથે 25 રન આપ્યા છે.

155/3 (17ઓવર)- જેસન બેહરનડોર્ફે પોતાની અંતિમ અને ઈનિંગની 17મી ઓવર નાખી છે. આ ઓવરમાં જેસને 7 રન આપ્યા છે. 

148/3 (16 ઓવર)- ઓસ્ટ્રેલિયા માટે નાથન એલિસે સફળ ઓવર નાખી છે. નાથને ઈનિંગની 16મી ઓવરમાં માત્ર 5 રન આપ્યા છે. 

143/3 (15 ઓવર)- તનવીર સાંઘાએ પોતાની અંતિમ અને ઈનિંગની 15મી ઓવર નાખી છે. આ ઓવરમાં તનવીરે 1 ફોર અને 1 સિક્સ સાથે 11 રન આપ્યા છે.

132/3 (14 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી T-20 મેચમાં ભારતના ઓપનર ઋતુરાજ ગાયકવાડે ફિફ્ટી ફટકારી છે. ગાયકવાડે પોતાના આ 50 રન 32 બોલમાં પૂર્ણ કર્યા છે. ઋતુરાજની આ ફિફ્ટીમાં 9 ફોર સામેલ છે. ઓસ્ટ્રેલિયા માટે આ ઓવર એરોન હાર્ડીએ નાખી છે. જેમાં એરોને 3 વાઈડ અને 3 ફોર સાથે 19 રન આપ્યા છે. 

113/3 (13 ઓવર)- તનવીર સાંઘા ઓસ્ટ્રેલિયા માટે ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં તનવીરે 1 વાઈડ અને 2 ફોર સાથે 12 રન આપ્યા છે.

101/3 (12 ઓવર)- કેન રિચર્ડસને ઓસ્ટ્રેલિયા માટે ઓવર નાખી છે. આ ઓવરમાં તિલક વર્માએ 2 ફોર ફટકારી છે. સાથે ભારતીય બેટ્સમેનોએ આ ઓવરમાં 13 રન લીધા છે.

83/3 (11 ઓવર)- એરોન હાર્ડીએ ભારતને ત્રીજો ઝટકો આપ્યો છે. હાર્ડીએ 29 બોલમાં 39 રન કરનારા ભારતીય કેપ્ટનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. હવે ભારત માટે ઋતુરાજ ગાયકવાડ 24 બોલમાં 28 રન કરીને અને તિલક વર્મા 2 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.

74/2 (10 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 10 ઓવરની રમત પૂર્ણ થઈ છે. ભારતે 10 ઓવર બાદ 2 વિકેટના નુકસાને 80 રન બનાવ્યા છે. ભારતનો ઓપનર યશસ્વી જયસ્વાલ 6 બોલમાં 6 રન કરીને અને ઈશાન કિશન 5 બોલમાં શૂન્ય રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે ઋતુરાજ ગાયકવાડ 21 બોલમાં 21 રન કરીને અને સૂર્યકુમાર યાદવ 28 બોલમાં 39 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, કેન રિચર્ડસને 2 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ અને જેસન બેહરનડાર્ફે 3 ઓવરમાં 5 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત તનવીર સાંઘાએ 2 ઓવરમાં 19, એરોન હાર્ડીએ 1 ઓવરમાં 12 અને નાથન એલિસે 2 ઓવરમાં 19 રન આપ્યા છે.

74/2 (9 ઓવર)- તનવીર સંઘાએ પોતાની બીજી અને ઈનિંગની 9મી ઓવર નાખી છે. આ ઓવરમાં તનવીરે 1 ફોર સાથે 8 રન આપ્યા છે.

66/2 (8 ઓવર)- એરોન હાર્ડીએ પોતાની પ્રથમ અને ઈનિંગની 8મી ઓવર નાખી છે. આ ઓવરમાં એરોને 2 ફોર સાથે 12 રન આપ્યા છે.

54/2 (7 ઓવર)- તનવીર સંઘાએ પોતાની પ્રથમ અને ઈનિંગની 7મી ઓવર નાખી છે. આ ઓવરના પ્રથમ બોલ પર ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાગવે ફોર ફટકારીને તનવીરનું સ્વાગત કર્યું છે. આ ઓવરમાં તનવીર સાંઘાએ 11 રન આપ્યા છે.

43/2 (6 ઓવર)- જેસન બેહરનડોર્ફ ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં જેસને માત્ર 4 રન આપ્યા છે. અત્યારે ભારત માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઓપનર ઋતુરાજ ગાયકવાડ બેટિંગ કરી રહ્યો છે.

39/2 (5 ઓવર)- નાથન એલિસે પોતાની પ્રથમ અને ઈનિંગની 5મી ઓવર નાખી છે. આ ઓવરમાં નાથને 2 સિક્સ સાથે 13 રન આપ્યા છે.

26/2 (4 ઓવર)- જેસન બેહરનડોર્ફ ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં જેસને માત્ર 1 રન આપ્યો છે. આ રન પણ વાઈડનો આવ્યો છે.

25/2 (3 ઓવર)- કેન રિચર્ડસને ભારતને બીજો ઝટકો આપ્યો છે. ઈશાન કિશન ખાતું ખોલ્યા વિના આઉટ થયો છે. હવે ભારત માટે ઋતુરાજ ગાયકવાડ 4 બોલમાં 5 રન કરીને અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ 3 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.

18/1 (2 ઓવર)- ભારતીય ટીમની ઈનિંગની બીજી ઓવરમાં જ પ્રથમ ઝટકો, લાગ્યો છે. જેસન બેહરનડોર્ફે 6 બોલમાં 6 રન કરનારા યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો છે. હવે ભારત માટે ઋતુરાજ ગાયકવાડ 2 બોલમાં 4 રન કરીને ઈશાન કિશન 4 બોલમાં શૂન્ય રન કરીને બેટિંગ કરી રહ્યો છે.

14/0 (1 ઓવર)- ભારત માટે યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે ઓપનિંગ કર્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ ઓવર કેન રિચર્ડસને નાખી છે. આ ઓવરમાં ભારતીય ઓપનર્સે 14 રન લીધા છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T-20 મેચ શરૂ થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યૂ વેડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભારતના ઓપનર યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજની મેચ ઓસ્ટ્રેલિયા માટે કરો યા મરો સમાન છે. જો ઓસ્ટ્રેલિયા આજની મેચ હારશે, તો તે 5 T-20 સીરિઝ પણ ગુમવાશે. જેથી ઓસ્ટ્રેલિયા આજે ગેમમાં પરત આવવાનો પ્રયાસ કરશે, જ્યારે ભારતીય ટીમ આજની મેચ જીતીને સીરિઝ પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 5 T-20 મેચની સીરિઝની ત્રીજી મેચ રમવામાં આવશે. આ મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવશે. જેના માટે ટોસ થયો છે. જે ઓસ્ટ્રેલિયાએ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ બંને મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. જેથી ભારતીય ટીમ આજે મેચ જીતીને સીરિઝ કબ્જે કરવા મેદાને ઉતરશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની ત્રીજી મેચ આજે વાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાએ સીરિઝની શરૂઆતની મેચો જીતીને 2-0ની લીડ મેળવી લીધી છે. હવે સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળની ભારતીય ટીમ સતત ત્રીજી મેચ જીતીને સીરિઝ જીતવા માંગશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા મેચ જીતીને સીરિઝ જાળવી રાખવા માંગશે.

પિચ રિપોર્ટ

ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. અહીંની પિચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. પિચ ગતિ અને ઉછાળને ટેકો આપે છે, જે બેટ્સમેન માટે બોલને મધ્યમાં લાવવાનું સરળ બનાવે છે. T20 ઇન્ટરનેશનલમાં અહીંનો હાઇ સ્કોર 237 રન છે, જે ભારતે 2022માં સાઉથ આફ્રિકા સામે બનાવ્યો હતો.

મેચ પ્રિડિક્શન

ટીમ ઈન્ડિયાએ સીરિઝની શરૂઆતથી જ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બીજી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 235 રન બનાવીને એકતરફી જીત નોંધાવી હતી. આવી સ્થિતિમાં અમારું અનુમાન મીટર કહે છે કે ટીમ ઈન્ડિયા ત્રીજી મેચ જીતીને સીરિઝ પર પોતાનું નામ લખી લેશે.


બંને દેશની પ્લેઈંગ ઈલેવન

ભારત- યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), રિંકૂ સિંહ, તિલક વર્મા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા

ઓસ્ટ્રેલિયા- ટ્રેવિસ હેડ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યૂ વેડ(કેપ્ટન અને વિકેટકીપર), નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સાંઘા, કેન રિચર્ડસન

  • Follow us on: